પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… – ભાસ્કર વોરા

ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેવું આ મઝાનું ગીત.. અને ટહુકો પર ઐશ્વર્યા – પુરુષોત્તમભાઇ – લતા મંગેશકરના અવાજમાં ઘણા વખતથી ગુંજતું.. આજે ફરી એકવાર માણીએ – લોકલાડીલ કલાકાર – ગુજરાતનું ગૌરવ એવા પાર્થિવ ગોહિલના સ્વરમાં..! (April 2007 માં આ સંભળાવવાનો વાયદો કર્યો હતો.. આજે પૂરો કરું છું 🙂 ).

ગુજરાત સમાચાર – સમન્વય પ્રોગ્રામનું આ રેકોર્ડિંગ છે – શરૂઆતમાં કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ એ પાર્થિવ વિષે જે વાત કરી છે – એ સાંભળવાની પણ મજા આવશે..!

.

_________________________________
Posted on August 16th, 2009

ગઇકાલે વ્હાલા, લોકલાડીલા ગુજરાતી સંગીતનો શ્વાસ એવા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો ૭૫મો જ્ન્મદિવસ આપણે એમને થોડા વધુ નજીકથી ઓળખવાના પ્રયાસ રૂપે અમરભાઇ અને એમની દીકરીઓ વિરાજ-બીજલના શબ્દો-ભાવો સાથે મનાવ્યો…

અને આજથી એક અઠવાડિયા સુધી વારંવાર એમને ‘તુમ જીઓ હઝારો સાલ.. સાલમેં ગીત ગાઓ પચાસ હઝાર…’ ની શુભેચ્છાઓ પાઠવીએ. એટલે કે ટહુકો પર એક અઠવાડિયા સુધી એમણે ગાયેલા, સ્વરબધ્ધ કરેલા ગીતો નો ઉત્સ્વ મનાવીએ.. ‘પુરુષોત્તમ પર્વ’ સાથે..

અને શરૂઆત આ ગીતથી.. જે આમ તો ટહુકો પર છેલ્લા લગભગ અઢી વર્ષથી ઐશ્વર્યા (જેણે સંગીતની તાલીમ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે જ લીધી છે) ના અવાજમાં ગુંજે જ છે, એ જ અણમોલું ગીત સાંભળીએ સ્વરકારશ્રી ના પોતાના અવાજમાં.. અને સાથે ૫૦ વર્ષ પહેલાનું (મે ૧૯૫૯) ‘All India Radio’ પરથી પ્રકાશિત રેકોર્ડિંગ – લતા મંગેશકરના અવાજમાં.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વરકારની ૭૫મી વર્ષગાંઠ ઉજવતા હોઇએ, તો આનાથી ઓછું કંઇ ચાલે? 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સ્વર : લતા મંગેશકર (May 1959, AIR Broadcast)

.

—————————

Posted on April 3, 2007

ગાયકઃ ઐશ્વર્યા મજમુદાર (13 years old singer from Ahmedabad)

ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાને દરબાર રાજ કરે એવું સુંદર ગીત લઇને આવી છું આજે. એકદમ ટૂંકુ ગીત.. હજુ વાંચવાનું શરુ કરો ત્યાં તો પૂરું પણ થઇ જાય.. પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે….શબ્દ અને સૂરની સાથે સાથે આ ગીતમાં જેનો સ્વર છે, એ પણ ખાસ છે. નાનકડી એશ્વર્યાએ આ ગીતના શબ્દોમાં ખરેખર પ્રાણ રેડ્યો છે એમ કહી શકાય.

( ઐશ્વર્યા મજમુદાર વિશે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો )

આ ગીત originally પુરૂષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું અને પછીથી પાર્થિવ ગોહિલે પણ ગાયેલું છે, જે પછીથી અહીં મૂકીશ.

.

હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર…

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર….વણથંભી વાગે કોઇ સિતાર

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર…વણથંભી વાગે કોઇ સિતાર

ટહુકોના એક વાચકમિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમી સંપૂર્ણતઃ પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે- જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. હૈયામાં દરબાર ભરાયો છે, અને દરબાર ભરાયો છે તો એમાં દુન્યવી વાતો તો થવાની જ- પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ કાંઈ અનોખી હોય છે! “કોઈ મને ખૂબ પ્રેમ કરે છે” આ વિચારમાત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને સતત ધબક્યા કરે છે…. અને એની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંદરના અંતરનો એકતારો સતત “સાંવરિયો” “સાંવરિયો”નું સંગીત રેલાવતો હોય છે, પલેપલ પ્રીતિના પલકાર મારતો હોય છે.

ક્યારેક પ્રશ્ન થાય કે દીવો બળે છે કેમ? માનવનું જીવન ધબકતું છે કેમ? તો જેમ તેલ દીવાને બળતો રાખે છે, તેમ પ્રિયતમનો ભીનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની માનવની જીજીવિષા જીવંત રાખે છે. હૈયામાં જે વસી ગયું છે, એ લૈલા માટે મજનુ હોઈ શકે, ભગતસિંહ માટે ભારતમાતા હોઈ શકે, કે પછી મીરાં અને અર્જુન માટે શ્રીકૃષ્ણ પણ હોઈ શકે….આપણાં હૈયાંમાં પણ જ્યારે કોઈકની હુંફ રંગત જમાવશે, કોઈના ઝાંઝર હૈયાને હૂલાવશે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાતી હશે, કોઈની યાદે અકળિત આશાઓ જનમી ઊઠશે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણાં જીવનનો એક ભાગ બની જશે……!!
—————–
ફરમાઇશ કરનાર મિત્ર : યોગેશ ઠાકર.

68 replies on “પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… – ભાસ્કર વોરા”

  1. જન્મ દિવસનિ સુભેચ્હા…ગિત બદલ ઘન્યવાદ….

  2. ખુબ સરસ શબ્દો, સરસ ત્રણે ગાયકો, બધાને જ સામ્ભળવાથી કાયમ આનદ થઈ જાય છે, શ્રી પુરુશોત્તમભાઈને જન્મદિવસની અનેક શુભકામનાઓ અને પુરુશોતમ પર્વ માટે આપને અભિનદન અને આભાર………

  3. સૌ પ્રથમ તમને અભિનંદન અને તમારો આભાર ગુજરાતી ગીત-સંગીત પીરસવા માટે.ગુજરાતી સુગમસંગીતના શહેનશાહ શ્ચી. પુરુષોત્તમ ઉપાધ્યાયને જન્મદિવસની શુભેચ્છા. એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના. લતાજીના અવાજમાં આ ગીત વર્ષો પછી સાંભળવા મળ્યું. આભાર. આ ગીત પાર્થિવ ગોહિલે પણ ગાયું છે. એ પણ મુક્યું હોત તો સારું. ઐશ્ચર્યાએ આટલી નાની ઉમરે જે સિદ્ધિ હાંસલ કરી છે એના માટે અભિનંદન. આજે ઑગસ્ટ ૧૬ ૨૦૦૯ ના દિવસે ન્યુ યોર્ક ની ઇંડીયા ડે પરેડમાં પોતાના સ્વરનાં કામણ પાથરવાની છે.
    આ પુરુષોત્તમ પર્વ દરમ્યાન ઘણું મળશે એવી આશા સાથે.

  4. ખૂબ જ સુંદર અને સરાહનીય! દરેકને અભિનંદન!
    સુધીર પટેલ.

  5. આ સમગ્ર ઉજવણી બદલ બેન જયશ્રીને ખુબ સુભેચ્છા. પુરુશોત્તમભાઈ ગુજરાતી સુગમ સંગીત નુ નાક છે,સુરોનો બેતાજ બાદશાહ છે.તેમના કંઠમાં એક જાદુઇ કીમીયો વસે છે જે શ્રોતાને અભિભુત કરી મુકેછે.ઐશ્વર્યા તો આવતી કાલ ની લતા મંગેશકર છે.તેના મીઠા ઓવારણા લેવાં ગમે તેવો મધુર કંઠ.

  6. હૈયાને દરબાર……સિતાર વાગવા લાગે એટલેી સુઁદર ગાયકેી..ધન્યવાદ ત્રણે ય કલાકારોને !

  7. ખુબ ખુબ આભર જયશ્રિબેન હૈયાને દર્બાર સમ્ભલિ ને આજ સાચેજ હૈયુ ભરાઈ ગયુ ભરેલા હૈયે વધુ શુ લખુ પુજ્ય પુરુશોત્તભાઈ ને પ્રભુ સતાયુ બક્શે એજ પ્રાર્થના.

  8. Jayshree ben,

    Purushottam is SUN ( SURYA) of Gujarati Sugam Sangeet. I am glad you are doing his Parva.
    At 75, he is the Bhishma Pita Maha of Gujarati Sugam Sangeet.

    May God Bless him with long musical life.

  9. જયશ્રી

    દક્ષીણ ભારતમાં ત્યાગરાજ સમારોહુ ઊજવાતો હોય છે.આ પુરુષોત્તમ પર્વ તે તેવો જ પ્રયત્ન cyberspace માં.

    ઘણો આભાર

  10. aishwarya atle sur ne sangeet no adbhut samanvay! I love her voice…when she starts singing I reach in different world. I am her biggest fan! aatli nani age ma atli pragati karva badal khub khub dhanyavad!

  11. may god give her full strength to emerge in whole world, we are really proud of her that she is gujarati and singing from her inner core of heart.congratulations to ashwarya a tiny miracle.
    lopa and dushyant trivedi

  12. No matter what I do, if language is used, it will take me to the limit, the only, what I want to write is, it is beyond any words. You do not need any blessing Dear A.M., you are the “Blessed”—–
    N.M.Rajpara

  13. Dear Jayashree,
    It’s been peasure to listen to various singers here and all the credit goes to you!! thank you. By the way, this melodious song is also sung by “swar Kinnari “- Sadhana Sargam..and Lataji if i’m not mistaken. May be you already know. and it will be pleasure for your fans if you add those to this site… Thanks again..

  14. its realy too good song, અને મને લગે છે કે આ ઐશ્વર્ય ના કેરિયર ની શરુઆત છે wish u all the best luck

    Rathod Digvijaysinh

  15. i know ashawryas grand mother renaben and her grand uncles(mama)and grandaunty(masi)since my childhood.renaben is a good singer.naturally ashwarya has nice talent of her grandmother in her heredity.the allmight god bless her for ever with full joy and happiness and we also all congratulate and bless her.

  16. કોઈનીએ નજર લાગે!! …તો એ નજર પણ પાછી પડે…કુદરતની જ્યાં હોય કૃપા ત્યાં કોઈની કિરપાણ આવે ન કામ!! મારા ખૂબ ખૂબ અભિનંદના!!

  17. આફ્રીન !
    ઐશ્વર્યા ના અવાજ ને કોઇની નજર ના લાગે માટે કોઇ નજર ઉતરો…..
    પરમાત્માની ભારે ક્રુપા આ દિકરી ઉપર હોઇ , એને કોઇ ની નજર ના લાગે.ખરુને જયશ્રી બેન?

  18. જ્યારે હૃદય ભરાઇ ત્યારે જીભ બઁધાઇ જાય ;સુઁદર કઁઠનુઁ ગેીત સાઁભળી
    મોડે મોડે પણ અભિનઁદનો ઐશ્વર્યા અને જયશ્રેીબહેનને ન આપીને નગુણા બનવાનુઁ ગમતુઁ નથી.પરમકૃપાળુની તમારાઁ પર કૃપા વરસો !!
    કવિઓને શત શત સલામો !

  19. જયશ્રીબેન ખુબ ખુબ આભાર
    ઐશ્વ્રર્યાને ટહૂકા પર ગૂન્જતી કરીને સોના દિલને ટહૂકાવવા
    બદલ. આવી જ રીતે ટહૂકાને સદાય ગૂન્જતો રાખશો.

  20. I have heard this lil grl when I was in india for my vacations , I rem both name and the face !
    we are really proud, being an amdavadi.
    she is beyond perfection for her age, 🙂 m very happy to see her posts here 🙂 all the best Aishwarya (hope these comments get rendered to the cute lil girl) and make us feel proud !!
    tahuko guys, PLEASE LET US KNOW IF ANY ALBUM by HER GETS TO THE MARKET, would be the first one to buy !

  21. Saksaatkaar nathi thatta pan chamtkaar haju pan thaaye che….Aishwarya is doing chamtkaar……..ane etlej parents ,guru ane Jayshree ne amara Namskaar

  22. Dear Aishvarya,

    You really are a pride of Gujarat. What a beautiful mature voice you have at this young age. May god bless you and become a super singer of India.

  23. ઐશવર્યા. તારો અવાજા ખરેખર ખુબજ કર્ન પ્રિય છે. આ ઉમરે આવો અવાજ એ ભગવાન નિ ક્રુપા કહેવાય જિવન મા ખુબજ આગડ વધો એવા અભિનદન.

  24. Dear Aishvrya
    I will definately say that you will be STAR at prasent &
    in future. Fantastic different voice in this age, no compare with anyone. Many thanks to your Guru & Jayshreeben.

  25. Hi.Aishvarya.
    You are a gift to Gujarati music…
    Keep it up…
    May we see you climbing greater heights…Learn from guru and it is always guru’s ashirwad that make such achievments possible.Namaskar to your guruji .
    God Bless you.

  26. ઐશ્વર્યા

    જેના નામ નો અર્થ ‘આઠ પ્રકારની ઇશ્વરીય મહાસિદ્ધિ’.

    ઐશ્વર્યા મજમુદાર, એક્દમ અલગ સ્વર, ખુબ જ પ્રતિભાશાળી, અને એક અનોખો પ્રકાર નો મુખ પર તેજ…

    ઐશ્વર્યા ને મેં પ્રથમવાર ‘સપ્તર્ષિ’ ના કાર્યક્રમ જે સુરત ખાતે હોજાયો હતો ત્યારે સાંભળવા નો મોકો મળ્યો હતો.

    અને ૫-૧૦ મિનિટ માટે તો હું આશ્ચર્યચકિત જ થઈ ગયો.

    Aishwarya Majmudar will be the next TOP singer of INDIA, for sure.

  27. A rare talent indeed ! When I visited her site, I found her recording at Sa Re Ga Ma Pa program in which she participated. When I downloaded the clip and started, all in my office came to see by hearing the first aalaap. Someone asked me if she is the same girl who sang “Kuhu kuhu bole koyaliya” I didn’t know if Aishwarya sang that song in that episode. And within 5 minutes, we found her singing this difficult song so perfectly, so effortlessly that we all were like spellbound !! I have made many non-gujarati Aishwarya fans in my office !

  28. લાખો અભિનંદન કલાકારને તેમ જ તેની ઓળખ જગતને કરાવનારને
    જયશ્રી ને

  29. જયશ્રી,
    આવુ સુંદર ગીત અને ખાસ તો ગાયિકા, ન જાણે ક્યાં થી શોધી કાઢે છે તું?
    અભીનંદન ઐશ્વર્યા, સખત પરિશ્રમ અને તમને મળેલ મખમલી અવાજ ને આવકારવા આ દુનિયા તૈયાર જ છે.

  30. દેખા જયશ્રીજી … આપ કા કમાલ …

    ચુન ચુન કે હિરે નિકાલ કે લાતી હૌ તુમ તો.

    બહોંત બહોંત શુભકામનાએ ઐશ્વર્યાકો.

  31. I agree with the previous post from Sonu about writing intro as it gives good outlook of understanding what poet has to say.

    This song is very melodious, I liked it a lot.

    You are doing a very good job of making us familiar with Gujarati music.

  32. Aishvarya has very sweet voice. Can you post more songs from her?
    Also, the introduction of the song you have written helps people like me who have brought up outside India to understand the lyrics.
    Great site!

  33. ઐશ્વર્યાનો અવાજ જેટલો સુન્દર છે એટલું જ આ ગીત સુંદર છે….વારંવાર સાંભળવાનું મન થઈ જાય છે. એનું કોઈ album છે કે જેમાં આ ગીત હોય??

    ગીતની પહેલા જે તમે પ્રસ્તાવના લખો છો એ પણ સરસ છે, grand dinnerની પહેલા જાણે સરસ appetizer જેવું…મારા હૈયામાં ખરેખર અત્યારે ઝણઝણાટી થવા માંડી છે, nice write up.

  34. ઐશ્વર્યા,
    અનેક શુભેચ્છાઓ સાથે,
    ખૂબ ખૂબ અભિનંદન.
    આટલી નાની ઉંમરે,
    સંગીતની આટલી ઉંચી સૂઝ,
    સુંદર કેળવાયેલો અવાજ!
    Good!
    Keep it up.
    આભાર જયશ્રીબેન

  35. ખૂબ સુંદર ! જાણે ” મતવાલી નાર ઠુમક ઠુમક ચલી જાયેં……..”
    કર્ણૉને શ્રુતીની કળ વળે ત્યાં તો એનો કિનારો આવી જાય છે !
    એવું લાગે છે જાણે ” સ્વરની મુલાયમતાના કુમળી પોટના મખમલે
    પરિપકવ્તાની ચુંદડી ઓઢી લીધી ! ”
    ચિ. ઐસ્વર્યા,
    ઘણું જીવો બેટા !
    તારાં સોણલાના મહેલને શોભાવતાં આસોપાલવનાં તોરણોનાં પત્રો
    પર સાકારતાના શિલાલેખો લખાય ! ધન્ય છે તારાં માતપિતાને !

    ચાંદસૂરજ

  36. She is really Gifted Child.
    Looking to vertical career graph, surely will attain new heights, very shortly.
    Blessings,

  37. એક ઉભરતી ગાયિકા દ્વારા સુંદર પ્રસ્તુતિ. અવાજ પરથી માનવામાં ના આવે કે એ માત્ર 13 જ વર્ષની હશે.

    અભિનંદન ઐશ્વયા. પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છાઓ.

  38. ખુબ સુરીલો અવાજ….beautiful….
    I am always learning new, interestinng, informative tid bits about so many creations through your post. Today I was introduced to a young, talented singer. Thank you!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *