.
શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……
એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી……
વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….
Awsome n extraordinary gazal eveh..I listen this song since 7 years..
જ્યશ્રિબેન નમ્સ્તે .મોસમ જોય ને વિક્સ્તુ હ્તુ. હોવુ જોઇએનહિકે,મલક્તુ
સાથો સાથ “એણે આંખના આસોપાલવથી,” અહી ‘આંખ’ ના બદલે “યાદ” હોવુ જોઇયે.
Heared this song after long time…so nice to hear such kind of songs
its so nice.
I like it so much. It is touching my heart.
આ શાહ્જાદિ મારે જોવી હોય તો શુ કરુ?
બહુજ સુન્દર શબ્દો લખ્યા
મારિ બે ગમતિ ગઝલ
શાંત ઝરૂખે અને કંકોતરી
મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
. સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
. કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
. જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
. શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
. દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
. કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
. ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
. તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !
કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
. કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
. મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !
એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
. આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
. ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.
‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
. હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
. એ પારકી બની જશે, હું એનો એ જ છું !
-આસિમ રાંદેરી
ખૂબ સરસ કાવ્ય
ગુજરાતી ભાષા લુપ્ત થઇ જવાની છે (ગુજરાતી જનતાની હાજરીમાં) એવી પોકળ દલિલોને ઉત્તેજના આપવામાં હું માનતો નથી.પણ હા, એક વાત લખવાનો લોભ ટાળી શકતો નથી કે, આવી વેબસાઇટ્સની હાજરીમાં પરદેશી ભાષાઓના આક્રમણને આપણી ભાષા બહુ આસાનીથી ખાળી લેશે…
ગુજરાતી ભાષાને ઉત્તેજના આપનારા પરીબળ સમી વેબસાઇટની રચના બદલ લાખ લાખ અભિનંદન……
સરસ ગઝલ બનાવેલ છે. માય ફેવરીટ ગઝલ છે.
Dear Jayshreeben,
I used to see and hear all the poems. I am giving so many wishes for this nice site.
We r very grateful to u for this site. When v see this, v remember our old days.
I would like to know, How I can here this gazal- Shant grukhe se vat- Please write step by step. I open this but I can’t see play key.Please, hepl me. I will be very grateful.
Take care.
Hansa
Go to the following link – Site Guide and then go to the direction – How to listen music on this website ?? on the page.
ખુબજ સુન્દર શબ્દો અને સાથે અનેરો સ્વર
extraordinary ghazal.
આ ગઝલ માટે આપ નો ખુબ ખુબ આભાર
એક ઝરુખે વાત્ત નિરખ્તિ એક્ સાન્ત રુપ નિ રાનિ જો ઈ હતિ
બહુજ સુન્દર અકલ્પનિય વિસ્મર્નિય થન્ક યોઉ તહુહકોોમ્
સરસ, very nice, heart touching thanks..
ખરેખર આજે આ ગઝલ સામભળિ ને મને મારો પહેલો એક તરફિ પ્રેમ યાદ આવિ ગયો.આભાર
એક ગઝલ જેણે મને પ્રેમ આવો પણ હોય સકે એવો અભ્યાસ કરવ્યો
i m listing this one from last five year …
AWESOME…
JUST LOVE THIS GAZAL
SHANT ZARUKHO IS A BEAUTIFUL BRIDGE BETWEEN 2 HEARTS OF ME N MY BEST FRIEND.
ITS A SARTAAJ OF ALL GAZALZ…
wah wahhhhhhhhh…
“શાંત ઝરૂખો ….” મનહર ઉધાસની ગવાયેલ ગઝલ ખરેખર ખૂબ જ સુંદર અને મનહર ઉધાસનો મખમલી અવાજ બહુ જ ખૂબ જ ગમે છે … વારે વારે સાંભળવુ ગમે છે…. ધન્યવાદ..
આ ગઝલ સાભળૅ નૅ સારુ લાગે
Extreme heart touching