એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ

સૌ મિત્રોને આજે જન્માષ્ટમીની અનેક શુભેચ્છાઓ.. ! અને કવિ શ્રી માધવ રામાનુજની આ કૃષ્ણજન્મના દિવસ યાદ કરાવતી કૃતિ..!!

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: પરેશ ભટ્ટ
સ્વર: શ્યામલ મુનશી

.

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એકવાર યમુનામાં…

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં…

– માધવ રામાનુજ

23 replies on “એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ”

 1. tahamansuri says:

  નઁદ ઘેર આનઁદ ભયો જય કન્હૈય્યાલાલ કી.

  કૃષ્ણનુઁ મુખ અને હોટ ક્યાઁથી લાવશો?
  મેળામા બહુ બહુ તો વાઁસળી મળે.

 2. shreya naik says:

  This song is very nice…..didi….
  HAPPY JANAMASTMI…..
  I request you please one prayer send for me….
  “E MALIK TERE BANDE HUM……”

 3. gunvant jani says:

  અભિનન્દન,
  જયશ્રી બહેન્,
  ખુબજ સુન્દર, ગમ્યુ.

 4. Bansilal Dhruva says:

  Fari Avun yamuna man poor ave ane kai ‘Vansali’na sur lave.
  Bansilal Dhruva

 5. Bansilal Dhruva says:

  Sathe Janmashtami ni SHUBHECHHA,
  Bansilal Dhruva

 6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

  એક વાર યમુનામાં આવ્યું આ તે કેવું’ક પૂર
  વાગી વાંસળી ને વહેતા થયા વાંસળીના સૂર
  પૂર ઊતર્યાં,વાગે આજ લગી વાંસળીના સૂર
  એક વાર યમુનામાં આવ્યું આ તે કેવું’ક પૂર

 7. Neela says:

  હું વર્ષો પહેલા આ ગીત શીખી હતી પણ ક્યાય સાંભ્ળ્યુ ન હતું આજે સાંભળ્યું.

 8. માધવ રામાનુજની ઘણી સરસ રચના પૈકીની મને ખુબ ગમતી રચના.
  મને આ પંક્તિઓ ખુબ ગમે છે.

  કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
  મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,

  કેવા રૂપાળા અદ્વિતીય રૂપો ની ગુંથણી કરી છે.
  માધવને ખુબ અભિનંદન.

 9. M.D.Gandhi, U.S.A. says:

  નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી,
  હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલકી.

  જનમાષ્ટમીના દિવસે આવું સરસ ગીત આપવા બદલ આભાર.

 10. Dinesh Madhu, Phoenix. says:

  જન્માષ્ટમીના દીવસે આ ગીત સાંભળ્યું. ખુબજ ગમ્યુ.
  Thank you very much.
  Happy Janmashtami to you and to your family.

 11. Ganesh Desai says:

  Dear Jaishriben: Can you please tell me more about the music composer – Paresh Bhatt – of this song?

 12. kirit bhagat says:

  very good.
  Kirit Bhagat

 13. Maheshchandra Naik says:

  સરસ કૃષ્ણ ગીત, શ્રી માધવ રામાનુજને અભિનદન અને આપનો આભાર્…….

 14. માધવ રામાનુજની અત્યંત સંવેદનશીલ રચના અને એવું જ મજાનું સ્વરાંકન અને ગાયકી…

 15. priyangu says:

  poor door door varsaad dekhay!
  first janmastmi without rain!! in my life.

 16. Tejal jani says:

  Madhav Ramanuj ni ek utkrusth rachna.. Bahu maja padi…

 17. dipesh shakwala says:

  Medam,
  It is gret please to you(tahuko.com)Jayshreeben Patel and feelingmultimedia.com because I have study feeling Depotsavi ank 2009 the said books gifted my friends Mr. Jayesh Sharm. I have study and applied in my mind to see the internet site http://www.tahuko.com all songs availabel at site

  Thaks to Jayshreeben Patel and feelingmultimedia.com
  Regards
  Dipesh Shakwala
  Advocate

  Surat-395001
  Gujarat

 18. Sarla Santwani says:

  Dear Ganeshbhai,

  I read your question about Paresh Bhatt, the music composer of this song. I am not sure Whetehr you got the answer ot noy. I had met him personally so I though I could tell you. Paresh Bhatt was originally from Surat, from a very learned family. His father was director of Samaj Seva Bhavan, Surat.He was a demonstrator in P.T Science college, Surta initially. Those days I was a student of Jeevan Bharati Vidyalaya, Surat. He and his sister were very good singers and I had heard them in several musical programs. Later, he was appointed as a Program Officer on All India Radio, Vadodara. I was working as an announcer part-time on AIR, Vadodara. He contributed very good music through AIR, Vadodara. He groomed well known singers like Ravin Nayak and others. Unfortunately at a very early age, due to electric shock, he passed away. Gujarati Music lost a very promising composer.
  If you have alredy received answer, you may overlook this.

 19. M.D.Gandhi, U.S.A. says:

  ઓગષ્ટનું કાવ્ય હમણાં મલ્યું. સરસ કવિતા છે.

 20. માધવભાઇ રામાનુજ ખરેખર આ લખાણ આપ શિવાય કદાચ કોઇ ન લખી શકે,
  આ કાવ્ય મા તમે રાધા અને કૃશ્ણ ના માધ્યમથી જીવન મા નવી વ્યક્તિ ના આગમન અને વિદાય ની બન્ને વેળાએ આખો થી વહેતી યમુનાની વાત વહેતી મુકીને તમારા ચાહ્કો ને તમારી હ્ર્દય ની સાચી વેદના નો સાક્ષાતકાર કરાવ્યો છે.
  જે ખુબજ વન્દનીય છે.
  આપને કોટિ કોટિ પ્રણામ………..

 21. kishor says:

  I it like very much.I want a song of lataji “mara te chitda no chor re maro savriyo”.please if possible with lyric.
  thanx.

  –kishor

 22. M.D.Gandhi, U.S.A. says:

  ફરીવાર આવી. સરસ રચના છે.

 23. NILESH BHATT says:

  this is the best bhakti song i have heard in my life

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *