સાંજ અને જગદીશ જોષી

saanj

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ ભરી વાંચશું ?

———–

સાંજ પડે ને પંખી વળતાં આભ વીટીં પાંખોમાં
અંધારુ પણ લથડે તારા અભાવની આંખોમાં
ઝૂરી રહેલા સગપણને લઇ દંતકથા વાગોળું
———–

નીલ ગગનનો દરિયો લ્હેરે
વાયરો સોનલ સાંજને ઘેરે
નેણ આ ઝૂકે તારે ચહેરે
———–

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
– આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
———–

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે –
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.
———–

ઘેરાતી સાંજના છે તમને સોગંદ
હવે વાદળાંઓ વિખેરી નાખો
પીળચટ્ટી સાંજનું બેડું તૂટ્યું ને
એમાં સૂરજનો નંદવાયો રંગ
———–

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…
———–

શ્રાવણની આ સાંજ તણા અંધારની ઓથે વૈશાખી આકાશ
વલખતું ધીખે
———–

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !

 (કવિ પરિચય)

7 replies on “સાંજ અને જગદીશ જોષી”

 1. UrmiSaagar says:

  અરે વાહ જયશ્રી, ખુબ જ સુંદર સંકલન કર્યુ છે!
  મઝા આવી ગઇ…

  પહેલું ગીત તો સંગીતમય છે…
  પણ આમાથી બીજા કોઇ સંગીતબધ્ધ ખરાં કે?

 2. જય says:

  વાંચી ને સંવેદના પ્રત્યક્ષ અનુભુવતા હોઈ એ એવું લાગ્યું. સાંજ નું અનેરું દ્ર્શ્ય યૌવન ના તલખાટ ને હચમચાવી વધારે સુંદર બનાવતું લાગે છે. સમુદ્ર નાં મોજાં પ્રકાશ નાં ગોળા ને પામવાં મથી રહ્યાં હોય એવી પ્રતીતી કરાવે છે.

  માધવ રામાનુજ ની પંક્તિઓ ટાંકુ છું. (‘અમે ઈચ્છિયું એવું’ માંથી)

  એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.
  એક એવું આંગણું કે જ્યાં મને કોઇપણ કારણ વગર શૈશવ મળે.

  કોઇ એવી હોય મહેફિલ જ્યાં મને કોઇ બોલાવે નહિ ને જઈ શકું.
  એક ટહુકામાં જ આ રૂવેં રૂવેં પાનખર ના આગમન નો રવ મળે.
  -જય

 3. kintan shah says:

  મજા આવી ગઈ.

 4. જ્ગદિશ ભાઈ તમને એક કુવારી છ્લકાતી સાજ ની સલામ

 5. ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
  January 23rd, 2010 at 9:36 am
  તમને ટપાલમાં કાગળ નહીં,
  ફૂલ મોકલવાનું મન થાય છે.
  અને …. જ્યારે તમને ફૂલો મળશે
  ત્યારે એ કરમાઇ ગયાં હશે –
  અત્યારે
  તમારા વિનાની
  મારી સાંજની જેમ.
  ———–
  આ ચિત્ર મા છે તે દરિયા કિનારે….
  તમે સાંજે મળો તો મને એકલા મળો
  કે મારા દિવસ આખાને વળે હાશ :
  – આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
  ઉન્હા ઉજાગરાની પ્યાસ.
  ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
  પણ આખા આ આયખાનું શું?
  ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ ભરી વાંચશું ?
  જ્ગદિશ ભાઈ તમને એક કુવારી છ્લકાતી સાજ ની સલામ
  5. 5
  ભદ્રેશ શાહ્ Your comment is awaiting moderation.
  January 23rd, 2010 at 10:04 am
  એક સાજે…
  સખિને સન્ગાથે….
  સરિતા ને કિનારે…
  સમીર વાતો હોય ત્યારે..
  સમય વિતાવો ….ત્યારે…
  સનધ્યા ખીલવાની વેળાએ…
  મને બોલાવો
  તો હુ ક્યાથી આવુ…
  હાથ એમ્નો મ્હારા હાથ મા હોય્
  નજરો ના કામણ અધર પર ઉતરિ આવે ત્યારે….
  ગાલો મા પડ્તા ખન્જન્…શર્માતા શર્માતા બોલી પડે ત્યારે….
  આલિગન મા ઉઘડ્તી સાજે….
  મને બોલાવો
  તો હુ ક્યાથી આવુ…
  મદમસ્ત નયનો મને પ્રેમથી પીતા હોય ત્યારે,
  મ્હારી અગુલીઓ એના માથાના ઘેઘુર વાળ મા વ્હાલ કરતા હોય ત્યારે…
  મલકાઈ ને મદમસ્ત થતી સજની ને સનગાથે હોઉ ત્યારે….
  મને બોલાવો
  તો હુ ક્યાથી આવુ…

 6. Ravindra Sankalia. says:

  જગદીશ જોશીના સાન્જ વિશેના કાવ્યોનુ સન્કલન બહુ સરસ રીતે થયુ છે.

 7. gita c kansara says:

  કવિએ સચોત શ્રુગારિક શ્બ્દોમા મદ્મ્સ્ત સમેીસાન્જનુ આબેહુબ દ્રશ્ય સન્ક્લન કર્યુ .
  ધન્યવાદ્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *