મારા અંગથી સુવાસ તારી.. – હરીન્દ્ર દવે

ફેબ્રુઆરી ૨૦૦૭ માં મુકેલી કવિ શ્રી હરીન્દ્ર દવેની આ મઝાની કવિતા – આજે રિષભ ગ્રુપના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર..!

સ્વર – સ્વરાંકન – રિષભ ગ્રુપ

lovers_PY17_l

મારા અંગથી સુવાસ તારી નીતરી રહી :
એ જ સૌરભથી નામ તારું ચીતરી રહી.

મારી હથેળીમાં મૂક્યું તો નામ તારું
ઊગતા પરોઢિયાનો તારો ;
આછા અંધારામાં ઝીણું ઝીણું મરકે ને
અંજવાળે આખો જનમારો.

એક તારલાને જોતાં આભ વીસરી રહી;
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

નામને મેં હોઠથી અળગું કર્યું તો
મને થઇને પવન વીંટળાય;
મારા એકાંતની કુંજમા આ નામ તારું
લગનીની ડાળે લહેરાય.

હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

20 replies on “મારા અંગથી સુવાસ તારી.. – હરીન્દ્ર દવે”

 1. vishwadeep says:

  મારા અંગથી સુવાસ તારી નિતરતી રહી…એ સુવાસની સરિતામાં એ ન્હાતી રહી!!

 2. Ami says:

  અતિ સુંદર ગીત.

 3. chandani says:

  hi, jayshree
  very nice
  મારી હથેળીમાં મૂક્યું તો નામ તારું
  ઊગતા પરોઢિયાનો તારો ;
  આછા અંધારામાં ઝીણું ઝીણું મરકે ને
  અંજવાળે આખો જનમારો.

  thanks

 4. Harshad Jangla says:

  ચિત્ર અને કવિતા બન્ને સુંદર
  આભાર જયશ્રી

 5. paresh says:

  awesome……

  Tu na hoy, chhata tari yaad ma hu maghmagh hou..
  tya virah chokkas sugandh thayi ne mehke chhe…

  I liked ur post too much….I tried to write in gujarati but i messed up…will try next time…anyways thanks jaishree,
  Paresh

 6. ashalata says:

  very Nice !!!!!!!

 7. હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી….

  …વિરોધાભાસી કલ્પનોથી વાતને વેધક બનાવવાની કળા હરીન્દ્રભાઈની લાક્ષણિક્તા છે…

 8. જયશ્રીબેન,
  મારા અંગથી સુવાસ તારી.. – હરીન્દ્ર દવે
  By Jayshree, on February 25th, 2007 in ગીત , હરીન્દ્ર દવે |
  યુવા યુવતીની લાગણી સભરવાળું અતિસુદર ગીત
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 9. Mehmood says:

  તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
  આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

  ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
  મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

 10. dipti says:

  ગમ્યુ…

  નામને મેં હોઠથી અળગું કર્યું તો
  મને થઇને પવન વીંટળાય;
  મારા એકાંતની કુંજમા આ નામ તારું
  લગનીની ડાળે લહેરાય.

  હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી
  મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

 11. Ullas Oza says:

  સુન્દર ગેીત

 12. Dr Jayendra M Kotak says:

  જયશ્રીજી

  બહુજ ગમ્યું

  ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
  મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

  વાહ વાહ

  ડો કોટક

 13. Subhash says:

  મારા અંગથી સુવાસ તારી નીતરી રહી :
  એ જ સૌરભથી નામ તારું ચીતરી રહી.

  વાહ શુ શબ્દો છે………

  બહુ જ્ સરસ !!!!!!!!!!!!!!

 14. sneha h patel says:

  શું મીઠા મધુરા શબ્દો છે..વાહ..આભાર જયશ્રીબેન..

 15. Dinesh Pandya says:

  મારી હથેળીમાં મૂકેલું તારું નામ જાણે ઊગતા પરોઢિયાનો તારો
  કે જે આછા અંધારામાં ઝીણું ઝીણું મરકે ને મારા આખા જનમારાને અજવાળે
  હરિન્દ્રદવેની એક સુંદર રચના.
  ધન્યવાદ્!

  દિનેશ

 16. Rekha shukla(Chicago) says:

  નામને મેં હોઠથી અળગું કર્યું તો
  મને થઇને પવન વીંટળાય;
  મારા એકાંતની કુંજમા આ નામ તારું
  લગનીની ડાળે લહેરાય.
  હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી
  મારા અંગથી સુવાસ તારી નીતરી રહી….હરિન્દ્રદવેની એક સુંદર રચના મુકવા
  માટે ધન્યવાદ્!શું મીઠા મધુરા શબ્દો છે..વાહ..!!ચિત્ર અને કવિતા બન્ને સુંદર..!!

 17. Maheshchandra Naik says:

  કવિશ્રી હરીન્દ્રભઈને સલામ, રીષભ ગ્રુપને સરસ ગીત માટે અભિનદન અને સરસ ચિત્ર માટે આપનો આભાર…………………

 18. રચના તો સરસ જ છે પણ મજાની ગાયકી ભાવવિશ્વને વિસ્તરવામાં સહાયરૂપ નીવડે છે… મજા આવી…

 19. riddhi.bharat says:

  ખુબ જ ગ્મ્યુ.

 20. પ્રિતેશ રાઠોડ્ says:

  ખૂબજ સુન્દર રચના છે સાથ મળે કોકિલ કંઠનો, સાંભળવાની મજા આવી ગઇ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *