બિછાવું છું ને ઓઢું છું આ ગઝલની પછેડીને – આદિલ મન્સૂરી

આદિલ સાહેબની છેલ્લી ગઝલોમાંની એક ગઝલ – એમના પોતાના અવાજમાં..

(Live program recording હોવાથી વચ્ચે થોડો અવાજ આવે છે – ચલાવી લેશો ને? 🙂 )

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

આ ધોરી માર્ગથી બીજી તરફ ફંટાતી કેડીને
ફરું છું હું સદા સાથે લઇ ત્યાંથી ઉખેડીને

નિરાંતે ચાલવા માટેનો હું રસ્તો કરી લઉ છું
આ નકશાના શહેરોને જરા આઘા ખસેડીને

આ મારા બિનનિવાસી દિવસોમાં હૂંફ છે એની
બિછાવું છું ને ઓઢું છું ગઝલની આ પછેડીને

દિવસ વીતે છે દિવાલોની સાથે વાત કરવામાં
ને આખ્ખી રાત ખખડાવ્યા કરું છું પગની બેડીને

હું વર્ષો બાદ પાછો પાદરે આવીને આ ઊભો
તમે સૌ ખૂશ હતા કેવા મને ઘરથી તગેડીને

બધાયે સ્નેહીઓ આવ્યા છે ઊંડે દાટવા ‘આદિલ’
હવે તો આંખ ખોલો, જોઇ લો ચાદર ખસેડીને

8 replies on “બિછાવું છું ને ઓઢું છું આ ગઝલની પછેડીને – આદિલ મન્સૂરી”

 1. VISHWADEEP says:

  શું વાત છે!! સરસ મજાની ગઝલ સાંભળી હૈયું ભરાય આવ્યું…
  આદિલ..સાહેબ યાદ આવી ગયાં.. ગઝલ મુકવા બદલ આભાર..

 2. સુંદર રચના…

 3. Lata Hirani says:

  મજા પડી ગઇ

 4. આદિલ સાહેબને એમના જ અવાજમાં ટહુકોની યથોચિત અંજલિ! સહૃદયી મરહૂમ શાયર જાણે રૂ-બ-રૂ થઈ ગયા.

 5. paresh says:

  બિનનિવાસી દિવસો!! વાહ

 6. sapana says:

  સુંદર રચના!! આદિલભાઈનો અવાજ પહેલીવાર સાંભળ્યો.હૈયુ ભરાઈ આવ્યું.
  સપના

 7. રાજની--પશુ પ્રેમી says:

  ખમ્મા ખમ્મા આદિલ ભાઇ ને ઘણિ ખમ્મા હો .

  ખુબ સુંદર છે હો
  –કાગડો છે કાળો,તોય મને તે વાહલો ;
  ભલે હોય વર્તન માય કાળો, તોય મને તે વાહલો ,

  એમ તો, કાનુડોય કાળો , તોય બધા ને તે વાહલો ;
  ભલે તમે કહો વાણી માય કાળો, તોય મને તે વાહલો ,

  વળી ક્યા છે માનવી ધોળો , તે પણ હૈયે થી કાળો-ધોળો ;
  ભલે તમે કહો બુધ્ધી માય કાળો , તોય મને તે વાહલો ,

  સરાદ મા કાગવાસ બોલો , પછી આવે તો ભગાડી મેલો ;
  ભલે તમે કહો એને કાળો ,તોય મને તે વાહલો ,

  ઘણા અવગુણો નો આ કાગડો , પણ એકજ ગુણ મા શાણો ;
  કોયલ ના શિશુ ને આપે છે આશરો , તોય તમે કહો છો એને કાળો ?

  ભલે તમે કહો એને કાળો ,તોય મને તે વાહલો ;
  ભલે તમે કહો એને કાળો ,તોય મને તે વાહલો ,

  -રાજની–પશુ પ્રેમી

 8. Dr. Shruti Shastri says:

  ખૂબ જ અદભૂત રચના. બિનનિવાસી દિવાસોની વાત અને છેલ્લી બે કડી સ્પષ્રી ગઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *