હાથ તો હું લંબાવી શકું
પણ
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.
તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..
———
ૉYour poems relate to my life very much, I love them
સુંદર રચના… માણવી અને મમળાવવી ગમે એવી…
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..
સરસ.
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા
સુંદર રચના!
What’s that? I don’t under stand the meaning as I am new and learning.
ખુબ સુન્દર.ઇન્ટ ર નેટે દુનિયા નાનેી બ નાવેી હોવાથેી પરદેશ મા પ ણ ગુજ રાત માણેી શ કાય છે!
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..
મઝાનું અછાંદસ
પછી કહેશો
લકિર મારા આ હાથ ની પાછી ખેચાઈ ગઈ,
ખબર વિના મને ખુદ થી વેચાઈ ગઈ,
ફીલાડેલ્ફિયાની ઠંડીમાં મુઠ્ઠી વાળીને બેઠા હશે
ખુબ સરસ રચના.
Khub gami aa rachna..
Aabhar…
nice one……
ખુબજ સુંદર રચના
આભાર જયશ્રી! પન્નાબેનની સાઈટમાં જવા મળ્યુ.સરસ અછાંદસ.
સપના
To whom it may concern:
I have written to you last week and once more again! I’m searching for a song, some of the words in the song are as follows
Daariyo wahi gayo ne kinaro rahi gayo,
hu pan tamari raah ma, maro nathi rahyo…
Please help me find this song!!!
Nimisha
સરસ કાવ્ય છે.