નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

નરસિંહ મહેતાની આ ઘણી જ જાણીતી ભક્તિ રચના… અને એ પણ બે અલગ અલગ સ્વરમાં. જો કે આ શબ્દોની સાથે મને બીજી એક સ્વરરચના સૌથી પહેલા યાદ આવે. નાનપણથી હું આ જ ગીતને એક ગાયિકાના અવાજમાં સાંભળતી આવી છું. કદાચ આશા ભોસલે કે લતા મંગેશકરનો અવાજ હશે? જો તમારી પાસે એવું કોઇ રેકોર્ડિંગ હોય તો મને મોકલી શકશો? એમાં અહીં પ્રસ્તુત ગીતો કરતા થોડો ઝડપી ઉપાડ છે, અને નારાયણનું નામ જ લેતા, હો હો હો નારાણયનું નામ જ લેતાં….. એવી રીતે ગવાયું છે.

સ્વર : આશિત દેસાઇ

.

સ્વર : કરસન સગઠિયા

.

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

– નરસિંહ મહેતા

(આભાર : રીડગુજરાતી.કોમ)

20 replies on “નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા”

  1. So many times I used to (and still do) wonder – how great Narsinh’s devotion must be. He advocates abandoning one’s own ancestors, family, even one’s own parents, sister, children and spouse –

    He cites the examples of Prahlad and Bharat-Shatrughna – but those were simply stories. Is it advisable/practical/real to follow examples from these stories? In case of Bharat and Shatrughna, Rama’s identity was clear and following him was the only choice they really had.
    However, who is Rama today? Your parents are the swaroop of Rama or for that matter any of the biggest deities. What they say is the word of Rama or Narayana. How can you abandon your parents.

    How can you ever forget their aganeet upkaar? And for that reason, the song “Bhulo Bhale Biju Badhu” is something that is the MOST APPROPRIATE for today’s day and age in my opinion.

    What are your thoughts?

    • અનામિ સમર્પિત સન્ત શ્રી રાધેશ્યામજી ની ક્રુતિ “પરમ ભાગવત શ્રી મેહતા નરસિન્હ નુ સાચુ દર્શન” શક્ય હોય તો જરુર વાન્ચો.

  2. આશિત દેસાઇ ના સ્વર મા જ બિજુ એક આવર્ત્ન ચ્હે. જેમા આ આવર્ત્ન કરતા વધુ ઝડપેી ઉપાડ ચ્હે.

  3. વાહ્ ખુબ જ સુન્દર્…રવિવા૨ની સવાર સુધરી ગઇ હો….

  4. મે પણ આ ભજન ઉદય મઝમુદરના અવાજમા સાભળ્યુ છે. ખુબજ સરસ.જોકે આશિત દેસાઈના સ્વરમા સાભળવાની પણ એટલીજ મઝા આવી.

  5. ખુબ મજા આવી. કોલેજ ના દિવસો યાદ આવી ગયા. સવારની કોલેજ હોતાં ચાલતાં ચાલતાં જવાનુ, ત્યારે રેડિઓ નો સારો પ્રચાર હતો. તેથી આખ રસ્તે બધાં જ ભજનો સાંભળવા મળે. વ્હેલી સવાર નો આહલાદ કંઇ ઓર જ હોય. જામ્યુ.

  6. ત્રિભુવન નો નાથ બન્યો વાનિયો રે…..

    can anybody upload this song on tahuko please???????
    I am searching this song since long..but not able to get from any site..
    also please let me know how can i download songs from tahuko.com for my mobile??

    Thanks in advance..
    Purvi Shah

  7. આદિકવિ નરસિન્હ મેહતા નુ ક્રિશ્ન ભક્તિનુ આભજન પ્રભાતે રેડિયો ઉપર ખુબ વર્શો પહેલા સામ્ભળતિ હતિ .આજે પુન્હા આ ભજન સામ્ભળિને મન પ્રસન્ન થઇ ગયુ…

  8. સરસ ભક્તિ રચના, વારંવાર સાભંળવાની ઈચ્છા થાય છે……

  9. નરસિંહ મહેતાના બધા ભજનો અતિ સુંદર હોય છે, તેને જેના પણ સ્વરમાં સાંભળો, મીઠુંજ લાગશે. આજનું ભજન પણ બહુ સરસ ગવાયું છે.

  10. પેઢીઓથી જે ઢાળમાં ભજન ગવાતું હોય એને બદલવો બહુ અઘરું છે. ‘સ્મરણાંજલિકા’માં આ ગીત ઉદય મઝુમદારે ગાયું છે. એ જ ‘વર્ઝન’ મેં તો વધુ સાંભળ્યું છે.

    • ક્રરશન સાગથિયા એ બહુજ સરસ ગાયું.

      અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *