કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

આજે ૧લી મે ર૦૧ર, ૫૨મો ગુજરાતદિન….., વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની વર્ષગાંઠ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!! જુન ૨૦, ૨૦૦૬ માં પહેલા મુકેલું આ પ્રખ્યાત ગીત ફરી એક વાર બે જાણીતા સ્વરોમાં…..

સ્વર – પ્રફુલ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – હેમુ ગઢવી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

* * * * * * * * * * * * * * * * * * * *

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )

kesudo

This text will be replaced

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

– ઝવેરચંદ મેઘાણી (કવિ પરિચય)

(પ્રફુલ દવે અને હેમુ ગઢવીના સ્વરમાં ઓડિઓ ફાઇલ માટે આભાર  www.jhaverchandmeghani.com)

282 thoughts on “કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

 1. sagar

  દરેક ગુજરઆતેી એ જેીવન મા સામ્ભલ્વા જેવુ એક ગેીત્

  Reply
 2. ભાર્ગવ મહેતા

  આપણા “રાષ્ટ્રીય શાયર” ના પ્રત્યેક શબ્દો માંથી દેશપ્રેમ છલકે છે।

  Reply
 3. Vishnu bhalodi

  વીર અને સુરાઓ ની આ પાવન ધરતી છે સૌરાષ્ટ્રની , માં ભોમ કાજે કદાચ જીવન ખર્ચાય જાય તો પણ મંજુર છે…

  Reply
 4. Bhavin

  આ દુનિયા મા ક્યારેય શ્રિ ઝવેર ચન્દ સાહેબ જેવા કવિ થવા હવે શક્ય જ નથિ…..
  સલામ ઈ સોરથ ના દિકરા ને……

  Reply
 5. Dr.madhavi vyas

  આપનુ ર્રાજ્ય લોક્શાહી તન્ત્ર ધ્રરાવે ચ્હે પન સારુ પાસુ એ ચ્હે કે લોકો સારા ખરાબણી પરખ કરી શકે તેવા

  Reply
 6. jigar

  અગાઉ, આ સરસ ગીત આખુય આ સાઈટ ઉપર સાંભળવા મળતું હ્તું પણ હવે માત્ર થોડું જ સાંભળવા મળે છે. જોઆખુ સંભળાવોતો સારુ……..

  Reply
 7. jivraj parghi

  લોક્સાહિત્યના સશોધકો અને સમ્પાદકો પર નેશનલ સેમિનાર ૨૪-૨૫ ફેબ્રુઆરી-૨૦૧૪
  મહીલા કોલેજ, જોશીપુરા, જુનાગધ

  Reply
 8. vijay solanki

  મને ખુબજ ગમ્યું મને શ્રી ઝવેરચંદ ને સંભળવા ખુબજ ગમે છે.
  .
  .
  .
  .
  જય હિન્દ ……
  .
  .
  .
  અભાર

  Reply
 9. jAYANT SHAH

  ગીત પુરુ નથી સભળાતુ નથી .આમ કેમ ? બાકી મજા આવી !

  Reply
 10. Samir Shukla

  મારે કસુંબીનો રંગ , પ્રફુલ દવે અને હેમુ ગઢવી બન્ને ના સ્વરમાં જોઇએ છીએ શું મને લીંક આપી ?

  Reply
 11. Parth Joshi (Singer)

  કદાચ મેઘાણી ન હોત તો મને ને તમને આ ભારતભૂમિ ના સૂવર્ણ ઈતિહાસ નો ખ્યાલ ન આવત….. મેઘાણીની કલમ વગર કોઇ જાહેર પ્રોગ્રામ મા રોનક ન આવે…સાહેબ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *