ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

સફળતા જિંદગીની…. – બરકત વિરાણી ‘બેફામ’

ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી… છેલ્લા 1 મહિનામાં લગભગ 5-6 જેટલા ‘Construction In Progress’ projects નું audit કર્યા પછી આ વાત મને કદાચ વધુ સારી રીતે સમજાય છે..!! :)

પણ સાચ્ચે.. ગઝલનો મત્લા (પ્રથમ શેર) એવો જાનદાર છે કે આખી ગઝલ વાંચવા મજબૂર કરી દે..!! અને આવા શાનદાર શબ્દોને જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં ‘ધનાશ્રી પંડિત’નો દમદાર અવાજ મળે, ત્યારે સાંભળનાર ડોલી ના ઉઠે તો જ નવાઇ..!!

This text will be replaced

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

- બરકત વિરાણી ‘બેફામ’

(આભાર : રીડગુજરાતી.કોમ)

એક વર્ષ પહેલા : ન સાંભળે - ભગવતીકુમાર શર્મા

બે વર્ષ પહેલા : અઢી અક્ષરનું ચોમાસુ - ભગવતીકુમાર શર્મા

15 comments to સફળતા જિંદગીની…. – બરકત વિરાણી ‘બેફામ’

  1. Harsukh Doshi
    March 1st, 2009 at 6:34 am

    Very frank, firm and truth is uttered in this gazal from deep corner of the heart. person has to devote time to understand the theme after this creation and take lesson from it. thanks!

  2. utsav
    March 1st, 2009 at 10:25 am

    તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
    કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી
    વાહ મજા પડી ગઈ!!!!!!!!!
    સરસ ગઝલ
    આભાર Jayshree

  3. વિવેક ટેલર
    March 2nd, 2009 at 12:41 pm

    અણિશુદ્ધ સુંદર ગઝલ… ગાયકી પણ ગમી જાય એવી…

  4. mukesh parikh
    March 2nd, 2009 at 8:55 pm

    ‘બેફામ’ સાહેબ માટે જેટલું પણ કહીએ અથવા લખીએ, પૂરતું નથી.. એક થી એક ચઢિયાતા શેર..

    સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
    ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
    બેનમૂન શેર

    ‘મુકેશ’

  5. Arpita
    March 4th, 2009 at 6:25 pm

    hello jayshree,
    gazal bahu j saras che
    pan teni ek line vagi ne bandh thai jay che to kyarek start j thati nathi to jara repiar karavava vinanti

  6. Shreya
    March 5th, 2009 at 12:09 am

    વાહ.. મઝા આવી ..!!

  7. Harsha
    March 10th, 2009 at 6:14 am

    hello jayshree ..koini 40th b day mate shayari athva gazal or poetry joiye che .any suggestions. also L.A. ma gujrati sammelan hoito pl.inform if you can

    aabhar

    Harsha

  8. KETUBHAI
    March 14th, 2009 at 4:40 am

    I WOULD LIKE TO KNOW WHY AM NOT BE ABLE TO HEAR THE TRACK AT TIMES EVEN IF I CLICK THE RIGHT KEY?
    KETUBHAI DESAI

  9. HEMANG BUCH
    March 14th, 2009 at 5:35 pm

    GREAT !

  10. BHUPENDRA JESRANI
    June 2nd, 2009 at 8:44 pm

    NO SOUND…!!!PLEASE HELP!!!! THANKS…PLEASE INFORM WHEN DONE!!! THANKS!!!!

  11. bhadresh shah
    January 19th, 2010 at 9:59 pm

    ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
    પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

    આના થી વધારે નિખાલસ્ બિજુ શુ હોઇ શકે?

    સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
    પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.
    ફ્ક્ત વાહ્!
    સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
    ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

  12. bhadresh shah
    January 19th, 2010 at 10:14 pm

    કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
    જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.
    ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’……વાહ્!

  13. ભદ્રેશ શાહ્
    January 19th, 2010 at 10:20 pm

    હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
    કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.

  14. jan
    July 21st, 2010 at 6:13 pm

    can i get barkat viraani’s singer other than Bhupandersingh ekla j avyaa manva ekla javana.. sang by any other male or female voice. please.

  15. vishal savliya
    August 26th, 2010 at 6:32 pm

    http://gujarativishal.blogspot.com/

    ગુજરાતી - ગઝલ, હસો અને હસાવો, સફળતા, કોમ્પ્યુટર વિશે નો જાણવા જેવો બ્લોગ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>