ટહુકો પર ઘણા વખતથી ગુંજતું આ ગીત… આજે ફરી એકવાર - એક નવા સ્વર સાથે… અને એ પણ ટહુકોના એક એકદમ ખાસ Supporter ની ફરમાઇશ પર..
સ્વર : ??
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4
મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5
લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10
બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11
થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12




July 12th, 2006 at 12:27 am
nice … its too good
and one of my fevriout
July 12th, 2006 at 10:28 am
આવુ સંદર પ્રભાતિયુ સાંભળવાની મજા આવી ,, આભાર જયશ્રીબહેન.
January 2nd, 2007 at 9:53 pm
After Long time I listen…You have good Taste…I just seen first time that this type of all Gujarati Songs, Bhajans are on Web, You can read also & listen also. Thanks, Keep it up…
April 24th, 2007 at 12:08 am
આજના જમાનામા આવા ગીતો કયાં સાંભળવા મળે છે !
May 3rd, 2007 at 12:11 am
બહુજ સરસ ગીત છે. બાળપણ ની યાદ આવી ગયી
May 7th, 2007 at 1:13 am
it is very good to hear this kind of song/kavita on this site, when i am away from my country. thank u for that.
June 18th, 2007 at 11:46 am
બહુજ સરસ ગીત ! મારી બા મને આ ગીત સુનાવતી. મારી બા ની યાદ આવી ગઇ. Its such a beautiful song with a great storyline. Thank You so much for sharing it with us.
August 15th, 2007 at 9:49 am
This is really nice, i get back to my childhood. This is so simple but full of bhakti. I couldnt stop my eyes getting wet.
September 5th, 2007 at 9:26 am
આજે જન્માશ્ટમિ છે..આ ગિત ખુબ ગોત્યુ પણ ન મળ્યુ…પછી અહિયા પપ્પાના કહ્યા પર ગોત્યુ…મન ખુબ ખુશ થ્યુ…બહુ આભાર!!!
September 7th, 2007 at 10:31 am
[...] આખું ગીત ટહુકા પર વાંચો અને સાંભળો… [...]
September 12th, 2007 at 11:38 am
ઘાણા સમય થી આ પદ શોધ તો હતો. આજે અચાનક જ અહિ મળી ગયુ. ધન્યવાદ.
September 26th, 2007 at 1:02 am
દેવિકાકા NID વાળા
ખુબજ સુન્દર ભજન સાભરવાની મઝા આવી ગઈ
જેણ બાળપણ ની યાદ કરાવી
October 7th, 2007 at 6:17 am
સરસ બહુ વખતે સારુ ગેીત મલ્યુ
October 29th, 2007 at 7:14 am
બહુ સુન્દર પ્રભાતિયુ મરા બેન સવારે ગાતા હતા
February 15th, 2008 at 9:31 am
જલ ક્મ્લ ગિત સાભ્લિ શ્કાતુ નથિ.
February 15th, 2008 at 10:58 am
Corrected.
Thank you…
May 13th, 2008 at 8:56 pm
HI All,
Is there any way that i can download all these songs of Narsinh mehta, its really ncie to hear those in the morning… Thanks, Dhiren
May 31st, 2008 at 3:29 pm
i can’t hear it
June 28th, 2008 at 12:42 pm
After Long time I listen…You have good Taste…I just seen first time that this type of all Gujarati Songs, Bhajans are on Web, You can read also & listen also. Thanks, Keep it up…
June 29th, 2008 at 11:51 am
આપ નો ખુબ ખુબ આભાર.
July 2nd, 2008 at 3:19 am
આપ્ નો ખ્બ ખ્બ અભાર્.
ક્ઇ િર્ત ઈ-મૈલ મા મુકાય્?
July 11th, 2008 at 10:46 am
બાળપણ ની યાદ આવી ગયી. આપ નો ખુબ ખુબ આભાર.
આજના જમાનામા આવા ગીતો કયાં સાંભળવા મળે છે !
August 31st, 2008 at 3:57 pm
વાહ શુ સવાર છે આજ નિ…….યાદ પન નથિ કે છેલ્લે ક્યારે સાભળેલુ આ ગિત……આભાર.
September 20th, 2008 at 11:26 pm
Excellent
October 26th, 2008 at 6:27 am
બાળપણ ની યાદ આવી ગયી. આપ નો ખુબ ખુબ આભાર.
આજના જમાનામા આવા ગીતો કયાં સાંભળવા મળે છે !
October 26th, 2008 at 1:19 pm
Happy Diwali.
Happy New Year.
October 26th, 2008 at 9:07 pm
ગાયક/સ્વરની માહિતી મળે તો જણાવશોજી.
આભાર.
October 27th, 2008 at 2:40 pm
આ મારિ મનપસન્દ કવિતા…
October 28th, 2008 at 2:19 am
નાના હતા ત્યારે જે રીતે ગાતા તે કરતા જુદી જુદી રીતે ગાયકી સાંભળી આનંદ થયો
October 28th, 2008 at 8:08 pm
આ ગીત નો સ્વરઃ ફરીદા મીર (farida mir)
November 30th, 2008 at 8:37 pm
This my one of most favorite kavita. but please give me download link for this .
Thanks and God Blessing you.
December 31st, 2008 at 11:05 am
આ તો મજા નિ વાત! ગુજરાતિ ગિતો નો સન્ગમ કોમ્પ્યુતર પર્.
January 21st, 2009 at 10:36 am
અતિ સુન્દર! શુ આ મા.દિવાળેીબેન ભેીલ અને પ્રફુલ દવેના સ્વરોમા છે? મે. કરી જણાવશોજી.
January 22nd, 2009 at 3:46 pm
Really feel by listening this songs after so many years.
Neha Parmar from Gurgaon
March 9th, 2009 at 3:30 am
I really love this song since my childhood. I really liked it. Thankyou so much for posting.
May 19th, 2009 at 1:23 pm
આ સુંદર ગીત ઉપર અમે નાટક ભજવ્યુ હતુ, તેની યાદ તમે મને કારાવી.આભાર…………….
May 20th, 2009 at 12:24 pm
આભાર.સ્તુત્ય અને પવિત્ર અનુભુતિ. અતિ સરસ .
May 20th, 2009 at 12:46 pm
HEARTLY CONGRATULATIONS FOR HAAVING SUCH A WAST COLLECTION OF GUJARATI SONGS.
July 17th, 2009 at 8:31 pm
સરસ સોન્ગ ચ્હે
July 25th, 2009 at 11:34 pm
બહુ સરસ. મને આ બહુ ગમ્યુ,આપનો ધન્યવાદ.
August 1st, 2009 at 2:10 pm
how to download this song without any cost…
August 14th, 2009 at 12:42 pm
Dear Jayshreeben,
Balpan yad devdavi didhu,
Nanapan ma amaru khub favrit hatu,batha bhega thaine gata…
Fantastic.
August 18th, 2009 at 10:53 pm
સરસ પ્રભાતિયુ બાળપણ ની યાદ આવી ગયી. આપ નો ખુબ ખુબ આભાર.
September 9th, 2009 at 12:27 pm
I really like this. I love this song. its really a wonderful song.
September 25th, 2009 at 7:52 pm
ખુબ સુન્દર છે. મારે “અખડ રોજિ તો હરિના હાથ મા ” કવિતા જોઇએ છે.
તો મને મારા email address પર મોકલિ આપવા ક્રુપા કરશો જિ…
October 27th, 2009 at 1:51 pm
બહુ સરસ ખરેખર એ સમયની યાદ આવી ગઈ. જેને જીવનને ઊધ્વ ગતિ સાથે ઊત્તમ મતિ આપી.આપનો આભાર.
October 28th, 2009 at 10:06 am
ધન્યવાદ ખુબસરસ ગિત સે તમારો ખુબ ખુબ આભાર
October 28th, 2009 at 10:13 am
બહુ મજા આવે શે તમારા બધા ગિત સાભળવાનિ ખરેખર અદ્અભુત
November 11th, 2009 at 4:15 pm
Ahmedabad! About forty three years ago in Best Middle School (high scool was yet to come) two students in Bhatt sir’s (?) Gujarati class spontaneously “acted out” this wonderful poem. Parimal Desai (now Dr Desai -just like his very fine father) became “Krishna” and I was all “other”characters. No one stooped us, in fact the teacher encouraged us (he was singing and we were acting!) it was a hit! And that day is etched in my memory with an indelible ink of wonder, happiness and innocence. Those were the days.
Thank you Jayshree for leading me down the memory lane.
December 4th, 2009 at 10:59 pm
ખુબ સરસ never expected such a beautiful son in gujrati with sangit and sur lay
આવુ સરસ ખાવાનુ પેીરસ્તા રહો
January 3rd, 2010 at 8:37 am
જલ કમલ ચ્હાન્દિ જને બાલ…ગયિક ૧.દમિયન્તિ બાર્દઐ..૨.યાદ નાથિ આવ્તુ…!પચ્હિ થિ કહિશ આભાર્…રન્જિત્
February 21st, 2010 at 2:26 am
Bachpan man mari sakhi Vijya mane aa & shrven nu shikhwadti hati,ane mari pase thi ginan shikhti hati aa atyare pan mane akhu yaad chhe shrven na shabdo yaad nathi, mukva maherbani karsho.
February 23rd, 2010 at 12:29 pm
કેમ મજમ
March 1st, 2010 at 8:13 pm
ખુબ જ સરસ વરન કર્યુ .. જાને નરસિહન મેહતા એ આ પ્રસન્ગ રુબરુ જોઈ ને વરન્ન કરે.
અતિ પવિત્ર અનુભુતિ કરવતુ ભજન.
March 11th, 2010 at 11:39 pm
આ વેબ સાઈટ સુપ્રરબ છે…………………
March 24th, 2010 at 8:29 am
ખુબ સુન્દર પ્રભાતિયુ , મારી ફેવરીટ કવિતા આભાર્….
April 8th, 2010 at 8:39 am
આ તો અમારે રોજ સાંભળવાનું ગીત છે. અસલ ગુજરાતી કવિતા. સ્કુલ પછી પણ ક્યારે ભૂલાયું નથી.
April 8th, 2010 at 8:42 am
બિજા સ્વર મા>>>http://www.youtube.com/watch?v=EkZEyLs3Qyg&feature=related
April 15th, 2010 at 1:45 pm
બહુ સરસ કાવ્ય….
આ સાંભળી ને મને મરા નાનપણ ની યાદો આવે છે….
૫ મા ધોરણ મા આ કાવ્ય આવતુ હતુ…..
June 20th, 2010 at 8:12 pm
આ કાવ્ય નું પઠણ કર્યા પછી બાળપણ યાદ આવી ગઇ…
M.A.PATEL
July 4th, 2010 at 8:24 pm
Good…. Very Nice… continue
July 4th, 2010 at 8:35 pm
I like Bhajan / Prabhatia Special Written by Narsi Bapa, Mira MAA & Ganga Shati.
All are having Devotional Message.
For Krisna Bhakti this all Devotional Songs Play Good Role along with self realisation too.
Atlast I am Very Much Thanksful to Tahuko & there Team
July 9th, 2010 at 9:48 pm
બહુ સરસ બાળપણ ની યાદ આવી ગયી આપ નો ખુબ ખુબ આભાર.
July 21st, 2010 at 11:46 pm
Hi, I was watching Mahabharat and suddenly scene came of this song and felt to sing, but as many years passed last since time remember this KAVITA. So get on net and found it. Almost cry when hearing it with such a wonderful tune and voice.
Great work is done by up loader.
Million thanks.