મુખડાની માયા લાગી રે – મીરાંબાઇ

જૂન ૧૫, ૨૦૦૯ માં મુકેલું આ મીરાંબાઇનું ગીત આજે બે અલગ સ્વરાંકનમાં……

સ્વર – દિપાલી સોમૈયા
સંગીત – આશિત દેસાઇ ?

સ્વર – કૌમુદી મુનશી
સંગીત – ?

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા

– મીરાંબાઇ

13 replies on “મુખડાની માયા લાગી રે – મીરાંબાઇ”

 1. vijay bhatt ( Los Angeles) says:

  Do you really think this is written originally by Mirabai?
  Can Mirabai write use such words as રંડાવું or રાંડવાનો નાવે વારો
  Comparing Mirabai’s other Bhajans… I am curious about it…

 2. Rafique Shaikh says:

  The way I remember this poem from my school days is a little different from how it is presented here. Following is the way it was in our Lower Level Gujarati Text for Std. XI in year 1974-75. In reference to Shri Vijay Bhatt’s comment, it would be interesting to know which presentation is more authentic. Thank you for presenting one of my favourite poems on your amazingly rich website.

  મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

  મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
  મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા

  સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
  તેને તુચ્છ કરી ફરીયે રે, મોહન પ્યારા … મુખડાની માયા

  સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
  તેને ઘેરે શીદ જઇયે રે, મોહન પ્યારા … મુખડાની માયા

  પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
  રાંડવાનો ભય ટાળ્યો રે, મોહન પ્યારા … મુખડાની માયા

  મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
  હવે હું તો બડભાગી રે, મોહન પ્યારા … મુખડાની માયા

  – મીરાંબાઇ

 3. hello…this beutiful kirtan was made by bramhanand swami (from swaminarayan sampradays) greast sant….

 4. Kadi serva vidyalay ma 1960 ma mare prarthna karavvani hoy tyare mari 1 girlfriendne yad karine Aa bhajan karavto te yad aaviyu.

 5. rahul m ranade says:

  આનું રાગ કાફી પર આધારિત અત્યંત સુંદર સ્વરાંકન છે એ મુકશો તો મજા પડશે …

 6. rahul m ranade says:

  ખરેખર આ મીરા બી એ લખેલું ના હોઈ શકે..

 7. પ્રથમ પન્ક્તિ , ઉતમ ભજન ,,,,,,,,,,વન્દન મેીરા બાઈ ને……………….શૌને અભિનદન ; આબ્બ્ભાર

 8. LA'Kant says:

  આ “માયા” એ તો દ્વન્દ્વમય જીવનની પાયાની,મુખ્ય આભાસની વાત-” મુદ્દો” !
  અસ્તિત્વ સાથે જોડાયેલી અને જડાયેલી પહેલી જરુરત…ખાસિયત,
  અવગણી કે ઉવેખી ન જ શકાય! -લા’કાન્ત / ૭-૪-૧૨

 9. LA'Kant says:

  ત્રણૅય -રચના જુદી રીતે -સ્વર-બધ્ધ સામ્ભળી….
  આ મન તર-બતર !

  “સિર્ફ કહેનેકે વાસ્તે અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ,યાર,
  મિલે સૂર-સાઝકે સહારે અપના ગાના સબ ગાતે હૈં,યાર,
  કુદરતકે કારોબારર્મે કર્મોકે સહારે સબકુછ પાતે હૈં યાર!
  બાત કહેનેકા અપના અંદાઝ-એ-બયાં સબ ગાતેહૈં,યાર.
  ખુદકા શુકૂન ભીતરકા સબ બાર બાર દોહરાતે હૈં, યાર!
  ‘જિસકા જીતના આંચલ હો, ઉતના હી સબ પાતે હૈં,યાર!’”
  -લાકાન્ત / ૭-૪-૧૨

 10. Rajesh Bhat says:

  This refers to the comments by Shri. Vijay Bhatt and Shri. Rafique Shaikh. I suppose originally, all of Meerabai’s poetry was in Marvadi (Rajasthani). But, owing to her popularity, her poems almost were like folk songs (freely adopted, adapted, sung and enjoyed in different dialects and even languages). The low literacy levels and high interest in “Bhakti”, resulted in dissemination of literature through oral traditions. This also resulted in some changes in the text to suite the level of understanding or style of singing. Hence, there are bound to be different versions (vividh patho) of the texts in case of writers like Meerabai.

  Let me note that as the language evolves, it also refines itself in the context of social justice. Thus, many of the words which are politically incorrect now, were in use in those times. Randavu was probably the commonest expression for the death of a woman’s husband in those times marred by high level of social injustice. Women did not enjoy the equality and status that has come to them today after many battles in the war against inequality and social injustice.

  This poem (pada) was a part of the Ashram Bhajanavali edited by Pandit Narayan Moreshwar Khare for the Gandhi Ashram and was set to tune in Raag Kafi with Taal Drut Deepchandi. There is a description of Panditji singing this pada in front of Gandhiji (with Gandhiji as his “Mohan”) by Shri Prabhudas Gandhi in his book titled “Ashram Bhajano no Swadhyaya”. Later this was also sung by Mathuri Khare, Panditji’s daughter, a 78 RPM record of which was cut in the forties. This version also has a heritage value and is worth uploading on this website.

  Rajesh Bhat, Ahmedabad.

 11. Ravindra Sankalia. says:

  ભાઈ રાજેશ ભટ્ટે બહુ ઉપયોગી માહીતી આપી છે.પન્ડીત ખરેની એ કાફી રાગમા રચાયેલી રચના સામ્ભળ્વા મળે તો મઝા પડી જાય. કૌમ્મુદી મુન્શીનો સ્વર હોય તો સન્ગીત નીનુ મુઝુમદારનુ હોય એમ ઢારી શકાય.

 12. kalpana says:

  કવિઓ ગેીતો પોતે લખે પન મેીરાબઈને નામે પ્રસિદ્ધ કરે,આ એવુ જ. જિન્દગિનેી ફિલોસોફિ પકદવામા શબ્દો ને શુ જોવા…

 13. arvind patel says:

  very good composition and beautifull voice from both singers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *