ગીતકાર અને સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર ,મહેન્દ્ર કપૂર
પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….
ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો
રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો
રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો
———————
ફરમાઇશ કરનાર મિત્રો : દેવ, નિયંતા, પ્રિત, અંકિત




April 10th, 2007 at 5:18 pm
આ ગીત પણ હજી લીલુંછમ છે પણ ટહૂકાનો રંગ રાતો…….
મઝાનું ગીત
આભાર જયશ્રી
April 10th, 2007 at 5:52 pm
પાંદડુ લીલું ને રંગ રાતો !!?? પ્રેમ આંધળો હોય એ તો સાંભળેલુ પણ “રંગ-અંધતા” પણ હોય એ આ ગીત સાંભળીને ખબર પડી.
But enjoyed the songs. Thanks JAYshree.
April 10th, 2007 at 10:05 pm
વાહ ખુબ મઝા આવી ગઇ. પાંદડુ ભલેને લીલુ હોય પણ રંગ તો રાતો જ હોય છે. જુની ગુજરાતી ફિલ્મનુ આ ગીત છે.
April 10th, 2007 at 10:17 pm
good collection Jayshree
Keep it up
April 11th, 2007 at 1:11 am
બહેનશ્રી જયશ્રીબેન,
લીલુડી ધરતીનુ આ સદાબહાર ગુંજતુ અને લીલુછમ ગીતડુ
સદાય લીલું જ રહેશે અને એવા લીલાછમ ગીતોથી ભરેલા
કુંડાઓથી શોભતા રંગબજારમાં ભલા કોને ભુલા પડવાનુ મન ન
થાય! અને એ પણ જ્યારે એના સોદાગર અવિનાશ વ્યાસ શા
પ્ર્ખર વ્યાપારી હોય અને રુપાળા શબ્દોથી ભરેલા એ રંગીલા
સ્વરાંકણોના કુંડાઓને ઊંચકનારા સુશ્રી લતા મંગેશકર અને
શ્રી મહેન્દ્ર કપુર જેવા વાણોતર હોય!
આપણાં લોકગીતોના શણ્ગાર અને અલંકારનું એક ઉમદા અને
મોંઘેરું ઘરેણું જેનો ઓપ કદી પણ ઝાંખો પડી શકે જ નહીં.
આભાર.
ચાંદસૂરજ
April 11th, 2007 at 8:09 am
ઝલસો પડી ગ્યો
April 12th, 2007 at 3:38 am
VERY GOOD WORK PL KEEP IT UP. WILL U PLEASE PUT ‘ANTAR MAM VIKSASIT KARO ANTAR TAR HAY’ [ GUAJRATI TRANSLATION OF A PRAYER IN BEGALI BY RABINDRANATH TAGORE. I WILL BE HIGHLY OBLIGED
April 12th, 2007 at 6:01 pm
khub saras bahu vakhte aa git sambhdva maliu. khub khub aabhar jaishree ben
April 13th, 2007 at 6:21 am
maja aavi gai savarna phorma
April 13th, 2007 at 10:26 am
Thx for adding this song.
April 20th, 2007 at 12:44 am
વાહ વાહ
August 12th, 2007 at 1:53 am
hai every body i like all gujarati song from heatly
October 6th, 2007 at 2:57 pm
one word wonderful…………….. thank u for keep in touch with bharat
October 12th, 2007 at 6:27 pm
[...] પાંદડુ લીલું ને રંગ રાતો હે જી મારી મહેંદીનો રંગ મદમાતો…. [...]
September 7th, 2008 at 3:28 pm
ગુજરતિ સન્સ્ક્રુતિ ને તમે તકવિ રખિ તે બદલ તમરો આભર્
January 19th, 2009 at 3:07 am
I really enjoyed the song. Thanks for keeping up this with good songs like this one…
Regards,
Hema
January 25th, 2009 at 9:41 am
આ ગયન મને બહુજ ગમ્યુ
July 2nd, 2009 at 8:45 am
આ ગિત બહુજ ગમેસે અમને. આ સિવય મહેન્દિ રન્ગ લગ્યો પન બહુજ સરસ સે.
July 28th, 2009 at 6:05 am
મારા મત પ્રમાને આ બહુજ સરસ ગાયન સે.
February 6th, 2010 at 10:47 am
thanks i love no word to describe for your effort,
i amm looking song and story/dayro by voice of manu gadhavi,if you find pl send me link or i would buy cd/dvd/ at whatever price,
March 14th, 2010 at 8:40 pm
enjoyed very much……good lyric, singers, music. excellent……
March 21st, 2010 at 2:46 am
મારુ ખુબ્જ પસન્દ્ગગીનુ ગિત!