અંતરપટ – જુગતરામ દવે

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

અહીં મેં માંડી, તહીં તેં માંડી,
આંખની આતુર મીટ,
પટ ઊપડી પટ તુરત બિડાયું,
વા વાયરો વિપરીત… અરેરે !

તું મારાં હું તારાં ઝીલું,
વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો,
વસમું એ સંગીત… અરેરે !

આ પા ઊછળે, તે પા ઊછળે,
હ્રદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ,
ચેન પડે નહીં ચિત્ત… અરેરે !

ખીણ કે ખાડી, નદી નથી આડી,
વંડી, વાડ કે ભીંત;
હાથ ચડે નહીં, તોય નડે આ,
ઝાકળઝીણું ચીર… અરેરે !

6 replies on “અંતરપટ – જુગતરામ દવે”

 1. સરસ મજાનું ગીત…

 2. Urmi Saagar says:

  ખરેખર મઝા આવી ગઇ આ ગીત વાંચીને… ખૂબ જ સુંદર છે.

 3. આ ગીત અદભૂત છે.

 4. rajendra patel says:

  આ ભજન ખુબજ મધુર છે.

 5. Daulatsinh Gadhvi says:

  હમેશ યાદ રહેશે…

 6. harshil says:

  i want audio of this song. please post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *