મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ

આજે ૧૧ ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ.. એમને આપણા સર્વે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

! સાથે સાંભળીએ એમનું આ મીરાં-કાવ્ય – ઐશ્વર્યાના મધુરા અવાજ ને પુરુષોત્તમ ઉપાધ્યાયના મઝાના સંગીત સાથે. અને હા.. મને સાથે સાથે મુકેશ જોષીનું આ ગીત યાદ આવી ગયું – ખાસ તો ઐશ્વર્યાને લીધે.. જેટલીવાર એનું કોઇ પણ ગીત સાંભળું, મને એકવાર ફોટા સાથે અરજી ! સાંભળવાનું અચૂક મન થાય..!

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબળ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે

37 thoughts on “મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ

 1. Kamlesh

  વાહ..અદભૂત.ઐશ્વર્યા મજમુદાર અને
  પુરુષોત્તમ ઉપાધ્યાય…પછી. શુ બાકી રહે ???

  Reply
 2. sima shah

  કવિશ્રી સુરેશ દલાલને જન્મદિવસની ખૂબ-ખૂબ વધાઈઓ…
  આ કૃષ્ણગીત તો સાંભળેલુ હતું,પણ
  ઐશ્વર્યાના અવાજમાં સાંભળવાની બહુ મઝા આવી.
  સીમા

  Reply
 3. Rajesh Vyas

  Hi Jayshree !!

  Absolutely melodious… Aishwarya/Purushottam damn combination..
  Just LUV it !!

  Warm Regards,
  RAJESH VYAS
  CHENNAI

  Reply
 4. Maheshchandra Naik

  શ્રી સુરેશભાઈ દલાલને જન્મદિવસની ખુબ શુભકામનાઓ, સરસ રચના અને સરસ સન્ગીત સાથે સરસ ગાયકી, આપનો આભાર……

  Reply
 5. 'M.D.Gandhi, U.S.A.

  શ્રી સુરેશભાઈને જન્મદિવસ પ્રસંગે ઘણી ઘણી શુભેચ્છાઓ અને K.C.College માં મારા પ્રોફેસર હતાં એટલે કે ગુરુજીના જન્મદિવસે મારા કોટિ કોટિ પ્રણામ.

  મારા ગુરુજીના એક એકથી ચડીઆતા ગીતો સાથે મીરા ઉપરનું આ ગીત પણ બહુજ સરસ છે.

  Reply
 6. કુણાલ

  કવિશ્રીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ …

  અને આ પંક્તિ કેટલી મનમોહક…
  આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
  મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

  ખુબ જ સુંદર ગીત..

  Reply
 7. Ramesh Patel

  જન્મ દિવસે ઉરના ઉંડાણથી,કવિતાને ગૌરવવંતી રીતે પ્રસાદી રુપે સૌને મણાવતા
  કવિવરને ખુબખુબ શુભકામના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 8. pranav shah

  સુરેશ દલાલ ને જમ્ન દિવસનિ ખુબ ખુબ શુભ્ કામના

  Reply
 9. indravadan g vyas

  કવિશ્રી સુરેશ દલાલને જન્મદિવસની શુબેચ્છા!
  ફાંકડું કાવ્ય અને ગાયકી આફલાતુન.

  Reply
 10. dhiraj

  તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
  શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

  ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે

  great aishwariya
  great suresh dalal
  great purushottambhai

  Reply
 11. Jayesh

  Great song, composition and singing – but somehow the first impression is always lasting. We used to listen to this song sung by Munikumar Desai on AIR. Though his voice quality and may be composition may not be as good as this one, i still yearn for listening to that one.

  Reply
 12. Dinesh Akhani

  Divine,absolutely great તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે,what a lovely composition and blissful singing by little genius.I would like to buy album having this Bhajan.Kindly give us the name of the album.
  Thanks
  Dinesh Akhani

  Reply
 13. Chandrakant Lodhavia

  જયશ્રીબેન,
  મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલનું ગીત સાંભળી આનંદ થયો. સુરેશભઈને કે.સી.કોલેજના ગુજરાતી પીરયડમાં પણ તેમનાં બનાવેલાં અને વિદેશી ગીતોનો અનુવાદ કરેલાં ગીતો સાંભળવાનો પણ લાભ મળેલ છે. આપ સાહિત્યકારોનાં જ્ન્મદિવસો યાદ કરી સુંદર રીતે સેલીબ્રેટ કરો છો તે માટે અભિનંદન.
  ચન્દ્રકાંત લોઢવિયા.

  Reply
 14. lata.kulkarni

  મિરાબાઇના ભજનો અદ્ભુત્…!!!મનને ક્રિશ્ન ભક્તિનો સ્વાદ માનવ મલ્યો!!!!

  Reply
 15. lata.kulkarni

  મિરાબાઇના ભજનો અદ્ભુત્…!!!મનને ક્રિશ્ન ભક્તિનો સ્વાદ માનવામલ્યો!!!!

  Reply
 16. ila d patel

  અતિ સુન્દેર..મિરા અને ઐશ્વર્યા સાથે થઇ ગયા.

  Reply
 17. Sejal Shah

  Aishwarya na sur sambhadi ne manma shanka aavi jay che ke matra saat j suro che ke anant suro aa duniya ma che je Aishwarya nikhari shake che. May God Bless you with this melodious voice. Thank you very very much Jayshree ben

  Reply
 18. Dharmesh Kalsaria - Vadodara

  Its really amazing & spiritual Kirtan……..really…

  ખોબ્લે ખોબ્લે વન્દન……જેનો કન્થ અત્લો મધુર ચ્હ્હે……..
  અને જેનિ કવ્ય રચ્ન અત્લિ સરલ અને ભાવર્થ થિ વ્નાયેલિ ચ્હ્હે……

  ધન્ય ચ્હ્હે ગુજરાત નિ માત્રુભુમિ ને,,,,ધન્ય ચ્હ્હે આપ્ને……..

  જય જય ગર્વિ ગુજરાત્………..

  Reply
 19. ramesh shah

  hi jayshriben
  i came to know about you from my friend in chcago, i am 66 years old man and at this age by the grace of god first time in my life i started writting poetry in favour of dear god krisna. please advice me how i can share my feelings to your readers????
  i come in contact for the first time in tahuko
  ramesh

  Reply
 20. Keyuri Desai

  અતિ અદભુત સ્વર અનઍ સગિત્ત.
  ઢ્રશ્ય ખદઊ થૈ ગયઉ.
  આભિનન્દન ઐશ્વ્રર્યાને.
  આભર માનનિય પુ. પુરુષઑતમ ભાઇનો.

  Reply
 21. Bansilal N Dhruva

  Just passed 11th Oct. Though late, my ‘Shradhanjali’ to Shree
  Suresh Dalal with this ‘Bhakti-Song’.

  Bansilal Dhruva

  Reply
 22. gita c kansara

  મેીરાનેી ક્રિશ્નભક્તિગેીત ને સુમધુર સ્વર મન તન્મય થયુ. મજા આવેી ગઈ.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *