રસિયો ફાગણ આયો ! – જયંત પલાણ

આજે ફરી ફાગણનું એક મજેદાર ગીત..! આમ તો ફાગણ મહિનો અડધો જતો પણ રહ્યો.. પણ હોળીના-કેસુડાના રંગોની વાત થતી હોય તો આવું રંગીલું ગીત સંભળાવવા માટે બીજા એક વર્ષ રાહ જોવાઇ?

સ્વર – ગીતા દત્ત

This text will be replaced

હે અલબેલો…
હે અલબેલો ફૂલ છોગળીયાળો રસિયો ફાગણ આયો
હે કામણગારા…
હે જી કામણગારા….
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
…રસિયો ફાગણ આયો !

વનરાવનમાં તનમાં મનમાં થનગન જોબન લાયો
ફોરંતી પાંખડીએ આંજેલી આંખડીએ આવી
મઘુ ટપકટે મુકુલડે મલકાયો ફાગણ આયો
…રસિયો ફાગણ આયો !

હે આવ્યો મસ્તાનો ગોપી-ગોપ કેરા રાસે
કળીઓના કાળજળે આવ્યો પ્રેમભરી
મનમોહનની યાદ બનીને અંતરમાં સમાયો
…રસિયો ફાગણ આયો !

9 replies on “રસિયો ફાગણ આયો ! – જયંત પલાણ”

 1. ફાગણનું રંગીલું-અલબેલું આ ગીત રેડિયોગ્રામમાં અગણિત સાંભળ્યું છે. વષૉ બાદ આજે ફરી સાંભળવાની તક મળી.

  કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો..
  રસીયો ફાગણ આયો..

  ફાગણ આવે અને વનરાવનમાં જોબન લાવે..!!
  જાણે કુદરત એનું સામ્રાજ્ય ટહુકો કરીને કહેતી હોય..

  આભાર…

 2. સુંદર પ્રસંગોચિત ગીત… ગાયકી અને સ્વરાંકન પણ ગમી જાય એવા…

 3. harsukh Doshi says:

  Wah! Wah!
  Eventhough away from India, enjoyed each & every songs of HAPPY HOLi & Rasiaa Fagan Aayo.
  Not a word for thanks but Wah!……Wah.
  Harsukh Doshi

 4. manvant says:

  ફાગણ ફોરે તે કોને ના ગમે

 5. Naishadh Pandya says:

  આ ગીત કૌમુદીબેન નુ ગાયેલુ નથી. કદાચ ગીતાદત્ત હોય એમ લાગે છ.

 6. વત્સલ says:

  જયશ્રીજી
  મારે ડભોઇ નુ એક લોકગીત છે. કિલ્લા મા એક હીરા કડિયા ને જિવતો ચણી લીધો હતો તેનો ગુન્હો હતો તેની પત્ની માટે તેણે પ્રેમ પ્રતિક માગ્વા પર તેણે મહેલ ના પથ્થર ચોરી “તેન તલાવ “તળાવ બાન્ધયુ જે એક લોક્ગીત બન્યુ મારે તે ટહુકા પર મુકવા આપને પ્રયત્ન કરવા કહુ છુ ગીત આ પ્રમાણે છે.!”ડભોઇ ની માયુ એ ચણી લીધો રે.. ડભોઇ તો રુડુ ગામ “

 7. બહુ જ સરસ ગીત છે. મઝા પડી ગઇ.

 8. kamal jayanatbhai palan says:

  This Song is sung by Geeta Dutt and written by my beloved father – Shri Jayant Palan.

 9. chetna bhojani says:

  ખુબ સરસ્……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *