બંધ આંખોમાં શમણું સજી ગયું

closed_eyes

This text will be replaced

બંધ આંખોમાં શમણું સજી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

ફૂલના પવનના, સાંજના પ્રણયના,
મનના તરંગના, સૂરના સનમના
રંગો સાતે કોઇ રંગી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

મહેકે શ્વાસોમાં ભીના ચમન,
તારી સુગંધમાં ભાન ભૂલે છે મન
છમછમ ઝાંઝર વાગે મધુરા,
સરસર પાલવ સરકે અધૂરા

મારા ખોબામાં કમળ ખીલી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

હૈયાના દેશમાં તોરણ બંધાયા
વ્હાલના ઉમંગના અવસર આવ્યા
તેં એક અનોખી દુનિયા વસાવી
મારા જીવનને સોળે શણગારી

મારું ઘર આજે સ્વર્ગ બની ગયું
મારું દિલ આજે મારું નથી રહ્યું

18 thoughts on “બંધ આંખોમાં શમણું સજી ગયું

 1. Naimil Patel

  first of all jayshree ne mara khub khub abhinandan,
  aa song mane ane mara friend jiagr desai ne khub j gamyu che, ane jigar e tamne request pan kari hati song mokli aapva mate…i hope u still remember jayshree, nywys tamri navi website khub j sari lagi.. keep it up ane haji vadhare sari banavo evi mari shubkamnao che. ane gujarti script ma na lakhi shakva na karane maafi magu chu…i tired a lot but i culdnt…thanks again.
  Naimil Patel

  Reply
 2. Jayshree Post author

  હા નૈમિલ… મને ખબર છે કે જિગરે મને આ ગીતની mp3 મોકલવાની request કરી હતી.. પરંતુ મારો જવાબ આજે પણ એ જ છે… કે હું આલ્બમની વિગતો શોધીને મોકલીશ.. ગીત ના મોકલી શકું… !!

  Reply
 3. Naimeel Patel

  thanks jayshree,
  but i knw the details of this song,
  aa song gujarati movie LOVE IS BLIND nu che,
  jema ghana sara bollywood na singars e gayu che,
  thanks nywys..thanks for replying me…keep it up.
  Naimil Patel

  Reply
 4. Bhavin

  Thanks jayshree, Its really nice and lovely song. I find thins song from long time. I read this but never listen that before…thanks lot for post this..Can i get some detaile about this song.

  Reply
 5. RAMESH CHAUDHARI

  VAH!! KHUBAJ SARAS!!! MAJA AAVIGAI,BAKI KEVU PADE HO!!! KE GUJARATI MA AA PRAKARE KAMCHALE SE !!!! AA GEETNA SARJAK ANE TENU COMPOJESITION KARNARNE KHUB KHUB ABHINANDAN AND “TAHUKONA”NA MALIKNE PAN!!!

  Reply
 6. hemant

  ઘણું સરસ ગીત છે. આ મુવી ના બીજા ગીતો જો સાંભળવા મળશે તો તમારો આભાર.

  Reply
 7. dipen~Mitrataaaa

  શું વાત છે,
  મારુ દિલ આજે મારુ નથી રહ્યુ. . . . . . . . . . . . . . . . .
  હજુ સુધી તો મારુ જ છે, પણ ખાલી કલ્પના માં જ સુગંધીત અનુભુતિ થાય છે.
  જાણે મારૂ ઘર સ્વર્ગ બની ગયુ.

  વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
  આભાર મિત્ર.

  Reply
 8. VIKAS SINGH CHAUHAN

  TOO CLOSE TO MY HURT IN SPITE OF I DONT KNOW ENOUGH GUZRATI

  B8 I LOVE GOJARAT I LOVE GUJRATI SONG

  Reply
 9. Praful Thar

  બંધ આંખોમાં શમણું સજી ગયું,
  મારું દિલ આજે મારું નથી રહ્યું

  ખૂબ જ સુંદર ! માણસની આંખમાં જો કોઇ સમણું સજી જાય છે ત્યારે ત્યારે પોતાનું દિલ પણ પોતાનું રહેતું નથી….

  લી.પ્રફુલ ઠાર

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *