સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી

ફેબ્રુઆરી ૨૦૦૯ માં ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત – આજે સોલીભાઇના સ્વર – સંગીત સાથે ફરી એકવાર.. અને આજે નહીં પૂછું કે ગમશે ને? – આજે તો મને ખબર છે કે આ મઝાનું ગીત ફરી ફરી માણવું તમને ગમશે જ 🙂

સ્વર – સંગીત : સોલી કાપડીયા

(સુક્કી જુદાઇ……Lassen Volcanic National Park, CA – Sept 09)

.

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી
નિંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,

જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં….

કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઇ જાતાં !

કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
મરવા દીયે તો કોઇ મરીયે !

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

20 replies on “સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી”

 1. સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
  છાના ઊગીને છાના ખરીએ
  તમો આવો તો બે’ક વાત કરીએ…

  – ક્યા બાત હૈ! ખૂબ સંજીદા વાત કરી દીધી… વાહ !

 2. Pinki says:

  વાહ્.. !! સુંદર વાત !! તો બન્ને અંતરા પણ બહુત ખૂબ !!

  કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
  ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
  રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
  આંસુ ચણોઠી થઇ જાતાં !

 3. jaykant says:

  લીલા ડોલર ની ડાળ તણા ફૂલ્ અમે
  રાત્રે ઉગી ને દિવસે ખરી એ

 4. Shriya says:

  સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
  છાના ઊગીને છાના ખરીએ
  તમો આવો તો બે’ક વાત કરીએ…

  વાહ! કેટલી સાચી વાત આ ગીતમાં કવિએ કેટલી સરસ રીતે વર્ણવી છે!

 5. ખૂબ જ સરસ ગીત્….

 6. Kaumudi says:

  સરસ ગીત. આ ગીત ફલ્ગુની શેઠ – ધોળકિયાના સ્વરમા “અમે કોમળ કોમળ” અલ્બમમા પણ સામ્ભળ્યુ છે.

  • Bharat Pandya says:

   અમે કોમળ કોમળમા ગવાયેલું સુક્કેી જુદા ઇ નેી ડાળ આરતિ મુકરજેી એ ગાયેલ ચ્હે. ઍ આ કરતા મને વધુ ગમે છે

 7. Jyotindra says:

  કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
  મરવા દીયે તો કોઇ મરીયે !

  આ પન્ક્તિ યે તો વિચર મ મુક્યા

 8. BHARAT says:

  ખૂબ જ સરસ ગીત્….

 9. વિરહની પારંપારિક અનુભૂતિનું નવ્યતર ગીત… આગળ પણ માણવું ગમ્યું હતું… આજે પણ ગમ્યું…

 10. P Shah says:

  છાના ઊગીને છાના ખરીએ
  તમો આવો તો બે’ક વાત કરીએ…..

  વિરહની અનુભૂતિનું નાવિન્યપૂર્ણ ગીત!
  અભિનંદન!

 11. Vijay Bhatt says:

  ખુબ સુન્દર કવિતા…..વાચવાનિ મઝા આવિ…

  Can we expect better music composition from Soli?
  Sure, this is not one of is good composition.

 12. સરસ કવિતા..
  કોણ જાણે હવે કેમ હવે..
  કોઇ મરવા દીયે તો કોઈ મરીયે,
  છાના ઉગવુ અને છાના મરવુ,
  સાવ સાચ્ચી વાત..

 13. Maheshchandra Naik says:

  સોલીનુ સરસ સ્વરાન્કન અને સરસ ગાયકી શ્રી અનિલ જોશીના શબ્દો તો અફલતુન જ હોય છે…..

 14. mehmood says:

  વિરહ ને વરસોથી શબ્દોમા વ્યક્ત કરવાનો પ્રયાસ થાય છે. અને તો પણ એની વેદના અવ્યક્ત રહી જાય છે..એટલેજ આવી સુંદર કવિતા માણવા મળી..

 15. dipti says:

  જુદાઈની વેદના અને મિલનની આશા ઍનુ નામજ જિંદગી..

 16. bharat pandya says:

  ફરીથી એજ કહીશ,શરસ છે પંણ આરતીમુકરજીએ ગાયેલ વધુ સારું ( ઘણુ વધુ સારું છે).
  વિરહ ની વેદના અને વિશાદ આરતીના સ્વરમા વધુ ઘુટાયેલો છે.જો કે પસંદ અપની અપની —
  ભરત પંડ્યા.

 17. bharat pandya says:

  જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
  પરપોટા વીણતા દરિયે

  બહોત ખુબ અનિલભાઇ! વીણીયે મોતિ ને હાથતો લાગ્ર માત્ર પરપોટા.

 18. Rajesh Mahedu says:

  અનિલભાઈ ની સુંદર રચના..

  વાંચીને માણવા જેવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *