શું થયું મુંબઇ ? – કૃષ્ણ દવે

શું થયું મુંબઇ ?
બધ્ધું જ શમી ગયું ને !
એ તો સ્મશાન વૈરાગ્ય !
જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઉભા હોય.
બાકી એમને પણ એમના કામ હોય કે નહીં ?
રોઇ રોઇને આંખ સૂજી ગઇ ને ?
ચાલ હવે શાંતિથી ઉંઘી જા.
બીજી કોઇ ઘટના ના બને ને ત્યાં સુધી.

– કૃષ્ણ દવે

6 replies on “શું થયું મુંબઇ ? – કૃષ્ણ દવે”

  1. સત્ય .સ્મશાન વૈરાગ્ય .ફક્ત મુબઈ નહિ ,દુનિયાને લાગુ પડે એવી હકીકત .

  2. અમે મુંબઈના રહેવાસી..યે હૈ બંબઈ મેરી જાન.. એક અકેલા ઈસ શહરમેં..પછી શું થયું મુંબઈ..સલામતી વિશે કુંભકર્ણનિંદ્રામાં સુતેલા મુંબઈવાસીને જગાડવા તેજાબી કટાક્ષ…

  3. હું આમ તો કાઠિયાવાડી જીવ, પણ થોડા સમય થી મુંબઇ રહું છું…
    કોઇ પણ ઘટનાં જે માણસ ને ત્રસ્ત કરી દે,જે તેને ચિંતિત કરે તે યાદ રાખી ને કોઇ ફાયદો નથી. બસ જરુર છે સતર્ક રહેવાં ની…પ્રામાણિકતા ની…દેશ દાઝ ની…જયેશ ગઢવી.

  4. ચાલ હવે શાંતિથી ઉંઘી જા.
    બીજી કોઇ ઘટના ના બને ને ત્યાં સુધી…

    કડવા સત્યને કટાક્ષની રીતે સરસ વ્યક્ત કર્યો છે!

  5. અતિ દુઃખદ પણ કમનસીબે સાચી હકીકત… હવે તો ચેતો…

    ‘મુકેશ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *