મનોજ પર્વ ૦૬ : હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

મનોજ ખંડેરિયાની ગઝલમાં આવતા ગિરનાર, જુનાગઢ ના સંદર્ભો એમની એક ખાસિયત ગણાય છે.. આજની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે. સાંભળીએ આ ગઝલ, જુનાગઢના કવિ, અને તરુણાવસ્થાથી મનોજભાઇના ખાસ મિત્ર એવા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ પાસે..!

ગઝલ પઠન : રાજેન્દ્ર શુક્લ

This text will be replaced

તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો –
જગત ના દિસે તો યે જાગ્યા કરે છે

અમે વેચવા નીકળ્યા મોર-પીંછા
છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે

ભુતળ મર્મ જેવો પદારથ ન એકે
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

10 thoughts on “મનોજ પર્વ ૦૬ : હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

 1. વિવેક ટેલર

  ખૂબ સુંદર ગઝલ… કવિનો કાવ્યપાઠ પણ ઘેઘૂર વડલા જેવો છાંયેદાર…

  મનોજભાઈની ગઝલમાં જૂનાગઢના કારણે નરસિંહ મહેતા અવારનવાર ડોકાતા રહે છે… પહેલા શેરમાં નરસિંહના ભૌતિક સ્થાનનો નિર્દેશ છે તો ચોથા શેરમાં નરસિંહ મહેતાના પદ, ‘ભૂતળ ભક્તિ પદારથ’ નો સ્પષ્ટ ઇંગિત છે… આખરી શેર પણ અદભુત થયો છે…

  Reply
 2. Naresh Buch

  Hi I had heard this the first few lines years ago. I was looking for this to listen/read. I had also tried looking in Junagadh but I could not find this. Now I heard this

  Its excellent I think if you read this in Narshimetha’s Chora at Junagadh you will have vibration !!

  Thanks Jayshreeben for presenting this
  Cheers

  Reply
 3. Falguni Dave Shah

  I received this link from a friend today and touched with beautiful poems in mothertounge.
  I have a friend from Junagadh and have heard of the place, also visited the place years ago…
  so could connect to the feel. Ne chella be sher ma to bahu j maja padi gai…My Saturday is made…thanks to all involved and Kavishree.

  Reply
 4. M.D.Gandhi,U.S.A.

  નરસી મહેતાની સ્ટાયઈલમાં ગીત,ગઝલ કે ભજન કહો, સરસ મજાનું છે.

  Reply
 5. Maheshchandra Naik

  સરસ ગઝલ સાથે શ્રી રાજેન્દ્રભાઈનો અવાજ કાનમા ગૂન્જ્યા કરે છે…..

  Reply
 6. raj

  these r the famous lines of late Mwnoj Khanderiya,a reknown poet of Sujarati litreture from Junagadh,from where I also belongs.

  Reply
 7. rajeshree trivedi

  કવિની ગઝલ એમના કઁઠે જ સાઁભળવા મળી તેથી આનઁદ થયો.નિજાનઁદ માણવા નિજને સમજવુ જરુરી છે.આપણે આપણા શબ્દ ગાવા…..સૌથી અદ્ભૂત શેર કોઈ અગમ્ય અનુભૂતિ પ્રસ્તુત કરે છે. . . . .

  કિરણ એવુઁ અડ્ક્યુઁ મધરાતે કે આઁખો,
  જગત ના દિસે તોય જાગ્યા કર છે.

  ખુબ આભાર.

  Reply
 8. Pingback: શબ્દ અને મનોજ ખંડેરિયા | ટહુકો.કોમ

 9. Pingback: મનોજ પર્વ ૧૩ : સ્પેકટ્રોમીટર - એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ, અલગ થઈ જતી મારી કાયા અને હું…. | ટહુકો.ક

 10. Ashwin Barad, Kodinar

  ખુબસરસ વાચતા જુનાઞાઠ નિ યાદ આવિ ગઇ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *