કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? – ઉદ્દયન ઠક્કર

થોડા દિવસ પહેલા લયસ્તરો પર લટાર મારતા મારતા આ ગઝલ પર પહોંચી – અને એક મઝેદાર વાત વાંચવા મળી – તો મને થયું ચલો, તમારી સાથે આ ગઝલ અને એ વાત વહેંચી લઉં – એ પણ શ્યામલ-સૌમિલના સ્વરાંકનના બોનસ સાથે 🙂

ધવલભાઇએ લયસ્તરો પર આ ગઝલ સાથે એના ચંદ્રવાળા શેર માટે કંઇક આવી note મૂકી’તી – “ચંદ્ર તો ગપોડી છે – એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી.”

આ વાત તો કવિ શ્રી ઉદ્દયનભાઇએ કંઇક આવો જવાબ આપ્યો :
The moon makes a false claim that the world is silvery. Walter de la Mare says,
`Slowly,silently,now the moon
Walks the night on her silver shoon
This way and that she peers and sees
Silver fruit upon silver trees!`

સ્વર-સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી

.

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

– ઉદ્દયન ઠક્કર

8 replies on “કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? – ઉદ્દયન ઠક્કર”

 1. ઉદ્દયનભાઈની આ માત્ર ચાર જ શેરની ગઝલ ચાર વેદ જેવું ઉંડાણ લઈને આવી છે-એવું લાગે છે….અને, હું ગપોડી નથી….એમણે કહ્યું એવા ચંદ્રની જેમ !!!

 2. P Shah says:

  સુંદર રચના ઉદયનભાઈ
  આ વાત થોડી ખાનગી રાખજો નહિતર
  ક્યારેક ચાંદનીનું અપહરણ થશે !

 3. sunil revar says:

  મજાની ગઝલ !
  ઝપતાલ મા સ્વરાન્કન ખૂબ જ સુન્દર !

 4. viren says:

  સ-ર-સ
  સામ્ભળવા ની મઝા પડી ગઇ

 5. क्या बात है, क्या बात है… આનાથી વિશેષ તો શું પ્રતિભાવ હોઈ શકે આવી સ..ર..સ કલ્પના માટે.

 6. મિહિર જાડેજા says:

  ઘણી વાર વાંચેલી આ ગઝલ આજે પણ એટલી જ તાજી લાગી છે.

 7. વાહ ! જેવી સરસ ગઝલ એવી જ સરસ ગાયકી…

 8. Dipti Neelakantan says:

  Udayan,
  Mukesh chanced upon this website today and shared with me. A gem of a website and what an opportunity to enjoy your writing in a live form of voice. Great feeling indeed…. almost like nostalgia. Please do suggest other locations on web where similar experience is possible…
  God bless….
  Dipti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *