શબ્દોના નીડમાં ખોવાયું ગીત – જગદીશ જોશી

સ્વરકાર-ગાયક : અનંત વ્યાસ
આલ્બમ – દિલાવરી

(વાદળના હૈયે જળનો ઉમંગ… Mount St. Helens, Washington.. Sept 09)
* * * * *

This text will be replaced

શબ્દોના નીડમાં ખોવાયું ગીત
હવે મારે એકાંત એને ખોળું;
માણસની ભીડમાં ખોવાયું સ્મીત
હવે આંસુમાં કેમ કરી ખોળું !

કોઇ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં
રઝળે છે સૂનમુન સુગંધ !
કોઇ દિવસ સાંભળ્યું કે વાદળના કાફલાને
હૈયે ના જળનો ઉમંગ !
આ તે અભાગિયાની રીત કે બાવળના
કાંટે પતંગિયાનું ટોળું !

પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા
લયની ઘૂઘરીઓ કેમ ટૂટી !
રસ્તામાં ક્યાં ? કેમ ? છૂટ્યો છે હાથ
બંધ પોપચામાં વેદનાને ઘૂંટી !
રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત હવે
શમણાંના દરિયાને ઢહોળું !

– જગદીશ જોશી

13 replies on “શબ્દોના નીડમાં ખોવાયું ગીત – જગદીશ જોશી”

 1. utsav raval says:

  પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા
  લયની ઘૂઘરીઓ કેમ ટૂટી !
  રસ્તામાં ક્યાં ? કેમ ? છૂટ્યો છે હાથ
  બંધ પોપચામાં વેદનાને ઘૂંટી !

  kharekhar bahuj saras didi bahuj gamiyu maja aa vi

  gay………. hu to su lakhisaku pan maja aavi 6

 2. Viren Patel says:

  જયશ્રિબેન
  મુંગી વેદના, સચોટ વાત.સરસ રીતે કહેવાઈ છે.
  મને લાગે છે કે છેલ્લે – ડહોળુ / ઢોળુ હોવુ જોઈએ , ઢહોળુ ને બદલે !

 3. P Shah says:

  માણસની ભીડમાં ખોવાયું સ્મીત….
  સુંદર ગીત !

 4. Divyesh Joshi says:

  hellow jayshriji,
  i am divyesh joshi from rajkot gujarat. first of all i will give you so many wishes for such good site for gujarati sahitya and sangeet. i am a student of shri anant vyas learning light music from him. i will defenitely tell that he is one of the best COMPOSER we have got in our gujarati sugam sangeet. of course may not be so popular or may not have got much exposure but he is defenitely a very versetile composure.
  thanks a lot and regards
  divyesh joshi

 5. Swar says:

  ખુબજ સુન્દર રચના … Very nice composition.

 6. Maheshchandra Naik says:

  ભીડમા માણસની વેદના સાથે ક્શુક ખોવાયાની વાતની અભિવ્યક્તિ કરતુ સરસ ગીત

 7. Manoj Mehta says:

  કોઇ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં
  રઝળે છે સૂનમુન સુગંધ !
  સુન્દર રચના

 8. M.D.Gandhi, U.S.A. says:

  સરસ મજાનું ગીત અને સરસ મજાનો કંઠ.

 9. Pinki says:

  જગદીશ જોશીનું ગીત એટલે સરસ જ … !! 🙂

 10. સુન્દર ચિત્ર..વાદળના હૈયે જળનો ઉમંગ… Mount St. Helens, Washington.. Sept 09…

  પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા
  લયની ઘૂઘરીઓ કેમ ટૂટી !

  રસ્તામાં ક્યાં ? કેમ ? છૂટ્યો છે હાથ
  બંધ પોપચામાં વેદનાને ઘૂંટી !

  ક્યાથી આવે છે આટ્લી વેદના…..જગદીશભાઈ જોશી …..? રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત હવે
  શમણાંના દરિયાને ઢહોળું !

 11. mehul m jikar says:

  હેલ્લો જયશ્રીજી,
  ખુબ ખુબ અભિનન્દન, કેટલા સમય થી ખોવાઇ ગયેલ આ ગીત મને આજે સાઁભળવા મળ્યુઁ. ૨૦ વર્ષ પહેલાઁ આ ગીત મેઁ યુવક મહોત્સવ માઁ ભાવનગર માઁ ગાયુઁ હતુઁ.

  મેહુલ જીકાર, બારડોલી.

 12. Sarla Santwani says:

  ઉત્તમ શબ્દો અને લાજવાબ સ્વરરચના. અંતરને સ્પર્શી જાય તેવી કૃતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *