બા – મુકેશ જોષી

મુકેશ જોષીની એક ખૂબ ગમતી કવિતા, એમના જ અવાજમાં…! મારે જો કોઇ ‘બા’ કાવ્ય યાદ કરવાનું હોય તો મને વિપિન પરીખનું ‘મને મારી ભાષા ગમે છે, કારણ મને મારી બા ગમે છે‘ સૌથી પહેલા યાદ આવે.. એ કાવ્યમેં કદાચ ઘણા વર્ષો પહેલા ચિત્રલેખામાં વાંચેલું, અને ત્યારથી જ ઘણું ગમી ગયેલું. મુકેશ જોષીનું આજનું આ ગીત જો કે ગામમાં રહેતા ‘દાદીમા’ માટેનું છે..! અને ધવલભાઇ કહે છે એમ, ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરે છે આ ગીત..

સ્વર : કવિ મુકેશ જોષી

This text will be replaced

બા એકલાં જીવે
બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે ….. બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે ….. બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે

કમ સે કમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ
નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
ભીની આંખે દાદાજીના ફોટા સામે પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે કોઇ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે

– મુકેશ જોષી

39 replies on “બા – મુકેશ જોષી”

 1. Seema says:

  મુકેશ જોષીને સાંભળવા એ પણ એક લ્હાવો છે.

 2. વ્હાલને રસગુલ્લાની ચાસણી સાથે સરખાવ્યુઁ તે ગમ્યુઁ નહીઁ.તે વ્હાલ તો અનુપમ છે શબ્દોમાઁ એ કેવી રીતે બઁધાય?

 3. sudhir patel says:

  મોટાબાની યાદ અપાવતું ખૂબ જ અસરકારક ગીત!
  મોટાબા હવે નથી, પરંતું લાઠી વેકેશનમાં જઈએ ત્યારે સુખડી અને શીરા સાથે ગરમાગરમ ભજીયા કરી દેતા એ હજી પણ સ્વાદમાં છે!
  સુધીર પટેલ.

 4. ખૂબ જ સુંદર ગીત…કવિનાં પોતાના અવાજમાં જરા વધુ જ જામે છે.

 5. કેતન રૈયાણી says:

  મુકેશ જોષી હોય પછી તો પૂછવું જ શું? ખૂબ જ સુંદર રચના… ઘણા સમય પહેલા ક્યાંક વાંચવામાં આવી હતી, ને આજે તો એમના જ અવાજમાં…સુંદરમ્ રચિત “બાનો ફોટોગ્રાફ્” યાદ આવી ગયું…

 6. મુકેશ જોષીના પોતાના અવાજમાં કવિતા સાંભળીએ ત્યારે સાચે જ સમજાય કે કવિતા એ કાનની કળા છે !!!

 7. Akshay Kantharia says:

  Jayshreeben,
  Superb..!!!

  I could not prevent tears from my eyes.
  It is very sentimental.

  – Akshay Kantharia

 8. Tejas Shah says:

  ખૂબ સરસ રીતે લખાયેલ ભાવની અભિવ્યક્તિ

 9. kirankumar chauhan says:

  ખૂબ જ હ્રદયસ્પર્શી ગીત.

 10. praful dave says:

  એક ભાભો બોવ લોભિયો..

 11. Brinda says:

  મારાથી ગીત સાંભળી શકાતા નથી, શું કરી શકાય?

 12. M.D.Gandhi, U.S.A. says:

  બહુ કરુણ ગીત છે. આજે બા સાથે જે થાય છે તે કાલે પોતાના છોકરાઓ તેની સાથે કરશે, કુદરતનો નિયમ છે. માબાપ પાસે પૈસા કે માલ-મીલ્કત, ઘર, બંગલો, જમીન વગેરે ના હોય તો છોકરાઓ દૂર ગયા પછી તેમને માબાપની કઈં પડી નથી.

  આજકલ તો લગભગ દરેક કુટુંબની આ હાલત છે.

 13. Amrut naik says:

  જયશ્રેીબહેન, ઘનુ જ ભાવવાહેી કાવ્ય. સુનદર રજુઆત. કવિએ બાનિ એકલતાના ભાવ વિશે સુન્દર રજુઆત કરેી પરન્તુ “મરતિ માનેી વિદાઈ” માન માનિ નિરાધાર થતાન બાલકો માતેનિ દર્દભરિ લાગનેી દર્શાવતુન કાવ્ય મારે સાન્ભલવુન ચ્હે . મલે તો જરુર રજુ કરવા વિનન્તિ. અમ્રુતભાઈ.

 14. વેધક વાતની ધારદાર રજૂઆત.

 15. સરસ અને સરસ…
  વધુ કોઇ શબ્દો જ નથિ..

 16. બા-જેવું કાવ્યત્વ જે મુકેશ જોશીએ
  આલેખ્યું છે એ બધા સંતાનોના મનની વાત હોય એવું નથી લાગતું?
  સુંદર રચના.
  કવિના અવાજમાં વધુ ગળચટ્ટી થઈ.

 17. chintan says:

  યાદ ના કરાવો કે રડ્યો નથી,
  બા ને જતા જોઇ ડગ્યો નથી,
  જે રસ્તે ચાર જણ લઈ ગયા’તા બા ને,
  એ રસ્તે રોજ તાકવાનુ ભુલ્યો નથી.
  thanks……..

 18. ખુબ સરસ કાવ્ય ….
  સુન્દર રજુઆત ….
  તહુકો .કોમ નુ નવુ રુપ ગમ્યુ…..

 19. Maheshchandra Naik says:

  બાની વાતો યાદ શ્રી મુકેશભાઈએ કરાવી, કવિતાને કવિશ્રીને સ્વમુખે સામ્ભળવાથી આન્ધળી માનો કાગળ કવિતા યાદ આવી ગઈ…….

 20. Kaushik Trivedi says:

  શબ્દો ને feelings મા વાચા આપતુ કાવ્ય.. મુકેશ ભાઈ Joshi atayant apratim rachana..and it’s always great to listen in voice of it’s creator. It starts with happy memories but sharpens towards end as such already mentioned by Dhaval Bhai is very right..facts of life and descripted like we are watching everything.Najar samaksh BA jivant karva Mukesh bhai e shabdo bahu gani gani ne kotrya chhe..very touchy..

 21. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

  શું લખું ભાઈ મારા, આંખમાં આંસુ છે બોર બોર.
  બાતો હવે સ્વર્ગે ગઈ ને આંખો શોધે છે ચારેકોર.
  જન્મે એ મરે છે.મરે એ જન્મે છે.જો હોય સત્ય.
  તો માગું આટલુઃઆપો મારી બા,થઈશ કૃતકૃત્ય.

 22. kantilal kallaiwalla says:

  Every one cannot be a poet and every one cannot be a singer but when poetry/song is presented to public at large and if then words speak the TRUTH, poet and singer deserve the salute.This poem is the best I found and therefore I salute poet and singer

 23. shailesh jani says:

  કમ સે કમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ
  નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ

  આજ ના જિવન નિ આ કથોર કરુનતા ચ્હે કે આપને કાગલ લખવાનુ ભુલિ ગયા ચ્હિએ. સમય કેવો ખરાબ અવ્યો કે જુના કાગલો સન્ચવિને યાદગિરિ મા રખાવા પદે. તપાલ નિ કિમત માત્ર પચ્ચિસ જ પૈસા પન માનસ પાસે પોસ્ત્કાર્દ લેવા જવાનો કે લખવાનો સમય નથિ. કદાચ ફોન નો કે મોબાઈલ નો ખર્ચ તપાલ કરતા વધારે હશે તો પન મિસ કોલ મારવા વલો તપાલ નહિ લખે. શુ કરુનતા ચ્હે…………….. વિગ્યાન નિ બલિહારિ ચ્હે ભઈ.

  શૈલેશ જાનિ

 24. shailesh jani says:

  મા ઈ મા ને બિજા બધા વગદા ના વા………. આથિ વધુ કશુ લખિ શકાય જ નહિ.

  આન્ખો ભિનિ થૈ ગૈ.

  શૈલેશ જાનિ

 25. jignesh upadhyay says:

  મુકેશનની કવિતા મા રમેશ અનુભવય

 26. NIKHIL TRIVEDI says:

  મુકેશભાઈનુ આ ગિત આન્ખ્ ભિનિ કરિ ગયુ……

 27. મુકેશ્ભાઈ શુ કહુ આપના આ કાવ્ય માતે !!i remembered 1 lesson of past its title was ‘VALAVI BA AAVI’ Lagbhag ej lagni padhy swrupe pragat thai che. 3 kalak no program ‘MA BAP NE BHULSO NAHI ‘JE KAHE TE MUKESH BHAI E thodi panktio ma kahi didhu. MUKESHBHAI na awaz ma kavita na aroh avroh sari rite samji sakaya che. -CONGRATULATION. ==== if posible give adress of mukesh joshi THANKYU

 28. પાર્થ says:

  મારી બા મારી પાસે જ છે. હુ ક્યારે પન મારા થેી દુર નૈ થવા દૌ. મુકેશભાઈ

 29. Shirin says:

  mukeshbhai ne livsvar mane program man teo na svar man sambhdyu hatu, tyarthi fari sambhadvu hatu thanks a lot.jaishree.

 30. rajeshree trivedi says:

  બા……. શબ્દ જ મુર્તિમઁત વ્હાલ અને આઁસુનો દરિયો થૈ દરેક વ્યક્તિની રગરગમાઁ સમાયેલો છે.કાવ્યઠનના લ્હાવા સાથે શૈશવની ગલીઑમાઁ ઘૂમી વળાયુ,ડૂમો ઓગાળ્વા ફરી વખત સાઁભળવુ પડ્યુ ત્યારે એની ગેરહાજરી હાજર થૈ ઘેરી વળી.અતિસુઁદર.

 31. uma says:

  radavee deedha…sachee vaat chhe “Ma te Ma bakee baadha vagadana vaa”

 32. jatin maru says:

  Undoubtedly an excellent creation full of emotions, words are not enough to appreciate this creation.

 33. Rudraprasad Bhatt says:

  શ્રી મુકેશ જોશીનું આ કાવ્ય ખરેખર રડાવી ગયું.બામાટે લખાયેલું ડો. રક્ષાબેન દવે નું કાવ્ય યાદ આવે છે.માત્ર ત્રણ પંક્તિ જ લખું છુ
  બા વિનાનું ઘર તો જાણે દેવ વિનાનું દેવળ ,બા વિનાનું ઘર તો જાણે અન્ન વિનાની પાતળ,બા વિનાનું ઘર તો જાણે જળ વિનાનું વાદળ.
  શ્રી મુકેશભાઈએ આજના સમાજની વાસ્તવિકતા જ લખી છે

 34. ASHVIN SANGHAVI says:

  How realistic and down to earth.

 35. BHAVESH SHAH says:

  બા…….કવ્ય રદય સ્પર્શિ છે.

 36. thakorbhai patel says:

  બા દુનિયાનુ રતન
  મારી તો બાનુ નામ પણ રતન
  બા દુનિયાનુ રતન
  બા દુનિયાનુ રતન
  ખુબ જ્ સરસ

 37. hari mehta says:

  બા cannot see anymore,nor can she hear….but she can make you cry or laugh…make you see her presence and feel her existance for ever…
  hari

 38. gita c kansara says:

  ભાવવાહેી ગેીત્.બાનેી મુર્તિ નજર સમક્ષ દેખાઈ.
  જગતનેી વાસ્તવિકતાનુ આબેહુબ દર્શન કરાવ્યુ તમેતો.
  મા તે મા બેીજા બધા ……….

 39. શ્રી મુકેશ જોશીનું આ કાવ્ય ખરેખર રડાવી ગયું. મારે તો બા નથિ. અને મારા સન્તાનો પન મા વગર ના થૈ ગયા છે. ઍટલૅ
  ખુબ લાગી આવે . મુકેશ જોશી ને ખુબખુબ ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *