એક લોકકથા – સૈફ પાલનપૂરી

.

એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો.

પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,
હર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’
સૈનિક બોલ્યા : હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું ?
પ્રેમિકાનું નામ છે શું ? ને પ્રેમિકાનું ઠામ છે શું ?

ચોર લૂંટારુ હોય તો રાજન પકડીને હાજર કરીએ.
શત્રુ હોય જો કિલ્લા સમ તો સામે જઇને સર કરીએ;
પણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઇ જ્ઞાન નથી.
પ્રેમિકા શું ? પ્રેમી છે શું ? કંઇ એનું અમને ભાન નથી.

પંડિત બોલ્યા : પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ
બારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ
સૈનિક ચાલ્યા શોધ મહીં ને શોધ કરીને લઇ આવ્યા
શહેરમાં જઇ એક ડોસીમાને હરીફરીને લઇ આવ્યા.

બોલ્યા માલિક સમજ પડે ના એવું કંઇ સમજાવે છે,
આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે.
લગ્નપ્રસંગે સૌથી પહેલાં એનું ઘર શણગારે છે,
એની આશિષ સૌથી પહેલાં મંડપમાં સ્વીકારે છે.

રાજા શું કે શું પંડિતજી સૂણીને સૌના મન ઝૂમ્યાં
વારાફરતી જઇને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા.
આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી,
બોલ્યા : બેટા, જીવી ગઇ છું આખું જીવન ધીર ધરી.

પરદેશી જો પાછો આવત- મારે પણ એક હીરો હોત,
મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત.
વાત પુરાણી યાદ આવી ને આંખથી આંસુ છલકાયાં,
જ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.

18 replies on “એક લોકકથા – સૈફ પાલનપૂરી”

  1. પહેલી વાર જ આ લોકકથા ગઝલ ના રૂપ માં સાંભળી , એક એક શબ્દો હ્રદય ને ઊંડો ઘા કરી જાય છે.
    વાહ ! ! ખૂબ મઝા આવી એમાંય છેલ્લી પંક્તિ તો .. પહેલી પંક્તિ નો જવાબ છે
    આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
    ………………………………………….
    જ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.
    ફૂલ તો એમને એમ નથી સર્જાતાં પણ આતો આખા જીવન નો નિચોડ છે

  2. ફક્ત ૩ દિવસ થયા વેબ સાઈટ ની ઓળખાણ થઈ પણ જાણે કે ખજાનો મળી ગયો મારી જીંદગી માં ગુજરાતી સાહિત્ય નો ભંડાર ખુલી ગયો.

  3. આખો દિવસ મા જ્યરે સમય મલે ત્યરે હુન તહુકો નિ વેબ સાએત મન દોકિય કર્યજ કરુન્ચ્હુ અને માન્યાજ કરુન્ચ્હુ..કોનિ કોમેન્ત આપુ અને કોઇ રહિ પન જાય !શુન કરુન્?ખરેખર મન્હર ભૈ ન સ્વર મા લોક કથ ને ચર ચન્દ લાગિ ગયા..આર્ચ વ એત્લે આર્ચિવ બિજુ કૈ નૈ…..આભાર્..રન્જિત્..જૈશ્રિક્રિશ્ન..

  4. જિવન મા સ્થિર થવાના સ્વપના પુરા થાય કઇઇ રિતે?
    દશા એવિ ચ્હે કે નિન્દાર્મા યે સલ્વલ્તો રહુન હુઉન્.બેફામ્

  5. જિવન મા સ્થિર થવાના સ્વપના પુરા થાય કઇઇ રિતે?
    દશા એવિ ચ્હે કે નિન્દાર્મા યે સલ્વલ્તો રહુન ચ્હુન હુઉન્.બેફામ્

  6. i am passionate about gujrati songs/gazals/shayaries etc..sorry i am not able to listen the songs ..pls guide me how do i can listen from this website.

  7. W O N D E R F U L ! ! !

    at first I was under impression that is a short story, while clicking on that subject and hearing voice I am very much pleased.
    Thanks!

  8. કોઇ ને જન્ખે ચ્હે કાય્મ્ બહુ ઉદઅસ ચ્હે આ રાત તુ આવ્ દોસ્ત તારા સમ બહુ ઉદાસ્ ચ્હે આ રાત મનહર ઉધાસ ના સ્વ્ર મા

  9. આંખો આંસુથી છલકાઈ ગઈને?
    આ ‘સૈફ’ છે મિત્રો,જાણો છો?
    એક યાદ બની હવે રહી ગયા;
    કેવા રમતારામ હતા,જાણો છો?

    મન તંગ હોય,અંગ તંગ હોય;
    તો થોડું રડી લેવું જરુરી હોયછે;
    અને રડવું જો ના આવે તો?તો
    સૈફની આ યાદ જરુરી હોય છે.

    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.

  10. પરદેશી જો પાછો આવત- મારે પણ એક હીરો હોત,
    મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત.
    વાત પુરાણી યાદ આવી ને આંખથી આંસુ છલકાયાં,
    જ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.

    હૈયાના ઉઁડાણમાઁથેી ઉભરેલા શબ્દો.

    Simply Great..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *