વર્ષોથી ટહુકો પર ગૂંજતી આ ગઝલ – આજે એક વધારાના બોનસ સાથે ફરી એકવાર… સ્વરકારો પાસેથી આ સ્વરાંકન વિષેની મઝાની વાતચીત સાથે…!!
આખી ગઝલ નીચે સાંભળો, અને સાથે ગઝલમાં આવતા ‘ગપોડી’ ચંદ્રની વાત પણ વાંચો!
**************
Posted on August 6, 2010
થોડા દિવસ પહેલા લયસ્તરો પર લટાર મારતા મારતા આ ગઝલ પર પહોંચી – અને એક મઝેદાર વાત વાંચવા મળી – તો મને થયું ચલો, તમારી સાથે આ ગઝલ અને એ વાત વહેંચી લઉં – એ પણ શ્યામલ-સૌમિલના સ્વરાંકનના બોનસ સાથે 🙂
ધવલભાઇએ લયસ્તરો પર આ ગઝલ સાથે એના ચંદ્રવાળા શેર માટે કંઇક આવી note મૂકી’તી – “ચંદ્ર તો ગપોડી છે – એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી.”
આ વાત તો કવિ શ્રી ઉદ્દયનભાઇએ કંઇક આવો જવાબ આપ્યો :
The moon makes a false claim that the world is silvery. Walter de la Mare says,
`Slowly,silently,now the moon
Walks the night on her silver shoon
This way and that she peers and sees
Silver fruit upon silver trees!`
સ્વર-સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી
.
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.
સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !
ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?
– ઉદ્દયન ઠક્કર
વાહ….વાતચીતની હલ્લેસાં સભર હોડી છે.ખૂબ કહી
Dinesh Gogari shared a link.
2 mins
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.
સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !
ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?
– ઉદ્દયન ઠક્કર
વેબ સન્ઘોશ્થિ ભયો ભયો
આજ કે અનન્દકિ જય્
સુરેન્દ્ર્
ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે: કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?
આનો જવાબ હોય?
આ ગઝલ માણ્વા સવાલ્-જવાબની માથાકૂટ માં નહિ પડતા.
ખુબ ગમ્યુ. આ વીણેલા મોતી પીરસવા માટે આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર
kai…pen thi…aa…..gazal…lakhi chhe…
lage chhe…ke….pen pan…lucky..chhe..
O…kavi….jara..batao…amne….
Tame….aa..pen….kya…muki…chhe…?
narendra soni
સ ર સ ગઝલ
સાંભળવી ગમી
સંભળાવતા રહેશો
ગઝલ ખૂબ જ ગમી
આવું સ ર સ સંભળાવતા રહેજો
Udayan,
Mukesh chanced upon this website today and shared with me. A gem of a website and what an opportunity to enjoy your writing in a live form of voice. Great feeling indeed…. almost like nostalgia. Please do suggest other locations on web where similar experience is possible…
God bless….
Dipti
Other websites
aapnuaangnu.com
rekhtagujarati.org
layastaro.com
વાહ ! જેવી સરસ ગઝલ એવી જ સરસ ગાયકી…
ઘણી વાર વાંચેલી આ ગઝલ આજે પણ એટલી જ તાજી લાગી છે.
क्या बात है, क्या बात है… આનાથી વિશેષ તો શું પ્રતિભાવ હોઈ શકે આવી સ..ર..સ કલ્પના માટે.
સ-ર-સ
સામ્ભળવા ની મઝા પડી ગઇ
મજાની ગઝલ !
ઝપતાલ મા સ્વરાન્કન ખૂબ જ સુન્દર !
સુંદર રચના ઉદયનભાઈ
આ વાત થોડી ખાનગી રાખજો નહિતર
ક્યારેક ચાંદનીનું અપહરણ થશે !
ઉદ્દયનભાઈની આ માત્ર ચાર જ શેરની ગઝલ ચાર વેદ જેવું ઉંડાણ લઈને આવી છે-એવું લાગે છે….અને, હું ગપોડી નથી….એમણે કહ્યું એવા ચંદ્રની જેમ !!!