પર્વતને નામે પથ્થર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

કવિ શ્રી ચિનુ મોદીની એક યાદગાર ગઝલ….


(પર્વતને નામે પથ્થર……..Half Dome – Yosemite National Park, California)

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

(આભાર ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ – સંપાદક : ચિનુ મોદી)

16 replies on “પર્વતને નામે પથ્થર – ચિનુ મોદી ‘ઈર્શાદ’”

  1. મન ગમતી અને બાળપણ ને યાદ આપાવતી કવિતા છે

  2. ખુબજ સુન્દેર ગઝલ. ગુજરાતી ગઝલમા ચીનુ મોદીએ નવિનતા આણી છે એમ કહેવાય છે તે ક્ઇ અમસ્તુ નહી.

  3. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
    ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી
    ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
    થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
    હમેશ ની જેમ મોદી સાહેબની અર્થસભર રચના.

  4. મારી અને મારા પતિ ની ખુબ ગમતી ગઝલ ,જ્યારે નિશાળમા ભણતા ત્યારે ૧૦મા ધોરણંમા આવતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *