તું મીંઢળ જેવો કઠ્ઠણ… – વિનોદ જોશી

મારું આ ખૂબ જ ગમતું ગીત – આમ તો ૪ વર્ષ કરતા વધુ સમયથી ટહુકો પર ગૂંજે છે..! (તમે સાંભળવાનું ચૂકી નથી ગયા ને? )
આજે ફરી આ ગીત – અને એ પણ એક મઝ્ઝાના બોનસ સાથે.. આ જ ગીત – કવિના પોતાના સ્વર અને સ્વરાંકન સાથે..! મને શિકાગોમાં આ ગીત વિનોદભાઇ પાસે તો સાંભળવા મળ્યું જ હતું – પણ મધુમતીબેને પણ એમના મધુરા સ્વરમાં આની એક રજૂઆત કરી હતી..!

ચલો.. વધુ પૂર્વભુમિકા વગર સાંભળો અને માણો આ મસ્ત ગીત..!

સ્વર અને સ્વરાંકન : વિનોદ જોશી

This text will be replaced

*******
Posted on July 26, 2006.

સ્વર : રેખા ઠાકર
સંગીત : સુધીર ઠાકર
RA2840

.

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી

એક આસોપાલવ રોપ્યો…
તેં આસોપાલવ ફળીયે રોપ્યો.. તોરણમાં હું ઝુલી
તું અત્તરની શીશી લઇ આવ્યો, પોયણમાં હું ખીલી

તું આળસ મરડી ઉભો.. ને હું પડછાયામાં પડી..
તું મીંઢળ જેવો કઠ્ઠણ….

એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું, તેં પૂજ્યા પરવાળા
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું, તેં પૂછ્યા સરવાળા

તું સેંથીમાં જઇ બેઠો, ને હું પાંપણ પરથી દડી
તું મીંઢળ જેવો કઠ્ઠણ…

– વિનોદ જોશી

21 replies on “તું મીંઢળ જેવો કઠ્ઠણ… – વિનોદ જોશી”

 1. બહુ જ સરસ શબ્દો છે કવિશ્રી વિનોદ જોશી ના. અને ગાનારે કંઠ પણ સરસ આપ્યો છે.
  આભાર , જયશ્રી જી…

 2. manvant says:

  સુર.સૌન્દર્ય ,શબ્દો,પસંદ,જયશ્રીબહેનની
  રગેરગમાં પ્રસરેલાં છે,તેનું આ એક ઉત્તમ
  ઉદાહરણ છે.કવિ પણ કોઇ રત્ન જ છે ને ?

 3. Gaurav Dalwadi says:

  Really, Amazing one! Vinod Joshi is the maestro of melodious lyrics. I have heard one more such type of lyric is ” Saavariyo re maaro saavariyo..Hu to Khobo mangu ne dai de dariyo…” If anybody is having it, please upload it.

 4. ANAND says:

  cograts.jayshreeben,vinod joshi.

 5. dimple says:

  ઘના સમય બદ આ ગિત સમબભલવા મલ્યુ ખરેખર મજા આવિ ગયિ મને આ બધા ગિત સુરત મા કયાથિ મલ્શે તે જો આપ જનાવિ શકો તો મહેરબનિ કરિ ને જનવ્શો થેન્ક્યુ

 6. Priyanka says:

  Hi Jaishreedidi,
  Very nice song with wonderful words.
  Rekha Thakar’s voice is just amazing.
  Can you put song of “Gokulni Vaat” the album composed by Sudhir thakar and sung by Rekha Thakar.
  Before this I’d requested some song, I’d send a mail also but there no any reply or response.

  અરે છેલ્લા બે વર્ષથિ regular site પર આવુ છુ એટલી તો દાદાગીરી કરી શકુ ને !!!??

  So please reply me. 🙂

 7. amita Bhakta says:

  સુન્દર કાવ્ય, મધુર સ્વર.

 8. Maheshchandra Naik says:

  કવિશ્રીને અભિનદન, સુર, સ્વર, સંગીત અને સૌન્દર્યનો મેળ કવિ સિવાય ભાગ્યે જ કોઈ કરી શકે, તમારો આભાર્……

 9. dipti says:

  …..તું સેંથીમાં જઇ બેઠો, ને હું પાંપણ પરથી દડી….

  સુન્દર કલ્પના!

 10. rajeshree trivedi says:

  પ્રથમ વાર સાઁભળ્યુઁ. સરસ

 11. Sandhya Bhatt says:

  વિનોદભાઈના સ્વરમા ગીત સાંભળવાની મઝા આવી ગઈ.

 12. Saloni says:

  મારા લગ્ન છે ને આ વાંચીને હું તો ખુશ થઇ ગઈ.. પણ આ પોયણ નો અર્થ શું થઇ એ કોઈ સમજાવશો?

 13. Ravindra Sankalia. says:

  વિનોદ જોશિનુ આ ગિ ઘણુ ગમ્યુ.લગ્નવિધિના પ્રતિકો બહુ સરસ રિતે યોજયા છે.

 14. Baarin says:

  બહૂ દીવસ પછિ એક સારિ રચના ખુબ સુન્દર

 15. Amazing…the poet,the child and the lover – of imagination, all compact.

 16. Guest says:

  મેં પાનેતરમાં મોતી ટાંક્યું, તેં પૂજ્યા પરવાળા
  મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું, તેં પૂછ્યા સરવાળા

  આ બે લીટીમા પરવાળા અને સરવાળા નો અર્થ ન સમજાયો.
  પરવાળા એ શેનુ પ્રતિક છે?

 17. બહુ જ સરસ
  કવિશ્રી વિનોદ જોશીજી નુ મોરપિંછ વરસ પહેલા સૌ.સમાચાર મા આવેલ તે મારે વાચવુ છે.
  મળશે ખરુ?
  મહેરબાની
  આભાર

 18. sanjay chotalia says:

  ahee jodanini ek bhul છ્e. “poyani khuli” e sachu છ્e.

 19. kumar says:

  આ ગીત કયા આલ્બ્માંથી મલી શકે?

 20. ajsohani says:

  તમને નથી લાગતુ કે શબ્દો મા ગીત પુરુ છે પણ ઓડિયો મા છેલ્લી ચાર પાંચ લાઇન નથી સંભળાતી…
  કોઇ આ વાત થી સહમત તો જરૂર થશે ?

 21. ajsohani-Waterloo, ON (Canada) says:

  સ્વર : રેખા ઠાકર નુ આ ગીત ઓડિયો મા પુરૂ નથી, જયશ્રી બેન તમે પોતે સાંભળી જુઓ અને અગર તમને લાગે કે પુરૂ છે તો પછી મારે મારૂ ઓડિયો સિસ્ટમ કોઇ Expert થી ચેક કરાવવુ પડશે.જવાબ જરૂર આપજો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *