સ્વર – મનહર ઉધાસ
This text will be replaced
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.
સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
Share what you loved...
Email
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
Very rightly said…..and nicely sung by the number one gujarati top singer…..thanks
સુંદર ગઝલ…. ગુજરાતી સુગમ સંગીત સાથે તાદાત્મ્ય સાધવામાં મદદ કરનાર કેટલીક ગઝલોમાંની એક….
નાઝીર ભાઈ ના તોરને ભળતી એક પંક્તિ મને
પણ ભુતકાળમાં સ્ફુરેલી…..
ઘડી બે લાવ, બદલી નાખીએ આસન
પરિવર્તન ખુદા આમુલ થઈ જાશે……
ડો.જગદીપ નાણાવટી..
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
વાહ ,ખુબસરસ…..
ભગવાન ને ચેલેન્જ આપતિ રચના
વાહ નાઝીર સાહેબ.. ખૂબ સરસ..
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
‘મુકેશ’
જગતની વાસ્તવિકતા…કવિની ખુમારી દરેક શેરમા દેખાય…ખુબ સરસ….
Nazirjee ni rachana vah ! shu rachana chhe! maja aavi gai ane manhar udhas na svar ma ,maja aavo gai.
ફેલાવુ જો હુ હાથ તૉ તારી ખુદાઈ દૂર નથી,
પણ હુ માગુ ને તુ આપી દે એ વાત મને મ્ંજુર નથી.
વાહ, નઝિર સાહેબ્ . જો આ ગઝલ સાભળવો તોઝા આવી જાય્
Where to listen this song ??
this is my favourit ghazal the poet give the challenge to the god” that we are kindest than you”
ખરે ખર ખુબ જ હ્રદય સ્પેર્શિ રચન્ના ચ્હે આ. જિવન કેરો અનુભવ તુઉ કરિ તો જો
સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો…ખરે ખર ખુબજ સરસ અફ્રિન
you are best.
મને ગમતિ આ ખુબ સરસ ગઝલ આજે સઅમ્ભલિ ને ખુબ મઝ આવિ
નાનો હતો ત્યારે અમારા સન્ગિત ના શિક્શ્ક સમભલવ્તા હતા. આજે ફરિ સમ્ભલિ નનો હતો ત્યારે અર્થ નોતો સમ્જાતો અને આજે સમ્જાય ચ્હે. પન મને તો ફરિ થિ નાના થૈ જવનુ માન થય ચે.
સાચે જ સાચુ કિહયુ છે.
કદાચ એટલે જ કિધુ છે કે
” ભગવાન બનવુ સહેલુ છે પણ માનવ બનવુ અઘરુ છે.”
ભગવાન ને ભગવાન પણ યાદ આવી જાય એવી ગઝલ
ખુબ જ સરસ, આવુ સ્પ્શ્ત કહિ શકવા બદલ નાઝિર દેખૈયા નો ખુબ ખુબ આભાર અસ્તુ!
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?
આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.
થોડિ વધુ માહિતિ માટે http://bazmewafa.wordpress.com/2009/04/24/gujaratno-urdu-darbar2__wafa/
વહ ભૈ વહ્
this is my fvrt gazal thanks
નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે……… i like this line most…
આજ ન સમય મા ભગ્વન એક વિનતિ ખરા અર્થ મ તમે આ ધરા પર આવિ ને જુવો બસ ફક્ત એક વાર્
અતિ આનન્દ થયો
“તુ મને ભગવાન એક વરદાન આપિ દે, જ્યા વસે ચે તુ મને ત્યા સ્થાન આપિ દે” મહેરબાનિ કરિ આ ગેીત અહિ મુકશો
Lord Krishna, Lord Mahavir, Lord Rama, Lord Buddha lived lives much tougher than ours. The point is – is our life so tough or we have made it so.
Manhar bhai Udhas ne Abhinandan, khub ja sundar gayu chhe.
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
ખુબ જ સરસ,
“તુ મને ભગવાન એક વરદાન આપિ દે, જ્યા વસે ચે તુ મને ત્યા સ્થાન આપિ દે” મહેરબાનિ કરિ આ ગેીત અહિ મુકશો
gr8 gazal….
nazir saheb botad na vatni hovano GARV Chhe.
bhagvanne thapko gamyo.
-BANDAALI HUDDA
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.
VERRY MUCH.
“મસ્તક નમિજાય એવું એવું નમન માંગનારા નાજિર ને મારું નમન”
ખુબ સરસ
I am listening to the songs from the day when you launch your website.
It’s to much when I saw copy rights on your website.
Is it for real?
Very nice creation and beautiful voice…………