ઝૂમી ગઝલ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ત્રીજી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..!

kupan3.jpg

(ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી… 2 જુલાઈ, 2007 )

*

લયમાં ઢળી
તારી યાદ- ને બની
ગઈ ગઝલ!

*

આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!

પાનખરમાં થઈ વસંતી વાયરો ઉડી ગઝલ,
ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી ગઝલ.

અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.

વેદનાને તળિયે જઈ સમૃદ્ધ થઈ પાછી ફરી,
દીન થઈ ગઈ રાહમાં, કોણે હતી લૂંટી ગઝલ?

આમ તો કાયમ કટાણે જ એ નજીક આવી હતી,
લાડ જ્યારે ના કર્યા ત્યારે ફરી રૂઠી ગઝલ.

મોકલાવ્યું મેં તને દર્પણ બનાવી ઊર્મિનું,
કંઇ ન દેખાયું તને તરડાઈને તૂટી ગઝલ.

-’ઊર્મિ’

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

10 replies on “ઝૂમી ગઝલ – ઊર્મિ”

 1. Harsukh Doshi says:

  Vasantma to Kupan fute,
  Pan pankharma vicharoni drasti khule,
  ae to Kavini kalpna ne 1000s Dhanyavad deva joye.
  My heartiest congratulations to Urmiben whose name is well selected by her parent.

 2. Himanshu says:

  ઉર્મી – મજા આવી ગઇ.

  અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
  ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.

 3. Dr. Dinesh O. Shah says:

  ઉર્મિ, ખુબ અભિનઁદન, એક સુઁદર રચના માટે! ઘણીવાર , ખાસ કરીને રાત્રે સુતી વખતે ગીત ગઝલ મનમાઁ આવે ત્યારે આળસમાઁ ન લખીએ અને સવારના એ લાઈનો યાદ ના આવે, તે મુસીબતને તારી નીચેની લાઈનો બરાબર દર્શાવે છે.

  “આમ તો કાયમ કટાણે જ એ નજીક આવી હતી,
  લાડ જ્યારે ના કર્યા ત્યારે ફરી રૂઠી ગઝલ”

  આનઁદ થાય છે કે શોધતો હતો તે લાઈનો તારી ગઝલમાઁથી મળી!
  દિનેશ અઁકલ, ગેઈન્સવીલ્ ફ્લોરિડા, યુ.એસ.એ.

 4. Maheshchandra Naik says:

  “મોક્લાવ્યુ મે તને દર્પણ્……..ને ગઝલનુ તુટી જવુ” કલ્પના મનને ખુબ અસર કરી ગઈ, શ્રી ઉર્મિબેન આપની ગીત્-ગઝલ પર પકડ જામતી જાય છે અભિનદન્………………..

 5. સરસ રચના.આભિનદન
  આમ તો કાયમ કટાણે જ એ નજીક આવી હતી,
  લાડ જ્યારે ના કર્યા ત્યારે ફરી રૂઠી ગઝલ.

 6. sapana says:

  ઊર્મિ,
  તમારી ગઝલની રાહ જોતી હોવ છું. ખુબ મજા પડી.
  અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
  ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.
  સપના

 7. Pinki says:

  ખૂબ ખૂબ અભિનંદન…. ઊર્મિ

 8. ashalata says:

  ખૂબ સરસ રચના——-

 9. સુંદર રચના…

  આખરી શેર ખૂબ સરસ થયો છે…

  ઊર્મિસાગર.કોમની વર્ષગાંઠ પર ખૂબ ખૂબ મુબારકબાદી

 10. Ashok Bhatt says:

  અતિ સુન્દર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *