હવે પાંપણોમાં અદાલત ભરાશે – રમેશ પારેખ

પહેલા ૨૨ ઓગસ્ટ ૨૦૦૬ માં મુકેલી કવિ રમેશ પારેખની ગઝલ આજે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકન અને એમના જ અવાજમાં….
આવતી કાલે આ ધુરંધર સ્વરકારનો જન્મદિવસ.. એટલે જરા એક દિવસ advance માં એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! એઓ વર્ષોના વરસ આપણને આમ જ એમના સૂર-સંગીતના જાદુમાં તરબોળ કરતા રહે એવી અમિત શુભેચ્છાઓ..!!

vahemwali jaga

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

મને આ નગરમાં નિરાધાર છોડી
રસ્તા બધા કોની પાછળ ગયા છે

છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે

પહાડો ઉભા રહીને થાક્યા છે એવા
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે

મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે
હું છું ને ચારે તરફ ડુંગરા છે

ગઝલ હું લખું છું અને આજુ-બાજુ
બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે

( કવિ પરિચય )

25 replies on “હવે પાંપણોમાં અદાલત ભરાશે – રમેશ પારેખ”

 1. અમિત says:

  બહુ જ સુંદર કાવ્ય છે.
  સરસ અભિવ્યક્તિ.
  આભાર.

 2. મારા પ્રિય કાવ્યોમાંનું એક સુંદર કાવ્ય…

  હવે પાંપણોમાં અદાલત ભરાશે
  મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

  આ પંક્તિ મને ખૂબ જ ગમે છે.

  આભાર જયશ્રી!

 3. Anonymous says:

  I love this picture of dulhan!
  very nice…

  UrmiSaagar

 4. pecks says:

  if u want to sing then u will find the song.no surprise when jayashree have world`s best collection of songs and complementary photos….
  i think i am incapable to measure your range.

 5. tejas says:

  love dis song very much!!

 6. rohit t purohit says:

  ખરેખર આપણો અમુલ્ય વારસો જાડવી રાખ્યો છે.આપને ઘણો ઘણો આભાર. ઘણું જીવો ગુજરાત.

 7. Aloo. says:

  શુઁ સરસ કવિએ કલ્પના કરેી ચ્હે. ખુબ જ સુઁદર.એકે એક પઁકતેી ઘણુઁ કહેી જાયચ્હે.ધન્ય વાદ માટે શબ્દો જડતા નથેી.

 8. girish khatri says:

  ઘનુ સરસ કાવ્ય ચ્હે.

 9. pooNam Goswami says:

  ખુબ સરસ કવિતા..

  પહાડો ઉભા રહીને થાકયાં છે એવા કે
  પરસેવા,,નદીઓની પેઠે વહ્યાં છે..

  વેદનાની ચરમસીમા આ પંક્તિ મા આવી જાય છે..

 10. kamlesh says:

  હવે પાંપણોમાં અદાલત ભરાશે
  મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે
  અદભુત…..બસ. PU.. વષૉ સુધી ગાયા જ કરે અને સાભળ્યા જ કરીયે………

 11. Maheshchandra Naik says:

  સરસ શબ્દો, અફ્લાતુન સ્વરાંકન, સ્વરકારને અભિનદન, જન્મદિવસ નિમિતે શુભ કામનાઓ, શ્રી જયશ્રેીબેન, આભાર………….

 12. shaunak pandya says:

  .બસ. PU.. વષૉ સુધી ગાયા જ કરે અને સાભળ્યા જ કરીયે………

 13. bharatPandya says:

  આવું તો ર.પા જ લખી શકે અને પુ.ઊ જ ગાઈ શકે/ અફલાતુન.

  ‘સ્વપ્ન’ જગાએ ‘સ્વપ્નો’ હશે (ચોથી લાઈન).

 14. shilpa says:

  અતિ સુન્દર

 15. ર.પા.ની આ સુંદર ગઝલ,અનેકવાર એમના જ પઠનમાં રૂબરૂ સાંભળી છે પણ,આજે અહીં
  ફરીથી માણવી બહુજ ગમી….
  આભાર જયશ્રી/અમિત અને ટીમ ટહુકો.

 16. Mukesh says:

  શ્રી પુરુશોત્તમ ઉપધ્યાય ને જન્મદિવસ ની ખુબ્-ખુબ વધાઈ.

 17. રચના તો અદભુત જ છે, પુ.ઉ.એ વિલંબિત લયમાં કમાલ કરી છે…

 18. Himanshu Trivedi says:

  Waah! Dhanya Dhanya Kavi Shri Ramesh Parekh.

  Dhanya Dhanya Purushottambhai – what a composition and singing!

  Dhanya Dhanya Gujarati Bhasha, Kavita – Ane Aa Jiv – jene aavi – aavi sundar rachana-o sambhalva malya kare chhe!

  Dhanya Jayshreeben-Amitbhai and Team Tahuko – AABHAR kahine ne aap na karya-karvaya na mool nahi karu … Sahu ne khoob khoob Dhaynavad. Bas Aam J Pyali Paya Karsho.

 19. mahesh dalal says:

  વાહ વાહ પસા ભઐ ને વળિ .. ર પા નુ કવન .. શુ કહેવુ?

 20. dipti says:

  આવું તો ર.પા જ લખી શકે અને પુ.ઊ. જ ગાઈ શકે.અતિ સુંદર!!

  હવે પાંપણોમાં અદાલત ભરાશે
  મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે…..

  આ પંકતી બહૂજ ગમી.

 21. Mehmood says:

  હવે પાંપણોમાં અદાલત ભરાશે
  મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે
  કવિ ર.પા.નો બહુજ જાણીતો શેર..આજે ફરી સાંભળ્વાની તક મળી.ટહુકાનો ખુબ ખુબ આભાર્,,

 22. Kirat Antani says:

  ek-ek sher adbhut.. PU dada is a phenomenon!

 23. નિશીથ દેસાઈ says:

  ઉતમ શબ્દો અને ઉતમ સ્વર રચના નો એક અદભુત સમન્વય .
  જયારે અને જેટલી વાર સાંભળીએ ત્યારે આનંદ જ આનંદ આવે.

 24. kanu Dave says:

  બહ સુન્દેર સ્વર્ર્ને સુન્દર સ્વર્ર્ચ્ના

 25. s j g says:

  “પહાડો ઉભા રહીને થાક્યા છે એવા
  કે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે”

  કેટલો બધો થાક !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *