સ્વર : આશિત દેસાઇ
સંગીત : ચન્દુ મટ્ટાણી
આલ્બમ : મા ભોમ ગુર્જરી
કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે,
સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.
જીવ માફક જાળવ્યાં ભવનાં એ ભારણ સાંભરે,
વ્હાલસોયાં થઇને સોંસરવાં સર્યા-જણ સાંભરે.
આયખા આડે જો ઘુમ્મસ હોય તો પણ સાંભરે,
ક્યાંય બિમ્બાય હતો એ મનનું દર્પણ સાંભરે.
કોક દિ’ એવું બને કે આંખમાં આંધિ ચઢે,
કોક દિ’ એવું બને કે વાત બે-ત્રણ સાંભરે.
ગહેક પીધી ને રગેરગથી કસુંબલ થઇ ગયો,
આયખે અનહદ ભર્યો એ ટહુકે સાજણ સાંભરે.
સાવ અણધાર્યા સમયના ઘૂંટ ઘેરાતા ગયા,
કેટલી અણગત છતાં તરસી એ પાંપણ સાંભરે.
બંધ મુઠ્ઠીમાં હતી આકાશની ગેબી અસર,
એટલે કૈં કેટલાં કોડીલા સગપણ સાંભરે.
સાવ ધુમ્મસીયા ચહેરાઓ હવે વાંચી શકું,
સાવ આભાસી સંબંધોનાંય પગરણ સાંભરે.
[…] કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે, સ… […]
કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે,
સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.
વાહ વાહ વાહ ……..
કોઈ ખાસ સમયે કોઈ ખાસ શા માટે સાંભરે રે….
little bit currection in Surenbhai’s surname: He is Thakar Not Thakkar. Thakars are brahmin & Thakkars r Lohanas. Content & Presentation is too good.
વાહ ! આખેઆખી ગઝલ ગમી ગઈ. આ કવિને સાંભળવા પણ એક લ્હાવો છે. આ ગઝલ પીધીને રગેરગથી કસુંબલ થઈ ગયો.