હું જ છું મારી શિલ્પી

આજથી લગભગ 6 વર્ષ પહેલા ગાંધીનગર – અક્ષરધામની મુલાકાત વખતે આ અધુરું શિલ્પ જોયું હતું. પપ્પા સાથે હતા, અને એમણે ત્યારે જરા સમજાવેલું પણ ખરું. પણ હું તો એને તરત ભૂલી ગઇ’તી. 2 વર્ષ પછી પહેલી વાર જ્યારે ઓફિસના કામથી 1 અઠવાડિયા માટે બહાર જવાનું હતું, ત્યારે મનમાં થોડો ખચકાટ અને ડર હતો. ત્યારે પપ્પા સાથે વાત કરતા એમણે મને આ શિલ્પ અને એની સાથે લખેલ વાક્ય યાદ કરાવ્યું. ” તમે જ તમારા શિલ્પી છો. ” અને પછી તો ઘણી વાર એ વાત યાદ કરીને self motivation અનુભવું છું.

——

હું જ છું મારી શિલ્પી, બેનમૂન શિલ્પ બનાવીશ,
અડગ વિશ્વાસ છે મુજમાં મને, જાત ને કંડારીશ.

લાગણીના ઉપવને ખીલતાં અને ખરતાં પુષ્પો,
અસ્તિત્વની સુવાસ મારી આપબળે મહેકાવીશ.

અતીતના પડછાયા તો જાણે ક્યાંય ઓગળી ગયા,
સ્મૃતિઓને અસ્તિત્વના અંગ રૂપે સ્વીકારીશ.

સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ.

જીવનમાર્ગની એકલતા મને વિચલીત તો ક્યાંથી કરે ?
સાથ મળે જે મિત્રોનો, હું પ્રેમપૂર્વક વધાવીશ.

– જયશ્રી

——–

મને ખબર છે, ઉપર જે લખ્યું છે, એમાં છંદનું તો નામો-નિશાન નથી.. અને જાતે જ લખ્યું છે, એટલે જોડણીની ભૂલ પણ હોવાની. જ. વડીલો અને મિત્રોને ખાસ વિનંતી કરું છું કે ભૂલ હોય ત્યાં માર્ગદર્શન આપશો.

26 thoughts on “હું જ છું મારી શિલ્પી

 1. nilam doshi

  છંદના બંધન વિના પણ લાગણી નો એહસાસ જો શબ્દો વડે કારી અને કરાવી શકાય તો એ સાર્થક છે જ.દરેક વખતે મઠારી ને શબ્દો શોધવા જઇએ બુધ્ધિથી તો ઘણીવાર મૂળ એહસાસ જતો રહે એવું પણ બને.
  સરસ અભિવ્યક્તિ.છંદ સાથે કે છંદ વિના પણ કાવ્ય હોઇ શકે.હોય જ છે.

  Reply
 2. સુરેશ જાની

  બહુ જ સરસ શબ્દો અને બહુ જ સરસ ચિત્ર.
  નીલમબેનની વાત સાચી છે. પણ ભાવ અને છંદ સાથે મળે ત્યારે બહુ સુંદર સર્જન થાય છે, જેને ગાઇ પણ શકાય છે.
  સારું શિલ્પ બનાવવું હોય તો શિલ્પ કળા શીખવી પડે.
  મારો અનુભવ એમ કહે છે – અને હું કાંઇ કવિ નથી – જેમ જેમ આપણે છંદમાં લખવા પ્રયત્ન કરીએ તેમ તેમ આપણને કાવ્યને યોગ્ય શબ્દો જડવા માંડે છે- ભાવને સહેજ પણ મરોડ્યા વગર. અને ઘણી વાર એમ પણ બને છે કે, યોગ્ય શબ્દની આ શોધ આપણને નવા વિચારોની પ્રેરણા આપે છે, અને આપણે ન વિચારેલી બીજી કડીઓ સૂઝવા માંડે છે.

  Reply
 3. Chirag

  બહુ સરસ, જયશ્રી ! લખવાનુ ચાલુ રાખજે, તું ઘણું સારુ લખી શકે છે.

  Reply
 4. UrmiSaagar

  વાહ જયશ્રી!
  સુંદર શબ્દોનું સુંદર શિલ્પ કંડાર્યું છે અને એને હંમેશા કંડારતી જ રહેશે…
  વળી આપણે ક્યાં શિલ્પને પૂર્ણ કરવું છે…!
  ખરી મઝા તો એને કંડારવામાં જ છે… પૂર્ણતામાં ક્યાં છે?!!

  Keep it up!!

  Reply
 5. Kiritkumar G. Bhakta

  જયશ્રી,
  લડાઈમાં લડે તે સિપાઈ,બાકી કેડે તલવાર ટાંગીને ઘરે બેઠેલો સિપાઈ કેમ કરીને હોય!
  જીવનમાર્ગની…વધાવીશ્.સુંદર ખેલદિલી,અનુભવે જાણીશ.
  રસ્તો,વિચાર અને કલ્પના,…..બસ,સલામ…

  Reply
 6. vijayshah

  સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
  આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ

  સુંદર

  Reply
 7. Mrugesh shah

  ખૂબ સુંદર રચના. ખૂબ ખૂબ અભિનંદન. આજ પ્રમાણે લખતા રહો એવી શુભેચ્છાઓ.

  Reply
 8. વિવેક

  રચના સરસ છે પણ આજ પ્રમાણે લખતા રહો એમ હું નહીં કહું… નીલમબેનની છંદ અને ભાવની વાતમાં બુદ્ધિ અને હૃદયની મારામારી જેવી વાત સાથે પણ હું સહમત નથી. સુરેશભાઈની વાત ‘સારું શિલ્પ બનાવવું હોય તો શિલ્પકળા શીખવી પડે’ વાળી વાતને હું સંપૂર્ણ અનુમોદન આપું છું. છંદ શીખવા એટલા અઘરા પણ નથી અને છંદમાં લખવું પણ સ્હેજે અઘરું નથી… જ્યાં સુધી છંદમાં નહીં લખું ત્યાં સુધી ગઝલ જ નહીં લખું એવી કટિબદ્ધતા ન કેળવીએ ત્યાં સુધી છંદ શીખી શકાશે જ નહીં…

  Reply
 9. Nilesh Modi

  Good start Jayshree ! Very happy to see your own creativity !

  Start learning “chhand” parallely without affecting compositions for the moment. After some time, your compositions will start intersecting with “chhand” naturally.

  Keep it up !

  Reply
 10. Ajay Patel Post author

  ખરેખર જયશ્રી??!! આ તું એ જ “ટેણી” જયશ્રી છે જેને હું અતુલ થી ઓળખુ છું?? સરસ પ્રયત્ન છે. ડૉ.વિવેક નું મંતવ્ય પણ બરાબર છે છતા “ત્યાં સુધી ના લખુ” એવુ ના કરતી…. દેશી ભાષામાં કહું તો “ધોતા આવી જશે જ…”

  અભિનંદન. પ્રયત્નો ચાલુ જ રાખજે.

  Reply
 11. Ajay Patel Post author

  ખરેખર જયશ્રી??!! આવા સરસ શબ્દો એ જ “ટેણી” જયશ્રી ના છે જેને હું અતુલ થી ઓળખુ છું?? સરસ પ્રયત્ન છે.

  ડૉ.વિવેક નું મંતવ્ય પણ બરાબર છે છતા “ત્યાં સુધી ના લખુ” એવુ ના કરતી…. દેશી ભાષામાં કહું તો “ધોતા આવી જશે જ…” એમ પણ પ્રસિધ્ધ શિલ્પીઓ એ પણ પોતે પહેલા-વહેલા ઘડેલા શિલ્પ કદાચ એકદમ પરફેકશન વાળા ના પણ હતા હોય ને?

  અભિનંદન. પ્રયત્નો ચાલુ જ રાખજે.

  Reply
 12. Rajendra

  ખુબ સરસ….વાંચી ને આનંદ થયો..વધારે સારા ની અપેક્ષા સાથે…
  રાજેન્દ્ર ના જયશ્રી કૃષ્ણ…

  Reply
 13. chetu

  શ્રી નિલમ બેન ની વાત સાથે હુ પણ સહમત છુ…પણ વિવેક ભાઈ ની વાત પણ ઍટ્લી જ સાચી છે…શિખ્યા હોઇએ તો સરળ્
  પડે. તો પણ આ પ્રયાસ આવકાર્ય છે. અભિનંદન ..

  Reply
 14. જય

  ‘અડગ વિશ્વાસ’, ‘અસ્તિત્વની સુવાસ’, ‘સ્મૃતિઓ’, અને ‘શ્રધ્ધાનો દિવો’ – આ બધાં જ એક બીજાં નાં પૂરક બની ને આપણ ને આપણાં જ શીલ્પી બનાવવાં પ્રેરે છે. કોઈ પણ પરિસ્થિતિ માં ‘શિલ્પ’ ના ધ્યેય ને પ્રેમ પૂર્વક આત્મસાત કરતાં કરતાં અને હમેંશા હકારાત્મક વલણ રાખી આગળ વધતાં આપણી મંઝિલ તરફ ની અવિરત આગેકૂચ જાળવી રાખતાં આપણે આપણાં જીવન ના શિલ્પી અવશ્ય બની શકીશું. ‘ઊર્મિનો સાગર’ ની ‘ભવ્ય ઈમારત’ યાદ આવી ગઈ. શિલ્પ ને કંડારવાની વાત પણ એમણે જ કરી છે ને? જુઓ http://urmi.wordpress.com/ . જય.

  Reply
 15. જય

  મારી થોડી ગેરસમજ – ઊર્મિનો સાગર’ ની ‘ભવ્ય ઈમારત’ તો ‘આપણા અબોલાની
  આ ભવ્ય ઇમારત’ હતી. ‘આપણા અબોલાની’ એ મુખ્ય શબ્દો જ ન વાંચતાં મેં શિલ્પી અને ઈમારત ને સરખાવી દીધાં.
  ‘અબોલાની ઈમારત’ તુટે તો ફરી એકબીજાનાં સંવેદનો સાંભળી કદાચ ‘સંવેદનાની’ઈમારત રચી મૈત્રીનો મિનારો કંડારી શકાય. જય

  Reply
 16. praful

  Hi I am Praful chodvadia From Mumbai
  This site is very good. I like it very much. I could find number of songs and gazals here and quality too is good. Thanks a lot to the creator.

  Reply
 17. alpesh bhakta

  i can’t find words to congrates you. Really i am proud of you littel sister. (always for me).

  alpesh

  Reply
 18. Manoj Shah Los Angeles USA

  વીચારોની રજુઆત કરવા માટે ‘કવી’ કે ‘શાયર’ થવુ જરુરી નથી.
  તમરા પોતાના BLOG ઉપર તમને ફાવે તે લખવાની તમને છુટ હોવી જોઈયે.
  બાકી વીચારોને શબ્દો નુ સ્વરુપ આપી શકો છો, તે વધારે અગત્યનુ છે. બધાજ બંધનો છોડી નવુ લખવાનો સહજ પ્રયત્ન કરતા રહેજો.

  Reply
 19. Manoj Shah Los Angeles USA

  Jayshree,
  I just read somewhere that “It is easy to be critic than creator”. Unlike a Indian man, always critizised about his wife’s food. No matter how good is that.
  I would like to see something your OWN. (This is not a criticism, it is a inspiration.) You have done a such a job. “Hats off to you” (For a Job well done)

  Reply
 20. VVP

  સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
  આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ

  Wonderful………………………

  Reply
 21. Pingback: નાની પરી અને ટહુકોનો જન્મદિવસ…હું જ છું મારી શિલ્પી…..જયશ્રી ભક્ત « મન નો વિશ્વાસ

 22. Pingback: નાની પરી અને ટહુકોનો જન્મદિવસ…હું જ છું મારી શિલ્પી…..જયશ્રી ભક્ત - સુલભ ગુર્જરી

 23. Kamlesh

  વાહ જયશ્રી!
  અભિનંદન. ચાલુ જ રાખજૉ, લખવાનુ અને ટહુકવાનુ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *