વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી !

ટહુકો ડૉટ કોમ પર સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી સવારે સાડા છના સુમારે ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતી જયશ્રી પટેલ (ભક્ત)નો આજે જન્મદિવસ છે… અમારી આ વહાલી મિત્રને મારા, ઊર્મિ અને ધવલના પરિવાર તરફથી અને ટહુકો.કોમ તથા ઊર્મિસાગર.કોમના વાચકમિત્રો તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…

शतम् जीवम् शरदः |

jayudi2

જે ગાલિબે કદી માંગી, દુઆ હું એ જ માંગું છું,
હું એની બંદગીમાં મારી ઇચ્છા પણ ઉમેરું છું;
ભલે ઇચ્છા હજારો હો, ભલે નીકળે બધી પર દમ,
ફળીભૂત થાય એ સઘળી, હું એથી કંઈ ન માંગું કમ.

હજારો વર્ષ તું જીવે, હજારો દિન હો વર્ષોના,
હજારો પળ હો દિવસની અને હર પળ હો મંગળમય;
હજારો ગીત ટહુકો ડૉટ કોમે હોય, ને જયશ્રી !
એ સઘળા ગીતમાં તારી પ્રસિદ્ધિનો જ ગુંજે લય !!

– વિવેક
(૦૪-૦૯-૨૦૦૯, મળસ્કે ૨:૪૫ વાગ્યે)

… અને મારી એક ગઝલ મારા જ અવાજમાં જયશ્રીને ભેટ સ્વરૂપે:

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે. *

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

-વિવેક મનહર ટેલર

* જો એ દસ આંકડાઓ સ્પીડ-ડાયલમાં સેવ કરી દીધા હોય તો આજકાલ તો માત્ર એક-બે આંકડા દબાવવાથી જ કામ થઈ જાય છે… એટલે કવિશ્રી, એટલો દમ તો તમારે આંગળામાં રાખવો જ જોઈએ હોં, બરાબર ને જયશ્રી?! 🙂 -ઊર્મિ

68 replies on “વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી !”

 1. MONALI RAJGURU says:

  Dear JAYSHREE,
  WISH U A VERY VERY HAPPY BIRTHDAY !!!!!!!
  SHATAM JIVAM SHARADAH ::::::::
  MAY GOD BLESS U
  RAGARDS,
  MONALI

 2. Pushpendra Mehta says:

  જિવેત શરદહ શતમ્

 3. gautam says:

  ..through your updates you are taking birth everyday !..what a splendid work you have been offering…wish you an agile mind always !

 4. Happy birthday Jayshree.

 5. kirit bhagat says:

  Jai shriben,
  Many many happy returns of the day.
  It is my prayer to THOU that u
  r retained on this earth for TAHUKO and via TAHUKO with us.
  GOD BLESS YOU.
  CARRY ON WITH TAHUKO.
  Thanks.
  Kirit Bhagat

 6. KORTI GANATRA (DUSHMAN) says:

  Hi
  I have sent you birth day wishes but it’s not there in the coment list .
  .
  May be some thing went wrong
  any way now Once again Belated Bithday wish”May Many Happy returns of the day

 7. Dr. Dinesh O. Shah says:

  Beta Jayshree,
  Congratulations and Best wishes for your BD from Ahmedabad. I just arrived here yesterday evening. Anyone looking at your blog will admit that it reflects labor of love! May God give you more energy and inspiration to do more in the coming years to take the Gujarati poetry and music to people all over the globe. With best wishes and love,

  Dinesh Uncle

 8. Nitigna ( Nitijn ) Trivedi says:

  Dear Jayshreeben

  To-Day this world blessed with a wonderful person like you and we have been also blessed with your such a beautiful activity
  for us and we dont have any word to say THANKS for your activity.
  You carry us in a wonder land of Gujarati poems-songs-gazals etc.
  We have only one way to Thank GOD.for sending such person in this world.
  We thanks almighty.
  and PRAY TO GOD FOR YOUR ‘MANY HAPPY RETURNS OF DAY’
  ‘SHATAM JAIVAM SHARDAM’
  NITIGNA TRIVEDI ( BARODA )

 9. chintan says:

  પ્રિય જયશ્રીબેન,

  જન્મદિનની ખૂબ….ખૂબ શુભેચ્છાઓ….
  મા સરસ્વતીની સદાય કૃપા વરસતી રહે….
  માતૃભાષાનું ગૌરવ, શબ્દ અને સ્વરના પ્રસારણ દ્વારા વધારતા રહો
  તેવી અંતરની શુભકામના.

  ચિંતન(ભાવનગર)

 10. larani says:

  many many happy returns of the day….

 11. siddharth j tripathi says:

  હિમાલયનિ શિતલતા ,ગન્ગા નિ પાવનતા અને માનસરોવરનિ સ્ફતિકમય શુદ્ધતા આપના આત્મા અને અન્ત્ કરન ને દિવ્યતા સભર બનાવો એજ શુભ કામના.

 12. Natu Solanki says:

  જન્મદિનની લાખ લાખ શુભેચ્છાઓ… ચિ. જયશ્રીબેન આ સંદેશ મોકલવામાં હું થોડો મોડો જરૂર છું … પણ મારા અંતરે તો મારી આ દીકરીને શુભેચ્છાઓ તો કયારની યે પાઠવી દીધી ! આશા તો
  જરૂર રાખું કે આવાં સરસ સરસ કાવ્યો લાંબા સમય સુધી આપણને એમના દ્વારા મળતાં જ રહે !
  નટુ સોલંકી (અમદાવાદ)

 13. Geeta Vakil says:

  જયશ્રીબેન, તમને જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ!!માતૃભાષાનું આવુ સુંદર કામ તમે કરતા રહો અને અમને સરસ વાંચન પીરસતા રહો એવી પરમકૃપાળુ પરમાત્માને વિનંતી!!!!!
  ગીતા વકીલ
  વડોદરા.

 14. બેન જયશ્રી,
  મારી દિકરી સોનલ નો જન્મદિન ૩ સપ્ટેંબર છે,મોટા દિકરા મીતેશ નો જન્મદિન ૫ સપ્ટેંબર છે.બન્ને ૪૦થી ઉપરના છે.હવે તને ૪થી સપ્ટેંબરે જન્મદિનની વધામણી આપી હું ૩-૪-૫ રમીને, રમીની બાજી મારી ગયો……

 15. ઉત્કષૅ says:

  જયશ્રીબેન,
  આપને જન્મદિવસના હાર્દિક અભિનંદન.

  ઉત્કર્ષ શાહ

 16. Husen says:

  અન્નત તમને આપે બધાઈ ગુજરાતિ મા type કરવાનિ મઝા આઈ.

 17. Fulvati Shah says:

  પ્રિય જયશ્રીબેન ,
  જ્ન્મદિન મુબરક.
  ફૂલવતી શાહ

 18. tushaar says:

  happy b’day jayshree…bravo fr a gr8 contribution to gujarati’s all over the world…u deserve special award fr this.My invitation to visit kolkata any time at ur convinience…….well done.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *