મીર સૂતા છે આંખ ખોલીને,
મૌન પાળે છે બોલી બોલીને.
દરિયો દરિયો છલકતું ફ્લોરીડા,
દાદ આપે છે ડોલી ડોલીને.
રાતનો આ ખુમાર આંખોમાં,
સપનાં શોધે છે બારી ખોલીને.
કેવો પ્રકટ્યો છે કપાસનો તડકો,
રાતના કાલાં ફોલી ફોલીને.
શબ્દ રૂપેરી ઝાંઝર પહેરી,
સાદ પાડે છે કોઇ ઢોલીને.
અર્થનો ગર્ભ કાઢવો ‘આદિલ’
શબ્દની છાલ છોલી છોલીને.
થૈ ગયા ફૂલ હાથ અશરફના,
એણે ઊંચકી ગઝલની ડોલીને.
– રશીદ મીર, આદિલ મન્સૂરી, અશરફ ડબાવાલા
( વેસ્ટ પામબીચથી ટેમ્પો જતાં સફરમાં લખાયેલી ગઝલ )
હુ અમરેલીનો અમારો રમેશ , ચન્દરણા,મોતીવલા અને અશરફ- મધુની જોડી ! તો હવે લખવુ શુ?
વાહ ક્યા બાત હૈ
shriman asharfbhai
I read your poetry. Very interesting and good
You kept colour for our Amreli.
chhaganbhai finavia.
ઍ મેઈર હોય કે અશ્રફ નુ આદિલ્
રદિફ કફિઆ લે ચે તોલિ તોલિને
With heartiest regard & apology to add one more “sher ” to above beautiful Gazal by great Trio.
Ashrafbhai remember me in Vishala, with Purshottam Upadhyay & Vikram Patel Ahmedabad
Hello to Adilbhai & Rashid Bhai
Jayesh
આભાર વિવેકભાઇ.. !! ( યાદ છે, એક વાર સુરેશ દાદા એ તમને વિવેક માસ્તર કહ્યા’તા ? )
રદીશ મીર કે રશીદ મીર?
wow…. very nice!
આ 3 in 1 વાળું ઘણું ગમ્યું!!