શ્વાસ શ્વાસમાં રાસની લીલા – સુરેશ દલાલ

આજકલ વેલેન્ટાઇ – પ્રેમની મોસમ ચાલે છે, તો રાધા-કૃષ્ણના પ્રેમને યાદ કર્યા વગર ચાલે?

રાધા વૃધ્ધા થાય નહીં ને કૃષ્ણનું યૌવન માય નહીં,
શ્વાસ શ્વાસમાં રાસની લીલા કદીયે થંભી જાય નહીં.

ધૂળ ધૂળમાં ગોકુળ ઘૂમે વૃંદાવન લહેરાય,
મોરપિચ્છનો મુગટ ધારીને સૂર મુરલીના ગાય.
જનમપૂનમના ઘાટથી પૂનમ ક્યાંયે આછી થાય નહીં

શૈશવ ને જોબન તો અહીંયા અડખેપડખે બેઠાં,
હોઠ હજીયે ભીના ભીજા કુંવારા ને એંઠા.
અરસપરસનાં વરસો કેવાં સદીઓમાં વહી જાય અહીં.

– સુરેશ દલાલ

6 replies on “શ્વાસ શ્વાસમાં રાસની લીલા – સુરેશ દલાલ”

 1. ધવલ says:

  શૈશવ ને જોબન તો અહીંયા અડખેપડખે બેઠાં,
  હોઠ હજીયે ભીના ભીજા કુંવારા ને એંઠા.
  અરસપરસનાં વરસો કેવાં સદીઓમાં વહી જાય અહીં.

  – સરસ !

 2. સુંદર ગીતરચના…

 3. utsavraval says:

  સુંદર વાહ સરસ

 4. Dhansukh Mistry says:

  જયશ્રીબેન
  રચના ખુબજ સુંદર છે. આ ગીત નુ સંગીત સંભળાવશો?

 5. Nidhi says:

  To Jayshreeben
  If I want to become a blog member of Gujarati what is the procedure ? Pls guide me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *