ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી
ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.
રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતુ હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનુમ તોફાન નથી સૂઝતું હવે
અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.
જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…
સુન્દર રચના,ભાવસભર,સચોટ,
Really very true.
“apatra ne j dan kehvay”
When your lover hurting your self-respect and lieing to you eventhough you are waiting for him.
When your loved one don’t care about your feeling evnthough you are always thinking about him. When you know they don’t care about you, your love, your dedicationeventhough you are trying to talk to him, want to be with him.
Pan prem to prem j che ene pamva ni aasha ma ena naam nu ratan karta rehvu e j tap.
ક્રુતિ પરથી કર્તા તરફ જઈઍ તો અહીં કવયત્રિના મિજાજના દર્શન થાય છે.ચણ ચણતાં પંખીઓને,પતંગિયાને જોવાં છે.તોફાન પણ કરવું છે. પ્રેમપાત્રની નફિકરી અલ્લડાઈ ગમતી છતાં નારાજગીનો ગુસ્સો કહેવરાવી દે છે ‘ અપાત્રને કરેલું પ્રેમનું દાન…
સુંદર રચના.
vah vah bahu j saras 6 maja aavi ………..
સરસ રચના…
અદભૂત કવિતા
અપાત્રને કરેલું પ્રેમનું દાન!!!!!
બહુ મસ્ત કવિતા.
Priti Sengupta ni kavita gami.
Jayshree ben,
Aa kavita nu title ane kavyitri nu naam banne comments thi khabar padi. Aa page per nathi aavyu !
ખુબ જ સરસ કવિતા, ખરેખર. અભિનન્દન.
સરસ અભિવ્યક્તિ, કવિયત્રિને અભિનદન ……
જયશ્રીબેન,
ચોકમાં ચણ નાખીને બેસી રહું છું – પ્રિતિ સેનગુપ્તાની સુંદર કલ્પનાનો ગુલદસ્તો ખૂબ જ ગમ્યો.
ચન્દ્રકાંત લોઢવિયા.