હું મળીશ જ – રાજેન્દ્ર શુક્લ

આજે ૧૨ ઓક્ટોબર ૨૦૦૯ – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો ૬૭મો જન્મદિવસ..! આપણા બધા તરફથી એમને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે… ટહુકો પર પહેલા મુકાયેલી આ ગઝલ – આજે એમના પોતાના અવાજમાં ફરીથી સાંભળીએ.

( દામોદર કુંડ, જુનાગઢ……..  Photo: Junagadh Tourist Information Center)

* * * * * * *

.

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

26 replies on “હું મળીશ જ – રાજેન્દ્ર શુક્લ”

 1. Vihang Vyas says:

  વતન પ્રેમની અસંખ્ય કવિતા આપણા ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે તેમા આ ગઝલ અનન્ય છે. જુનાગઢ કવિની ચેતના સાથે કેવું વણાઈ ગયું છે તેની પ્રતિતિ થાય છે.અનુભુતિ તો જુઓ,
  બપોરે ઉપરકોટની સૂની રાંગે,
  અટુલા કોઈ કાંગરે હું મળીશજ.
  આ સાથે સ્વ. મનોજ ખંડેરિયાનાં એક શેરનું સ્મરણ થાય છે,
  ” હવે આથી વધારે જોઈએ બીજુ શું જીવનમાં,
  ગઝલ છે, ગિર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.”

 2. Jugalkishor says:

  રાજેન્દ્ર આપણી કવિતાનું ઘરેણું છે. એમની વાણી એમની જ નહીં અન્ય કવિઓની કવિતાને ય એક સાચો ઢાળ આપી દ્યે છે,એમની કાવ્યપઠનની વિશિષ્ટ શૈલીને કારણે.એમની કવિતાના જેવું જ એમનું કાવ્યપઠન હોય છે.

 3. સુંદર ગઝલ…

 4. amit says:

  nice..

 5. ankur suchak says:

  gr8

 6. vipulpatel954 says:

  ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
  કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

  મને ગોતવામાં જ ખોવાયો છું આ
  પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

 7. Amita says:

  તમે મ્કલેલુ ગેીત હુ બિજાન્ એ-મૈલ થિ મોકલિ શકુ? શેર કરવુ ચ્હે. કેમ કરવુ?

 8. Taha Mansuri says:

  કવિશ્રીને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,
  સાથે સાથે “વલી ગુજરાતી” પારિતોષિક મેળવવા બદલ પણ ખુબખુબ અભિનંદન.

  “આદિલ” યે “વલી” હી કી દુઆઓં કા અસર હૈ,
  ફિર ગર્મે સુખન મેહફિલે ગુજરાત હુઇ હૈ.

 9. Taha Mansuri says:

  કવિશ્રીનો એક ખુબ જ ગમતો શેર.

  “હું ગઝલ લખી શકું બસ એટલૂં,
  મર્મ તો તેઓ જ સમજાવી શકે.”

 10. sapana says:

  સરસ ગઝલ્.
  સપના

 11. P Shah says:

  કવિ શ્રીને જન્મદિવસની વધાઈ

 12. Vijay Bhatt( Los Angeles) says:

  સુન્દર વતન પ્રેમની ગ્ઝલ…!

  મનોજ, રજેન્રદ્ર અને બીજા જુનાગ્ધ ના ક્વિ ઓ …. વ્તન પ્રેમ્…

 13. Govind Maru says:

  મા. શ્રી રાજેન્દ્રભાઈ શુક્લજીના ૬૭મો જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ..

 14. BB says:

  Very nice Gazal .Happy Birthday to Rajendrabhai.

 15. ક્યાં વળી ટિકીટના પૈસા જુનાગઢ સુધીના ખર્ચાવો છો તમને મળવા?
  અમારા રક્તના કણકણમાં વસ્યા છો તમે.ક્યાં અન્ય તમને શોધવા?

 16. Rajesh Vyas says:

  Jayshree !!

  Just superb it is… Especially,sensational line is, “chhata yaad aave to KEDAR gaajo, tarat aavine bhitarey hoon malishj”

  Regards,
  RAJESH VYAS
  CHENNAI

 17. M.D.Gandhi, U.S.A. says:

  શ્રી રાજેન્દ્રભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

  સરસ ગઝલ છે.

 18. રાજેન્દ્રભાઈને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ !
  અફલાતુન ગઝલ્.અત્યંત ધારદાર કાવ્ય પઠન.
  આ પંક્તિઓ વધુ ગમી.

  શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
  કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

  મને ગોતવામાં જ ખોવાયો છું આ
  પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

  બાપુને ઘણી ખમ્મા…

 19. રાજેન્દ્ર શુક્લ સાહેબની રચનાઓ મને ખુબ જ ગમે છે..અભિનંદન

 20. જેટલીવાર વાંચો એટલીવાર વધુ ગમતી જાય એવી અદકેરી ગઝલ.. બધા જ શેર સરસ થયા છે…

 21. જ્યા ચુમમ્વાની વાત કરી તો મુખડુ ફેર વી ીધુ,
  બળ જ્બરી થી ચુમી તો ધીમે થી મલકી લીધુ…
  In 1957-58 When I was student in Baroda
  college,I was inspired to write this imaging my beloved..The sense conveyed in
  Aisha Dadawala, isn’t converse to reaction
  of my oldone? RameshParmar,from Baroda.

 22. dipti says:

  ફરીફરીને વાંચવી ગમે તેવી ગઝલ…

  …..છતા યાદ આવે તો કેદાર ગાજો
  તરત આવીને ભીતરે હું મળીશ જ..

 23. Mehmood says:

  પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
  સમયના કોઇ પણ થરે હું મળીશ જ….સુંદર રચના..
  સ્

 24. Nishith Pattani says:

  શ્રી કૃષ્ણ ગીતા ગાવા યુગે યુગે આવે જ છે તેની પ્રતીતિ રાજેન્દ્રભાઈ ના આ ગીત થી થાય છે . આવી સરસ રચના અને તેની ઓડીઓ કવિશ્રી ના અવાજ માં મુકવા બદલ ખુબ ખુબ અભિનંદન – નિશીથ પટ્ટણી

 25. haresh vadavia says:

  RAJENDRA SUKAL AAPANA KAVY RUSHI CHHE AEMANI AA RACHANA VHECHAVA MATE ANTARTHI AABHAR….

 26. Heta Desai says:

  વાહ…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *