વહુએ વગોવ્યાં મોટા ખોરડાં

સ્વર – પ્રફુલ દવે

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

27 replies on “વહુએ વગોવ્યાં મોટા ખોરડાં”

 1. kaumudi says:

  કેટલુ કરુણ (લોક)ગીત – આપણા દેશમા કેટલાં ક્રુર સાસરિયા હોય છે

 2. Himanshu Trivedi says:

  This song can bring tears to eyes and shakes your heart if you care for women and their situation in many places! This song, along with other two great songs from Gujarat/Saurashtra i.e. “PARNYO LAAVE CHHE RUPIYO PAAVLI RE LOL, HUN RE LAAVU CHUNN RUPIYO DODH…HAVE NAHI JAAU VIDI VADHVA RE LOL” (a Hemu Gadhvi song, Lokgeet) and “DADA HO DIKRI, VAGAD MA NAV DESHO RE SAI, VAGAD NI VADHIYARI SASU DOHYLI RE, SAIYAR LYO SAMJI…” – those great songs describe pathos of women’s lives in many places and make your heart bleed and eyes weep if you are sensitive enough. What lyrics, what voices and how true…hopefully the situations are changing but there are ocassions when women are given the choice between suicides OR pain in life OR are burnt alive … God, give good sense to everyone please. Thank you Tahuko for placing such a song in your repertory of great songs.

  • Deepak Vadgama says:

   હિમાંશુભાઈ,
   “વહુએ વગોવ્યાં મોટા ખોરડાં” આ ગીત ટહુકો માં જોયા પછી, જે ગીત મારા હૈયે હતુ પણ હોઠે નહોતુ આવતુ તે “ગીત દાદા હો દિકરી” આપની પોસ્ટમાં જોઈને આનંદ થયો.
   ધન્યવાદ્

   • Himanshu Trivedi says:

    આપની લાગણીની સપ્રેમ અને સાભાર નોન્ધ લીધી દિપકભાઇ. આભાર.

 3. ઘણા સમયે જુનુ ને જાણીતું સાંભળ્યું..!!

 4. DHARMESH says:

  AMAZING

 5. Ravindra Sankalia. says:

  બહુજ કરુણ ગીત. આન્ખમા પાણી આવી ગયા.

 6. GMM says:

  ઘણુઁ સુઁદર લોકગેીત ચ્હે.

 7. “એમ રે તું શેં ગભરાય મારા દીકરા,
  એમ રે શેં ઓશિયાળો તું થાય ?
  મારે શેં દોટમદોટ કરવી અમસ્તા,
  લાવીશું નવલી તુજ કાજ મારા દીકરા!
  સામે જે થાય એને ડામવા જ સારા ને
  ખોરડા વાગોવનારને બાળવા જ સારા,
  ત્યાગ અને બલિદાન તારાં એમ જાય ના વ્યર્થ
  જુના બદલે નવું એ તો જીવનનો સાચો અર્થ!”

 8. chandrika says:

  કરુણ પણ ,ખુબજ કર્ણ્રપ્રિય.

 9. મોસ્ત મેમોરબ્લે સોન્ગ અન્દ ઉન્ફોર્ગોતબ્લે

 10. LUKKA JIGANESH says:

  આ કાય પિકચર નુ ગિત ચે ખરેખર આખ મા પાણી આવિગયા થેનકસ to ટહુકો

 11. rita shah says:

  બહુ જુનુ અને જાણીતુ ગીત.દર્દનાક ગીત. આંખો ઉભરાઇ આવે.
  વર્ણન કરવું ભારે પડી જાય.

 12. ખુબ જ માર્મિક લોકગીત…..બચપનથી મારુ ગમતુ ગીત ચ્હે બાપ….!!!આભાર

 13. Krutesh says:

  આ ગીત તો મને મૂર્ખતા લાગે છે. પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસનો છે. તેમા માતાપિતા પણ મારા મતે બહારની વ્યક્તિ જ ગણાય. કોઇની પણ વાત પર સહેજ પણ વિશ્વાસ મુકતા પહેલા જાતતપાસ કરવી અત્યંત જરૂરી છે. પણ બીજાની વાત સાંભળીને પત્નીને બચાવની તક પણ ન આપે, અને ઝેરનો કટોરો ધરી દે તેવા પતિ માટે નમાલા સિવાય બીજો કોઇ શબ્દ મને સુઝતો નથી.

  પત્નીએ પણ પોતાની નિર્દોષતાની સાબિતી આપ્યા વગર ઝેરની વાટકી પી લે તે પણ અયોગ્ય છે. કાચા કાનનો પતિ મેળવીને બીચારીનું ભાગ્ય પહેલેથી જ ફૂટી ગયું છે. આવા પતિને છોડીને વધુ શાંતિથી જીવી શકાય. તેમાં ઝેર પીવાની જરૂર નથી.

  પણ આપણા આદર્શ જ એવા છે જે એક ધોબીની વાતથી સગર્ભા પત્નીને જંગલમાં ભટકવા છોડી દે, તો પછી આપણાં વર્તન પણ તેવા જ હોય ને?

  • Himanshu Trivedi says:

   Kruteshbhai, it is a LOKGEET and described the situation as it was. You are right in saying what you have said except that the fact was, once, women did not have any voice whatsoever and would be made to “drink” poisoned chalis. And you are so very right in your last line of comment, which succintly sums up why we are what we are and the comment is a tell-tale story about our “ideal”. You really are a bold person and I admired your comment’s last line the most.

 14. JIGNESH says:

  આ નુ વિડીયો ગિત

 15. Deepak Vadgama says:

  ઘણા સમયે જુનુ ને જાણીતું સાંભળ્યું..!!કરુણ (લોક)ગીત.
  અમે નાના હતા ત્યારે રેડીયો ઉપર આ રચના હેમ ગઢવીના કન્ઠે ખુબ શામ્ભળી છે
  આજે “તટહુકા”મા જોઇને ભુતકળ તજો થઈ ગયો

 16. keshavlal says:

  બહુજ કરુન ગિત ચ્હે પન અત્યારે જમનો બદ્લઐ ગયો ચ્હે

 17. Isn’t it inhuman to put someone to death just because the person thinks differently and has
  a different perception about happiness! Also, why is it said that generally it is a woman
  who is responsible for downfall/agony/despair of another woman? I think we are too too emotoinal and hence the petty/crude/inhuman behaviour!
  ‘ભાઈચારો’ શબ્દ સાન્ભલ્યો ચે પન ‘બહેનચારો’ જો હવેથિ સામ્ભલવા મલે તો સુખમ્સુખ!

  • Himanshu Trivedi says:

   Shivaniben…good comment. When I used to volunteer for AWAG (Ahmedabad Women’s Action Group) in their street plays (mainly playing the “male” villain or a husband who is torturing the wife or asking for dowry or listening to mother only and not to wife etc. etc. – it was fun playing those characters in street plays and one learns what NOT to do) … one of the things which we discussed a lot is, in our society, we have this situation of “women against women” and there are sociological, financial and societal reasons for that and are so deep-rooted that “Bahencharo” is rare to find and when it happens, it becomes a “tale” to be told. But you are right, if you all have more unity and “bahencharo” it will be very different and positive.

  • Himanshu Trivedi says:

   And there are people like EKTA KAPOOR (the whole band of that, not only her), who “peck” on those themes day in and day out on television and films. I have been at a friend’s place in Eastern Coast of New Zealand and they have installed “Indian” channels known as VISION ASIA. I have had the occasion in last two days to see some programs on Star Plus etc. which must be bombarded there in India too and I can see what sort of morbidity is being catered out to people of India all the time, 24 hours a day…it is horrible and I think one of the reasons for me immigrating (I am NOT blaming India for anything, so please, do not misunderstand me – anyone reading this) was continuous inundation of these type of negative prototypes and the serials portraying such characters (and tactics) in day to day life.

 18. Himanshubhai, i agree with you – in some of the tele-serails, the old village culture i.e.
  women-against-women is recreated in a new sophisticated avtaar in such a way that seeing those
  we wonder if there are any “good women” ( value-based, clear-headed) are still left anywhere
  on this planet or not. These producers have ability to reach every household through their serials
  but the saddest part is that they have no positive message to give!!! It is pure,negative
  entertainment all the time.

 19. pravin halani says:

  ક્રુતેશભાઇ, લક્ષ્મનભાઇ એ એક્વાર રામપ્રભુ ને સવાલ કર્યો કે ભાઇ ઘનિ વાર આદર્શ મા જિવન વ્યર્થ થાય સે….ત્યારે રામપ્રભુ એ જવાબ આપ્યો કે લક્ષ્મન ક્યારેક આદર્શ મા વ્યર્થ ગયેલુ જિવન હજારો માતે આદર્શ બનિ જાય સે…

 20. Darshana says:

  મે આ ગીત કદી નથિ સાભડ્યુ પણ દાદા હો દિકરી સાભડ્યુ છે. બધી સ્ત્રિઓ ની વ્યથા છે. ગુજરાત મા હજુ પણ ક્યાક આવુ જ છે જે આ ગીતો મા કહ્યુ છે. છોકરીઓ ના પપ્પા ભણેલા હોય તો જ છોકરીઓ આગળ આવી સક છે .

 21. priti Bhatt says:

  Things haven’ t changed a lot …ask me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *