પીયરને પીપળેથી આવ્યું પારેવડું… – અવિનાશ વ્યાસ

સ્વર: આશા ભોંસલે
સંગીત : અવિનાશ વ્યાસ

.

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

– અવિનાશ વ્યાસ

Love it? Share it?

30 replies on “પીયરને પીપળેથી આવ્યું પારેવડું… – અવિનાશ વ્યાસ”

 1. RAJNIKANT says:

  ખુબસરસ !!!!!!!!!!!!
  મનને અનન્દ થયો.

 2. મને પણ ખુબ ગમ્યું.પેલું ગીત યાદ આવી ગયું,”મોરલો બોલ્યો બોલ્યો રે મારા મૈયેરનો”

 3. mahendra d. vala says:

  my wife like this songs,

  TENE PIYRIYU YAAD AAVI GYU,

 4. Maheshchandra Naik says:

  સ્વ. અવિનાશ વ્યાસની રચના અને આશા ભોંસલેનો સ્વર એટલે આનદ જ હોય , આભાર……

 5. Virendra Bhatt says:

  ઓલ ઈન્ડિયા રેડિઓ મુંબઈના એફએમ સ્ટેશન પર આવતા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આ ગીત સાંભળ્યું હતું. આજે ફરી સાંભળી અમો બન્ને લાગણીમાં તણાયાં.હાલ અમારા પુત્ર-પુત્રવધુ-પૌત્ર પાસે સન્નિવેલ-કેલિફોર્નિઆ મુલાકાત પર આવ્યાં છીએ.આપના ટહુકાએ વતન અને પિયરની યાદ તાજી કરી. આભાર. સાથે ફિલ્મ બંદીનિનું સુન્દર ગીત યાદ આવ્યું-અબકે બરસ ભેજ ભૈયાકો બાબુલ,સાવનમેં લીજો બુલાય રે…આશા ભોંસલે-સચિન દેવ બર્મન.. સંભળાવી શકશો?

  વીરેન્દ્ર-વેણુ

 6. sima shah says:

  વારંવાર સાંભળ્યું, છતા મન ના ધરાયુ……….
  ખૂબ આનંદ થયો.
  આભાર,જયશ્રી,
  સીમા

 7. Pinki says:

  મસ્ત મજાનું ગીત !

  સાસરું-પિયર એક જ ગામ… તો’ય પિયરની યાદ આવી જાય !!

 8. S B Lakhnotra says:

  ખૂબ સર્ર્સ ગીત
  ખૂબ આનંદ થયો.
  આભાર,જયશ્રી,

 9. GAJJAR FALGUNI says:

  ખુબસરસ ગીત

 10. gajjar falguni says:

  this is raly very nise song.

 11. Rekha Kothari says:

  sooo enjoyable

 12. Anal says:

  very nice song…I am happy in my husband’s home but Its very true that we miss our childhood, our home where we born & grew up , our all memories that never can be compared with anything. Its always priceless that no any man can understand.

 13. Jayshree Chudgar says:

  “વામ એક વાસની કાયા કનક કેરી મોરપીછ માથે રે ……….મોહન મોરે ઘર આયો.”
  આ ગીત સંભળાશો
  આભાર

 14. Rashmi Gandhi says:

  Beautiful.
  Just one word is enough to describe the song. Like to hear again & again.
  Rashmi

 15. shefali says:

  ખુબ જ સુન્દર !!!!!!!!!!!

 16. RAJESH B. SHAH says:

  ખરેખર સાવ અનાયાસજ આવી સુંદર સાઈટની મુલાકાત થઈ ગઈ. ખુબ સુંદર. આના માટે ખુબ ખુબ આભાર. વધારે અને વધારે લોકો આનો લાભ લે એવી આશા.

 17. vilas pipalia says:

  સુન્વેર્શબ્દોમ વ્નયેલિ નજઉક લગનિઅઓમે સુમધુર કમ્થ્નો સથવરો મન લગ્નિઅઓથિ ભિમ્જઐ નચિ ઉથ્યુ .અવિનશ્ભૈ મતે સ્ગઊ કહેવનુ? આશજિને અનેકધન્યવાદ .

 18. ધર્મેન્દ્ર પટેલ says:

  આશા દીદી નો અવાજ જાણે મધ ની ધાર !

 19. kajol Brahmbhatt Mehta says:

  i Really impress, hearing this song……..I Really Remember my Home town……
  THANKS.. JAYSHREE BEN……….

 20. hema says:

  પરદેશીઓ ને તો પારેવડુ પણ નસીબ ના હોય!!!!બધી ચક્લિઓ..ખિસકોલીઓ..હોલાઓ …ઓહો હો…ધણુ બધુ એકસામટુ યાદ આવી ગયુ
  આભાર

 21. Dixa says:

  it is really true.. paradesi ne to paravadu pan nathi dekhatu. it is really amazing song. jyare mane bahu j piyar ni yad ave ne tyare aa song sambhani ne man havalu thay jay che..

 22. Anila Amin says:

  આશાજીના સ્વરમાપિયરિયાના વિરહનો રન્જ અને પારેવડુ આવ્યાનો આનન્દ

  બન્ને ખૂબજ સરસ રીતે અભિવ્યક્ત થયાછે. બન્ને ભાવોને શ્રોતા ઓ સમક્ષ એકસાથે

  વ્યક્ત કરવા અને તે પણ સ્વરમા એખૂબ કપરુ અને પ્રશન્સનીય છે. અશાજી

  સિવાય આવુ ભગીરથ કાર્ય ભાગ્યેજ કોઈ કરી શકે.આશાજીને ધન્ય્વાદ.

 23. imdad momin says:

  subhan allah

 24. SUNIL K SHAH says:

  એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
  એ રે પારેવડે મારો ભાઇ..
  એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
  એ રે પારેવડે ભોજાઇ..
  પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
  મૈયર આવ્યું સાચો-સાચ રે..
  પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

 25. પારેવડા જાજે પિયુના દેશમાઁ….
  જેવુઁ આ પણ સુન્દર ગેીત છે.આભાર !

 26. Jayshree says:

  ઓહોહો મણીદાદા… કેવું મઝાનું ગીત યાદ કરાવી દીધું. પારેવડાં જાજે, પિયું ને દેશ… લઇ જાજે મારે સંદેશ.

  ઝાંખો ઝાંખો તે મારો ઉગે ચાંદલીયો..
  ઘરની આ ભીત્યું મને ભરડે છે ભીંસમાં..

  હવે પિયરીયું લાગે, પરદેશ… પારેવડા…
  જાજે પિયું ને દેશ…

  હવે તો જલ્દીથી શોધીને ટહુકો પર મુકવું પડશે આ ગીત..

 27. geeta waghela says:

  ખુબ સ્રરસ ગિત્.મને પિય્રર્ યાદ આવિ ગયુ.

 28. Amirali Khimani says:

  બહુજ સરશ ગિત.દિકરિને સાસરે પિયર નિ યાદ આવેજ. કેટલિ સુન્દેર ભવ્ના છે.જ્યા બાલ્પાન વિતાવિયુ હોય તે કેમ ભુલિ સકે? સર્સ ગિત માટે આભિનનદન.

 29. GAYATRI VAGHELA says:

  મારા બે મહિના પછી લગન થવાના છે . આ કાવ્ય વાંચ્યા પછી મારું મન ભરાઈ આવ્યું અને હું પણ લગન પછી આવીજ રીતે મારા મહીયરને યાદ કરીશ દીકરીઓની લાગણીઓને સમજવા માટેનું ઉત્તમ ગીત છે

 30. Gita c kansara says:

  લાગ્ નેીસભર્ ગેીત. પિયર્ તો ભુલાતુ હોય કાઈ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *