મને જરા ઝૂંક વાગી ગઇ – રાજેન્દ્ર શાહ

સ્વર : કૌમુદી મુન્શી

સંગીત : નીનુ મઝુમદાર

(Photo : DollsofIndia.com)

This text will be replaced

મને જરા ઝૂંક વાગી ગઇ
માલતીની ફૂલ કુમળી તોયે ડૂખ લાગી ગઇ

હલમહીંને જલને વળી જલને થાનક વ્યોમ
એક ઘડીમાં જોઈ લીધા હજાર સૂરજ સોમ
સોણલાની દોર દુનિયા નવી ગૂંથવાતી ગઇ
મને જરા ઝૂંક વાગી ગઇ…

ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનો ઉતારનાર
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલઝાર
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ
મને જરા ઝૂંક વાગી ગઇ…

14 thoughts on “મને જરા ઝૂંક વાગી ગઇ – રાજેન્દ્ર શાહ

 1. munj

  “હલમહીંને જલને વળી જલને થાનક વ્યોમ”…. સમજાવા વીનંતી.

  Reply
 2. મયુર ચોકસી

  પ્રિયતમ ની યાદ મા ગવાયેલ સુંદર ગીત …..

  મયુર ચોકસી…

  Reply
 3. jigar savla

  મુળ શબ્દ “થલ”

  “થલ મહિને જલ ને વલિ જલ ને થાનક વ્યોમ્”

  Reply
 4. Mahesh dalal

  વારે વારે સમ્ભળ્વુન ગ્ મે .. વાહ રાજેન્દ્ર્ભઇ .

  Reply
 5. rajeshree trivedi

  આકાશ વાણી નો જમાનો અને આવા ગીતોનો આખો યુગ યાદ આવી ગયો.જયશ્રીબેન લતાનુ શ્યામ રઁગ સમીપે ના જાવુ અને હવે સખી નહિ બોલુ નહિ બોલુ…….રે સઁભ ળાવસ્શો.

  Reply
 6. Girish Modi

  Even though Kaumudi ben is a Gujarati, she did not know Gujarati at all because she was born in North India.. (excerpt From her website)

  Reply
 7. uma

  ghana versho pachhee aa geet sambhalee ne ghano j anand thayo aa geet me kuomideeben na eak live program ma sambhaleloo.temanoo gayeloo eak geet” Chorashi rang no sathiyo re mandyo”bahu j saras chhe te mookava vinanti

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *