માણસ ઉર્ફે… – નયન દેસાઈ

નીચે ધવલભાઇએ વાત કરી એમ – નયનભાઈને સાંભળવા એક લ્હાવો છે.. અને આજે એ જ લ્હાવો તમારા સુધી લઇ આવી છું..! સાંભળીએ આ એમની સીમાચિહ્નરૂપ ગઝલ – એમના પોતાના જ અવાજમાં..!

ગઝલ પઠન : નયન દેસાઈ

અને હા, યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકે આ ગઝલનો ખૂબ જ મઝાનો આસ્વાદ કરાવ્યો છે..! એ વાંચવાનું ચૂકી નથી ગયા ને? અને આશિતભાઇએ આ ગઝલનું એવું addictive સ્વરાંકન કર્યું છે કે સાંભળ્યા જ કરીએ… સાંભળ્યા જ કરીએ..!

.

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

Love it? Share it?
error

31 replies on “માણસ ઉર્ફે… – નયન દેસાઈ”

 1. haresh prajapati says:

  બહુ જ સુન્દર ગઝલ્ છે.
  ગઝલના શબ્દો બહુ જ પ્રેરણાદાયક છે.

 2. sneh says:

  sambhalva ni to kharekhar maja ave j che!
  pan lyrics ma bahu khyal nathi avto:(
  koik interpret kare to saru!

 3. gargi says:

  Jayshree ben,

  very good it is like my days doesn’t end without listening few of my favorite songs .which i used to listen when i was in my school and college . i started remembering my childhood.thank u so much

 4. tejas says:

  nice song with great lyrics!! thanx for it!

 5. RAJ says:

  AFFTER LONG TIME GOT A GOOD OPPORTUNITY TO HAV A LOOK AT GUJRATI GAZAL SAMBLVA MALI.

 6. dhaval says:

  i really appreciate your effort.. Respect..!!!
  અભિનદ્દન્

 7. Ravi says:

  Hi!

  I don’t know gujarati but it looks nice. you have done great job showing indian culture. I guess you don’t need to post this comment.

 8. Jainish Bhagat says:

  આ ખુબ જ સુન્દર ગઝલ,
  નયન મામા ખુબ જ સુન્દર લખે ચ્હે.

  I like it so much.
  thanks,

 9. gora says:

  ઘના લામ્બા સમય થિ હુ આ ગિત શોધતિ હતિ..
  મને મારિ વિતેલિ પલ પચ્હિ આપ્વા બદલ્ આભાર્

 10. Jayshree says:

  corrected the error message.

 11. Devendra says:

  બહુ વખત અટકિ જાય એટલે મઝા આવતિ નથિ.

 12. jigna says:

  i heard this song when i was 7, and i loved that. i didnt heard this song after that, i search a lot for this song. now i m 35 and i saw this song. and honestly jaysheee i almost cried..thanks a lot.gujaratio ne pardesh ma pan jivant rakhava badal. mari pase to koi shabdo j nathi..long live tahuko.com

 13. dhiraj thakkar says:

  wah wah

 14. Meet Bhatt says:

  બહુ જ સરસ ગઝલ છે. બહુ જ મજા આવી. મારે આ ગઝલ ડાઉનલોડ કરવી છે તો મારે ડાઉનલોડ કરવા શુ કરવુ? મહેરબાની કરી ને મને જનાવશો.

 15. પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
  રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

  મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
  પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

  માણસ ઉર્ફે… – નયન દેસાઈ ….વાહ ભૈ વાહ્…………

  વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
  આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

  શબ્દે શબ્દે …..બસ વાહ વાહ અને વાહ્ સગીત્…
  આંખ બંધ કરીને આશિત દેસાઇ, હેમા દેસાઇ એ ઘેરા સ્વરથી ગઝલ, એવી તન્મયતાથી સંભળાવી કે જાણે એ પોતે ગઝલના વિશ્વમાં જ પહોંચી ગયા હોય ……અને સાથી શ્રોતાઓને પણ પોતાની સાથે જ લઈ જાય.
  સલામ,,,,,,,,,,,,,,! સલામ………….

 16. MAULIN BHATT says:

  અરે ભાઈ કોઇ મને મહેરબાની કરી ને જણાવશે કે આ ગઝલ ડઉનલોડ ક્યા થી કરવી અને કેવી રીતે કરવી?????????????????????

 17. Harshit says:

  લગભગ ૧૦મા ધોરણ્મા આ ગઝલ અભ્યાસક્ર્મમા આવતી ત્યરે
  બહુ બોરિન્ગ કરી નાખતી કઈ રીતે કમ્પોઝ થઈ હશે તે મગજમા આવતુ નહિ
  પણ હવે એકદમ ઝક્કાસ

 18. આધુનિક ગઝલની એક અભૂતપૂર્વ ભેટ. આ પ્રગોગશીલ રચનામાં રહેલા એબ્સ્ટ્રેક્શનની તીવ્રતા દર વાચને વધુ ને વધુ મુગ્ધ કરતી રહે છે. કવિમુખે કૃતિને સાંભળવાની મઝા કૈંક અલગ જ છે.

 19. sabana chaus says:

  It’s really wonderful….!!!!!!

 20. chhaya says:

  વાસ્તવિક વિચારોનિ સુન્દર રજ્જુઆત ઝુમ્મર ફુતિ જવાનિ ઘતના
  જિવન નિ ક્સનભન્ગર્તા

 21. vineshchandra chhotai says:

  બહુ સબ્દો ઘનિવર ઔચ પદે તેવિવત આ ચે આન્ન સન્ધ્ર્ભ કહેવા જાવિ વઆત , અને સબ્દો ઔચ પદે ; કહો સૌ કર્વુ

 22. હેમા દેસાઈ અને આશિત દેસાઈનિ નકલ જ લાગી!!!!
  સુર-વૈભવ, સોન રુપા પ્રેઝન્ટેશન૧૯૯૭

 23. shershiya shailesh virjibhai says:

  AFFTER LONG TIME GOT A GOOD OPPORTUNITY TO HAV A LOOK AT GUJRATI GAZAL SAMBLVA MALI.

 24. wonderfull, The great,thanks & prey to God for bless to get mercy for this type of wonderfull work done wothout reward.

 25. Anila Amin says:

  વાહ્ , અફ્લાતૂન , ઝક્કાસ , સરસ મઝા આવી ગઇ આવુ બધુ કહેવા કરતા

  માણસ માટે આપેલા પર્યાયો એ ગઝલકારનો શબ્દવઈભવ અદ્ભુતછે એમકહેવુ વધુ ઉચિત

  લાગેછે . માણસ અને તેના બધા પર્યાયો એક ઘટનાજછે. છેવટેતો બધુ જ નશ્વરજછે

  બધુ એકબીજામા લીન થૈ જવાનુછે તે કવિએ બહુ સરસ રીતે અભિવ્યક્ત કર્યુ છે.

 26. ખુબ જ સરસ અને સુન્દર રચના,
  આમા કૈ કડી વધુ ગમી તે કહેવુ મુશ્કેલ છે.
  દરેકે દરેક પન્ક્તી, વીચારતા કરી મુકે તેવી અર્થસભર રચના,
  આભાર.

 27. aziz says:

  tooo fast-no fun listening to it.

 28. Maheshchandra Naik says:

  સરસ ગઝલ, શ્રી નયનદેસાઈને અભિનદન, ગાયક બેલડીને અભિનદન, આપનો આભાર…………..

 29. Tushar Shukla says:

  Modern poetry was lucky to have Aashibhai and Paresh Bhatt as a composers..They gave full justice ..but we miss a voice like Pranav..we performed together and it was our first stage prog. and all time Hit..Morpichh.

 30. GAURANG says:

  Bhai bhai maja aavi gai ho

 31. falguni says:

  આશીતભાઈ અને હેમાબેન ના અદભુત સ્વર મા નયનભાઈ ના પલે પલે નવા અર્થ સમજાવતા સુન્દર શબ્દો.મજા આવી ગઈ. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *