ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

પડછાયો હતો - શૂન્ય પાલનપુરી

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

શૂન્ય પાલનપૂરીની આ ગઝલ.. આમ તો લગભગ ૨ વર્ષથી ટહુકો પર છે જ.. આજે ફરી એકવાર, સ્વર-સંગીત સાથે..
ગમશે ને?

સ્વર : સંગીત : ??

This text will be replaced

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

બે વર્ષ પહેલા : એક સંદેશ શ્યામ ને - ભાગ્યેશ જહા

12 comments to પડછાયો હતો - શૂન્ય પાલનપુરી

  1. Jaimin Shah
    December 18th, 2006 at 6:41 am

    વાહ વાહ ખુબજ સુન્દર …હુ પન પેહ્લલા લખતો હતો મને ઘનુ બધુ યાદ આવી ગયુ…..

  2. Vihang Vyas
    December 18th, 2006 at 8:51 am

    તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
    ભરસભામાં હું નહિતર ખૂબ મુંઝાયો હતો.
    આજ તો પૂરો મુશાયરો લૂંટી લીધો બાપ !!!

  3. વિવેક
    December 18th, 2006 at 1:27 pm

    નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
    હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

  4. UrmiSaagar
    December 18th, 2006 at 6:09 pm

    માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
    ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

    વાહ…. અને…

    ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
    જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

    આ તો ખુબ જ ગમ્યો.

  5. chetna.K.Bhagat
    December 21st, 2006 at 8:49 am

    ખુબજ સુન્દર રચના છે..મને પણ લખવાનુ મન થઇ ગયુ…બીજી પણ આવી રચનાઓ વાચવી ગમશે…બની શકે તો..”મન ને મીઠા બોલ થી બહેલાવનારા આપ છો..ઝેર પાઇ ને અમી સર્જવનારા આપ છો..ની રચના મુકજો..શુન્ય સાહેબ ની એ એક અમર ક્રુતિ છે…અને મારી ગમતી ગઝલ…..

  6. harish
    February 9th, 2007 at 9:00 pm

    JIVAN HAI ANMOL,ISKA BHI HAI EK MOL .ISE NAFRAT KE TARAJU ME MAT TOL.

  7. kirit patel
    September 29th, 2007 at 10:08 pm

    મારિ આન્ખે કન્કુના સુરજ આથમ્યા……………..
    રાવજિ પટૅલ નિ રચના મુકજો.
    આભાર
    કિરિટ પટૅલ

  8. Manthan
    February 28th, 2008 at 4:09 pm

    ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
    લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

    વાહ, પ્રકૃતિ ને પણ વણી લીધી?
    વાવ્યા વિના જ ફસલ ચણી લીધી?

  9. mukesh parikh
    December 4th, 2008 at 7:28 pm

    દરેક શેર અફલાતૂન…..કોઈ એક ના વખાણ એ બાકીના શેર ની અવગણના કહેવાશે…. એવા દોષમાં ન પડાય…આફરીન…

    ‘મુકેશ’

  10. manvant
    December 5th, 2008 at 4:16 am

    શૂન્યનો પ્રાણ પુરાયો , ત્યાં વધુ શું લખાય ?

  11. Vijay Bhatt ( Los Angeles)
    December 5th, 2008 at 4:20 am

    કવિતા સ્રરસ છે !!!

  12. chandresh mehta
    August 5th, 2009 at 11:10 pm

    MARE PAN JAVANU CHHE. TARE PAN JAVANU CHHE. JIVAN BIJU KAI NATHI, MAUT NU BAHANU CHHE. WHAT DO YOU SAY?

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>