એ આવતો રહે – પંચમ શુક્લ

પંચમભાઇની એક Oven-fresh ગઝલ.. આ તાજ્જી વાનગી અમારી સાથે વહેંચવા બદલ આભાર, પંચમભાઇ..!

(દરિયાની ચડ-ઉતરના પને… Stanyan Beach, CA – Apr 09 )
* * * * * * *

એ તો સમય છે, સહુની કને આવતો રહે,
ઇજન વિના, મને-કમને, આવતો રહે.

તું વાપરે એને કે પછી વેડફે એને ,
એ એકધારો રાત-દને આવતો રહે.

ભરતી થઈ આવે વળી એ ઓટ થઈ આવે,
દરિયાની ચડ-ઉતરના પને આવતો રહે.

અંધારનો પલાણી અશ્વ રાત ચીરતો ,
પરોઢને ઉજાસ સપને આવતો રહે.

એ શ્વાસના વહનને જોર ચાલતો રહે,
એ જાય ત્યાં જ , એમ બને, આવતો રહે.

– પંચમ શુક્લ (24/4/09)

7 replies on “એ આવતો રહે – પંચમ શુક્લ”

 1. utsav says:

  સરસ રચના
  આભાર …………………

 2. સુંદર મુસલસલ ગઝલ…

 3. tejas says:

  ઉત્તમ સર્જન!
  સુંદર રીતે દરરોજ ની આ ઘટનાઓ એક કાવ્યમા પ્રસ્તુત કરી!
  -તેજસ

 4. sunil shah says:

  સમયના વિવિધ સ્વરૂપોને સરસ રીતે ઉપસાવતી સુંદર ગઝલ..

 5. Tejas Shah says:

  ક્યારેક “મધ્યમ્” થયી ને’ ક્યારેક નિષાદ બની,
  ક્યારેક “ષડજ” ના સાદે તો ક્યારેક “રિષભ” બની;
  ભાવના આપની ઉંડી ને’ એટલી જ ઉચી ભાવના,
  રાગ સારંગ બની એ “પંચમ” ના સુરે આવતો રહે!
  -તેજસ

 6. Tejas Shah says:

  ક્યારેક “મધ્યમ્” થયી ને’ ક્યારેક નિષાદ બની,
  ક્યારેક “ષડજ” ના સાદે તો ક્યારેક “રિષભ” બની;
  ભાવના આપની ઉંડી ને’ એટલી જ ઉચી કલ્પના,
  રાગ સારંગ બની એ “પંચમ” ના સુરે આવતો રહે!
  -તેજસ

 7. અત્યન્ત સરસ રચના.સમય ની આવજા ની સહજ ઘટનાની આવી મર્માળ અભિવ્યક્તી ખુબ ગમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *