ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

સ્વર : મુકેશ
સંગીત : કલ્યાણજીભાઇ

This text will be replaced

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું
ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઇ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

15 replies on “ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ”

 1. Suresh says:

  મને અત્યંત ગમતું, બહુ જ ભાવવાહી ગીત .
  કોણે લખ્યું છે અને કોણે ગાયું ગાયું છે તે શોધી કાઢી જણાવશો તો આનંદ થશે.
  આવાં ગીતો સાંભળીએ ત્યારે આપણી મહાન ભાષા, તેના સર્જકો અને તેના ગાયકો માટેનો અહોભાવ અદકેરો થઇ જાય છે.

 2. Suresh says:

  ‘જેણે બનાવ્યો એને જ હું બનાવ્યા કરું છું,’
  આમાં ટાઇપ કરવામાં એક ભૂલ ચીંધું?
  આમ હોવું જોઇએ:-

  ‘જેણે બનાવ્યો એને હું બનાવ્યા જ કરું છું,’

 3. manvant says:

  આ ગીત સ્વ.મુકેશે ગાયું હોય, એમ અવાજ
  પરથી લાગે છે.ભાવવાહી ગીત છે.આભાર !

 4. Ramesh Shah says:

  સ્વ મુકેશ ના કંઠે ગવાયેલ આ ગીત ના ગીતકાર સ્વ.અવિનાશ વ્યાસ છે. અને હુ..તુ…તુ..તુ ના ગીતકાર પણ તેઓ જ છે. ગીતો ના કંમ્પોઝર કલ્યાણજી ભાઈ અને ગૌરાંગ વ્યાસ અનુક્રમે.બંન્ને
  ગીતો લગભગ ૨૦-૨૫ વર્ષ જુના છે એટલે મારી ભૂલ ની શક્યતા ખરી.આજ સમય ગાળા માં અવિનભાઈ નું મુકેશ ના કંઠે ગવાયેલું બીજુ ગીત ‘પંખીડા ને આ પિંજરુ…’

 5. Devang Shah says:

  good one. Excellent.tks devnag shah

 6. Milin says:

  This is one of my favorite Gujarati song. Thanks a lot for uploading. Got to hear after about 20 years. Keep up good work.

 7. Mahendra N Parekh says:

  Very good I love this song

 8. Nirlep Bhatt says:

  awesome…bahu j saras!

 9. pragnesh says:

  સમજુ વ્યક્તિ માટે ઇશારો પુરતો……..
  માણસના મનની વેદનાની શબ્દોથી અદભુત અભિવ્યક્તી…
  અને મુકેશજી નો અદભુત અવાજ….
  One of the Rare combination I ever listen…
  આભાર……. ફરી એક વખત….. જૈશ્રિ બહેન

 10. Bhailal Solanki says:

  ફરી ફરી સાંભળવાનું મન થાય એવું આ ગીત છે.

 11. pragnaju says:

  મધુર ગાયકી ભાવવાહી ગીત

 12. ખુબ સરસ અને ભાવ્વાહિ ગેીત

 13. jayantilal batt says:

  રાત્રે નિદર ના આવ્તિ હોય તો સાભાલો આ મ્ધુર ગિત્

 14. Saurabh Sonawala says:

  “મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને”

  એક નાનો સુધારો –

  “મરું છું થોડી વાર મીઠું ઝહર લઇને”

  એમ હોવુ જોઇએ

 15. HARAD VYAS says:

  મધુર ગાયકી ભાવવાહી ગીત માણસના મનની વેદનાની શબ્દોથી અદભુત અભિવ્યક્તી…
  અને મુકેશજી નો અદભુત અવાજ…મને અત્યંત ગમતું, બહુ જ ભાવવાહી ગીત .
  અવિનાશ વ્યસ ની c.d. મારી પાસે છે. મને ગમતુ ગીત ખરેખર અદભુત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *