હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું…. – અવિનાશ વ્યાસ

સ્વર : મુકેશ
સંગીત : અવિનાશ વ્યાસ

(આ ચંદ્રમાં તો હવે હાથવેંતમાં…….Photo by Espradio)

This text will be replaced

આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

કંસની સામે તમે કૃષ્ણ થયા
અને રાવણની સામે રામ
પણ આજે તો કંસનો પાર નથી જગમાં
ને રાવણ તો સો માં નવ્વાણું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

કૈક ને માર્યા તમે કૈક ને તાર્યા
ને ધર્યા તમે વિધવિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે
અવતરતા લાગે કેમ વાર?

શ્રધ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા
હવે કોણ તાણે તારું ઉપરાણું?
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

આ ચંદ્રમાં તો હવે હાથવેંતમાં
અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વિંધીને અવકાશે આદમ
દોડ્યો આવે ને દોડ્યો જાય

બધું એ જીતાય, પણ એક તું ના જીતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

14 thoughts on “હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું…. – અવિનાશ વ્યાસ

 1. Kamlesh

  પણ આજે તો કંસનો પાર નથી જગમાં
  ને રાવણ તો સો માં નવ્વાણું

  વાહ…સો સૉ સલામ… અવિનાશ વ્યાસ ,મુકેશ અને above all ટહૂકા ને

  Reply
 2. shaila Munshaw

  ખરે જ આ રાવણની દુનિયા મા પ્રભુ અવતરે એની ખુબજ જરૂ છે.ખાસ તો કૃષ્ણ નો અવતાર ધારણ કરી કંસોનો સફાયો કરવાની તાતી જરૂર છે.
  અહીં મારા લખેલા એક કાવ્યની પંક્તિ રજુ કરવાનુ મન થાય છે. કાવ્યનુ શીર્ષક છે “જરૂર છે”
  અહિંસા ના પુજારી દેશને
  ક્ર્ષ્ણ જન્મની તાતી જરૂર છે.
  કૌરવરૂપી ભાઈઓને હણવા,
  સમર્થ બાણાવળી પાર્થની જરૂર છે.

  ધન્યવાદ જયશ્રીબેન સરસ કાવ્યોનો રસાસ્વાદ કરાવવા બદલ.

  Reply
 3. Maheshchandra Naik

  રાવણ, કંસને હણવા માટે આજે પ્રભુને અવતારવા માટે પ્રાથના કરવી જ રહી ,પ્રાથનામા અમે પણ સહભાગી થઈએ છીએ, આભાર……

  Reply
 4. M.D.Gandhi, U.S.A.

  સરસ ભજન છે તો સાથે સાથે “ચંદ્રમાં તો હવે હાથવેંતમાં” વાળો મુકેલો ફોટો પણ આબેહુબ છે. ભજન અને તેને અનુરૂપ ફોટો એટલે જાણે કલ્પના હકીકતમાં બદલતી હોય તેવું લાગે છે.

  Reply
 5. Dr. Dinesh O. Shah

  દુનિયામાઁ કોઇ દેશમાઁ પ્રભુને અવતાર લેવાની જરુર હોય તો ભારત સૌથી પહેલુ આવે! માફ કરજો કોઈની લાગણી દુભાય તો પણ ભારતમાઁ દરેક ચોરસ માઈલ દીઠ સૌથી વધારે સાધુ, મહાત્મા, યોગી, સઁતો છે છતા સૌથી વધારે ચોરી, ભ્રષ્ટાચાર, કરચોરી વિ અહી થાય છે. પ્રભુના અવતારની સૌથી વધારે જરુર ભારત દેશને છે!

  ડો. દિનેશ ઓ. શાહ, નડિયાદ,ગુજરાત, ભારત

  Reply
 6. Rajesh Vyas

  Hi Jayshree !!

  Hats Off !! Quite touchy/Senti FACT produced..
  Gr8 MUKESH & AVINASH VYAS…

  Keep Going…

  Warm Regards
  RAJESH VYAS
  CHENNAI

  Reply
 7. P A Mevada

  આવુ ગીત જ્યારે લખાયુ હસે ત્યારે કવિ નો આક્રોશ અત્યારની દુનિયા માં થઈ રહેલી પરીસ્થિતિથી કેટલા વ્યથિત થયા હશે તે દેખાયુ. કવિ લાગનીશીલ હોઇ તેની આથી વધારે સાબિતી બીજી કઈ હોઇ શકે?

  Reply
 8. manvant Patel

  કાવ્યના લખાણમાઁ ‘જીતાય’ શબ્દ છેલ્લે
  સુધારી લેવા વિનઁતી છે.ગીત-ગાન ગમ્યાઁ.

  Reply
 9. ભદ્રેશ શાહ્

  કૈક ને માર્યા તમે કૈક ને તાર્યા
  ને ધર્યા તમે વિધવિધ અવતાર
  પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે
  અવતરતા લાગે કેમ વાર?

  આજ ખરું અવતરવાનું ટાણું,
  હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

  Reply
 10. Mruga

  ‘શ્રધ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા
  હવે કોણ તાણે તારું ઉપરાણું?
  હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું’
  ગુસ્સો છે,આશા પણ છે,શ્ર્ધા પણ છે!!
  Excellent!!!

  Reply
 11. devedra ghia

  We are human,weak and shakey by nature.but did’nt Krishna bhagvan say to Arjun (and us too) in Bhagvat Gita that “SAMBHVAMI YUGE YUGE”? Remember the Narsinh Mehta’s famous poem “Mari hundi swikaro maharaj re”. GOD is there when you need that” supreemo”. All you need is un faltering faith in that “supreemo”.

  Reply
 12. Sddharth

  Jayashriben:
  This is one of favorites of our whole family. You have no idea how much your work / collection is helping us all in reconnecting with our old times. Anything that comes to mind is available on Tahuko. God bless you and give you more strength and ideas.

  Reply
 13. rakshit dave

  છેલ્લી પંક્તિમાં બધુય”જીતાય” પણ એક તું ના” જીતાય” જોઈંએ એને બદલે ” જીયાતે”” જીયાતે” એમ પ્રિન્ટ થયેલ છે જો શક્ય હોય તો સુધારી લેશો.

  Reply
 14. Karasan Bhakta USA

  “” શ્રધ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા, હવે કોણ લે તારુ ઉપરાણુ? “”
  સર્વવ્યાપી,સર્વશકિતમાન સોમનાથને અને તેના હજારો ભક્તોને….
  મ્રુત્યુલોકનો પેલો મહમદ ગીઝની જ ૧૭-૧૭ વખત ખેદાનમેદાન કરી ગયેલો કે ???

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *