કંઠી બાંધી છે તારા નામની – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

4 replies on “કંઠી બાંધી છે તારા નામની – અશરફ ડબાવાલા”

 1. ” કંઠી ” એટલે “ઈશ-કૃપા”ના તત્વ માં પૂરી પાકી ૧૦૦% શ્રધ્ધા !
  ” માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
  કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.”
  ( ન માગ્યું, જોઈતું સ્વયમ આવી મળે તેનું શું?….. આવા જેના અનુભવો હોય, તેની “શ્રધ્ધાને શું કહેશો?) )
  વળી પાછું, ‘નામ-સ્મરણ’નો મહત્વ (મહિમા) પણ એટલુંજ !

  “અઢળક અને અઢીમાં ફેર નહીં”, +
  ( “પ્રેમ” મળે પછી કોઈ ગણતરીનો સવાલ જ નહીં ને!

  “એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની”
  (આ તો ભાઈ ,એકે હજારા જેવી વાત જ …છે ને ?)
  અશરફ ડબાવાલા અને ” મોજ” કરાવનારને જાજેરા અભિનંદન …આભાર પણ …
  -લા’ કાન્ત / ૧૦.૧.૧૫

 2. પ્રશાંત says:

  “એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની”
  કેટલુ પુણ્ય હશે આ મિલન! વાહ અશરફભાઈ, બહુ ખુબ!

 3. kanan says:

  Kanthhi bandhi… Adbhut rachna… Khub j gami… Sunder arthsabhar shabdo…wah

 4. Zalak says:

  ખુબ સુંદર …. જાને કેટલાય વખતથી મનમા રાહેલા સમયનિ યાદ તાજી થઈ ગૈ.
  ખૂબ ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *