ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો…

મને યાદ છે ત્યાં સુધી, અમારા અતુલ – સુવિધા કોલોનીના ગરબામાં આ ગરબો હંમેશા ગવાતો.. લગભગ તો ભાનુમાસી અને મીનામાસી ગવડાવતા અને બાકીની માસીઓ અને અમે છોકરીઓ ઝીલતા..!

અહીં ગવાયેલા શબ્દો કરતા એ ગરબાના શબ્દો થોડા અલગ હતા, ‘માને મંદિરીયે…’ ને બદલે ‘સામેની પોળથી..’ એવા શબ્દો વપરાતા… પણ, એ સિવાય ઘણું બધું સરખું..!

.

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (2)

માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો….

માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો…

માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો….

માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….

માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….

28 replies on “ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો…”

 1. ખુબ સરસ ગરબો અને સરસ ગાયકી.ઢોલક ,પાવો અને શરણાઈ કમાલના વગાડ્યાં છે.મઝા પડી.ધન્યવાદ જયશ્રીબેન.

 2. Ashish Dave says:

  તમે એક એકથી ચઢીયાંતા ગરબા આપો છો.

  જો શક્ય હોય તો અમારે આ ગરબો સાભળવો છે. કુમ કુમનાં પગલાં પડયાં, માડી ના હેત ઢળયા, જોવા લોક ટોળે વળયાં …

  આભાર,
  આશિષ દવે

 3. sima shah says:

  નાનપણમાં મમ્મી આ ગરબો ગવડાવતા, તે યાદ આવ ગયું……….
  આભાર…
  સીમા

 4. Vijay Bhatt( Los Angeles) says:

  સુન્દર પસન્દ્ગી…..જય માતા દી…..
  નવરાત્રી લાગે…

 5. મયુર ચોકસી says:

  સુંદર ગરબો.

 6. dilip shah says:

  ખુબ સુન્દર ગરબો …..મજા આવિ ગયિ

 7. Dr. Dinesh O. Shah says:

  બેન જયશ્રી,

  આ ઇમેઇલ નડિયાદથી કરુ છુઁ. હસવાની એ વાત છે કે આપણા ઘેલા ગુજરાતમાઁ
  આજકાલ ડીસ્કો દાઁડિયા અને ફીલ્મી ગરબા ની રમઝટો ચાલતી હોય ત્યારે મારા જેવાને સારા ગરબા-રાસ સાભળવા ટહુકો.કોમ અથવા ઉર્મીસાગર વેબસાઈટ ઉપર જવુ પડે છે. હવે સારા ગરબા રાસ પણ અમેરિકાથી અહી આવી રહ્યા છે!

  દિનેશ ઓ. શાહ, ધર્મસિહ દેસાઈ યુનિવરસીટી, નડિયાદ, ગુજરાત, ઇન્ડિયા

 8. Praful Thar says:

  પ્રિય જયશ્રીબહેન
  સુદર કંઠના ગરબા પોસ્ટ કરવા બદલ આભાર…દર પોસ્ટે કોમેન્ટ ન લખી શકું તો માફ઼ કરશો પણ ગીતોની,ગરબાની કે કવિતાની રચના સુંદર જ હશે
  આભાર
  લી.પ્રફુલ ઠાર

 9. Rajesh Vyas says:

  Jayshree !!!

  Buck up ASHTAMI is nearing… Give some exclusive which has never been on any sites..

  Without traditional ” chapti bhari chokha…” navratri doesn’t work out…

  Gr8

  Regards
  Rajesh Vyas
  Chennai

 10. Anil-Jayshree Gandhi says:

  સુન્દર ગરબો
  નોરતાના દરેક દિવસે યાદગાર લહાનિ
  અભિનન્દન્

 11. SHASHANK VAKILNA says:

  અમ્બા અભય પદ દાયિની રે
  શામા સામ્ભળ્અજો સાદ મારી અમ્બિકા
  અમ્બા અભય પદ દાયિની રે

  આ ગરબો હોય તો મુકશોજી.

 12. M.D.Gandhi, U.S.A. says:

  નોરતા પ્રસંગે નિત નિત નવા-જુના ગરબા વાંચવા-સાંભળવાની મજા આવે છે.

 13. keshavlal says:

  ગરબા સામ્ભલિ ને દિલ ખુસ થયુ આભાર્

 14. Ushang Desai says:

  We had garaba program in our school every year, this the first one to start the garba, Remebaring those days. Thanks. Keep posting very good garba, Happy Navaratri

 15. pragnaju says:

  સાથે સાથે ગાવાની મઝા આવી

  એકવાર બે ધ્યાન થયા અને-હાલો ગલુડીઆ રમાડવા જ્…

 16. Kanubhai Suchak says:

  જયશ્રીબેન,
  તમે જણાવ્યુ છે તે મુજબઃ ‘માને મંદિરીયે…’ ને બદલે ‘સામેની પોળથી..’ એવા શબ્દો વપરાતા… અને તે પાઠ વધુ સાચો લાગે છે. ઍ શબ્દોથી અર્થન્યાસ મળે છે.

 17. Ranjit Ved says:

  ચિ..જયશ્રેીબેન્..ચપ્તિભરિ ચોખાનિ પ્રસદિ ખુબજ મિથિ લગિ..!આભાર્.મરિ એક વિનન્તિ સ્વિકાર્શોતો આભરિ થૈશ પ્રેમલ જ્યોતિ તારોદાખવિ મુજ્જિવન્પન્થ ઉજાલ્{૨}ધન્યદિન્દયલ તુ પ્રભુધન્ય તુપર્મેશ્વરા(૩}મારેદેહ્મન્દિરે દેવપધરો..રોમ્ર રોમેજિરે…મરેદેહ મન્દિરે…ઇન્દિરા અને રન્જિત ના જય્મતજિ..જયશ્રેીક્રિશ્ન…

 18. Harshad Desai says:

  HellO Jayshreeben
  Good garbo, seems like our coulture is changing to western type culture. it’s not bad,( we have to go with flow) but we need traditional garba those are written neatly and have some meaningful wordings and aim in old days garba. Keep it up for our new genertion.
  Thank You Much
  Harshad Desai, Los Angeles, California,USA

 19. જય પટેલ says:

  ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો…

  વેરી ટ્રેડીશનલ..!!
  આભાર.

 20. KiranKumar says:

  ખુબ હજ સુંદર ગરબો

 21. pragnaju says:

  સુંદર ગીત અને મધુર ગાયકી

 22. vijay H joshi says:

  VERY NICE 🙂

 23. Rashvin Tailor says:

  thank you very much for giving me this kind of garba, now a days people are avoiding to go in this kind of original garba program
  this has some meaning

 24. manisha says:

  આ ગર્બો મારો સૌથિ પ્રિય ચ્હે

 25. Vallabh Nandha says:

  ઉત્ક્રુષ્ટ પ્રસ્તુતિ, દિલચશ્પ રજુઆત. સાંભળી મન ઝૂમી ઉઠ્યું.

 26. Kartik Acharya says:

  ખુબજ સરસ ગરબો સરસ રિધમ

 27. Dr. Vrajesh says:

  જયશ્રીબેન,

  અતુલ કોલોની ની વાત જ કંઈક અલગ છે. ગુજરાત માં જો ક્યાય સ્વર્ગ હોઈ તો તે અતુલ માં જ છે.

  ઘર, ઘરની આગળ ફળિયું, ફળિયામાં જાત જાત વ્રુક્ષો, વ્રુક્ષો પર જાત જાત ના પક્ષીઓનો કલરવ, એક બાજુ પાર નદી તો માથે પરનેરાથી માતાજી ના આશીર્વાદ.

  હરીન્દ્ર દવે એ એટલેજ એને કર્મભૂમિ બનાવી હતી.

 28. manoj says:

  સહુ પ્રથમ જયશ્રી બેનને જન્મ દિવસની ખુબ ખુબ શુભ કામનાઓ
  ખુબ સુન્દર સુરીલા ગરબા માટે આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *