છે ઘણાં એવા કે જેઓ … – સૈફ પાલનપૂરી

chhe ghana eva

.

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

( કવિ પરિચય )

29 replies on “છે ઘણાં એવા કે જેઓ … – સૈફ પાલનપૂરી”

 1. Harshad Jangla says:

  યાદ કંઈ આવ્યુ નહીં પણ આંસુઓ આવી ગયા
  સુંદર ગઝલ
  આભાર

 2. keyur says:

  દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
  દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.
  ‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
  પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!
  very nice

 3. Ami says:

  ઓહો જયશ્રી,

  નાનો ફેર સાથે …
  હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
  યાદ ઘણુ આવ્યુ અને આંસુઓ પણ આવી ગયાં.

  આભાર

 4. Akta says:

  મેં લખેલો લઈ ગયા – પોતે લખેલો દઈ ગયા,
  છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા
  કેમ ચ્હો? મે આ જો બરોબર સમજિ હોય તો ઉન્ધુ નથિ?
  મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
  જુના પત્રો પરત કરિયા એમ ચ્હે. મને લાગે ચ્હે. બાકિ તમે જાનો. પરન્તુ અએક વાત જરુર કહિસ, અહિ વિદેસ મા રહિને આ સરસ ગિતો સાભલિયે ચ્હિઅએ એના માતે તમારો માનિએ તેતલો આભાર્ ઓચો ચે.

 5. અક્તા સાચુ કહે છે…

  મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
  ઉપરની લીટીમાં દઈની જગ્યાએ લઈ અને લઈની જગ્યાએ દઈ આવે,માનનીય મનહર ઉદાસ સાહેબે પણ એમજ ગાયુ છે…

  આ ગીત મારૂ ખુબજ પ્રીય છે….

 6. Aashutosh says:

  મજા આવિ ગઈ

 7. vishal says:

  અદભત્

 8. kiran says:

  ખરેખ્રર ખુબજ સુન્દર ને દિલ ને સ્પર્સતા સબ્દો સુમેલપ આ ગઝ્લ મા છે….

 9. kirtikumar says:

  જયશ્રિબેન,
  ાભિનન્દન્,
  નિચેનુ ગિત મુકિ આભરિ કરશો.
  સાત સાત પગલા સાથે ચાલિને તમે માગ્યોતો મરો હાથ
  બિજલ ઉપાદ્યાય

 10. pari says:

  બહુ જ સરસ્…………..પન આન્સુ આવિ ગયા………….

 11. Nikit, Shah says:

  Hey there,

  one more of my favorite songs is not working. Please try to fix this guys.

  Thanks
  Nikit

 12. jyoti says:

  jayshree,
  Cannot open this song: Che eva ghana ke jeo

  02/19/2008

 13. Jit says:

  Cannot play the song.

 14. Jayshree & all our team,
  Thank you so much for we can Enjoy play song with Lyriks.
  We are waiting when restart song music & gujarati ma lakhayel geet.

 15. suril gohel says:

  i am not able to listen to this song pls do something its one of my favourites.
  plsssssssssss
  hi can u also post
  ગગનવાસિ ધરા પર બે ઘદિ સ્વસો ભરિ તો જો………
  i m looking for it a for a long time pls

 16. Jayshree says:

  error fixed.
  thank you….

 17. Radha says:

  …..હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતી,
  યાદ ની સાથે – આંસુઓ પણ આવી ગયાં….

 18. nutansurti says:

  વાહ!

 19. nirali says:

  I love gazal.

 20. nirali says:

  આપના સનગા નિ શરુઆ થાતિ જાય

 21. chetan shah says:

  Jayshreeben, you can perhaps include this one. It is a beautiful gazal by shaif palanpuri and sung by Manhar Udhas.

  http://www.youtube.com/watch?v=8VmVnaef-Hs

 22. gaurang says:

  કેમ છો

 23. thakorbhai says:

  ખુબ જ સરસ કાવ્ય

 24. Just 4 You says:

  દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
  દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

  હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
  યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં…

 25. kamal gulabiii says:

  દોસ્તો
  મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
  છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.
  આહિ મત્લબ બહુ ઉન્ચો છે ,,,દોસ્તો પ્રથમ જે પત્રો લખીયા હતા તે એક બિજા એ પાછા આપી દ્દિધા કે જાને પાત્રો નો વ્યવ્હાર પુર્ન જ કરવાનો હોય

 26. ATUL NADIYAPARA says:

  હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
  યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.
  અને એ પણ પત્ર ની યાદ માજ

 27. Manisha Tramata says:

  Bahot aachi poem hai i like so much..
  me bhi poem banati ho or bahot sari banai huyi hai
  when i have free time i creat poems..

 28. kamal gulabiii says:

  મનિષા જી, શુ આપની કોઇ ક્રુત્તિ હુ નીહાળી શકુ ???

 29. indravadansinh says:

  હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
  યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં. અદભૂત……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *