પતવારને સલામ – શૂન્ય પાલનપુરી

સંગીત ઃ ??
સ્વર ઃ મન્ના ડે (?)

This text will be replaced

પતવારને સલામ, સિતારાને રામ-રામ
મઝધાર જઇ રહ્યો છું કિનારાને રામ-રામ

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં
નૌકાને તારનાર ઇજારાને રામ-રામ

દિલને દઝાડતો રહ્યો ભડકી શક્યો નહીં
નિર્માલ્ય એવા પ્રેમ તિખારાને રામ-રામ

દીધો છે સાદ શૂન્ય ગહન ____ મને
કાઠેં ટહેલવાના ધખારાને રામ-રામ

– શૂન્ય પાલનપુરી

11 replies on “પતવારને સલામ – શૂન્ય પાલનપુરી”

 1. “ના ખુદા” નહીં “નાખુદા” ( નાવિક) શબ્દ હોવો જોઇએ.
  સરસ ગીત. ગમ્યું.
  મને લાગે છે કે જુનું પ્લેયર સારું હતું. આ નવા પ્લેયરમાં કોઇ કડી વચ્ચેથી સાંભળી શકાતી નથી

 2. thanks jayshree bahen…

 3. pragnaju says:

  દીધો છે સાદ શૂન્ય ગહન ____ મને
  કાઠેં ટહેલવાના ધખારાને રામ-રામ
  વાહ
  શૂન્ય,મારી જીંદગીને તો જ લેખું ધન્ય હું,
  મૃત્યુ ટાણે પણ મળે ….
  ખૂબ ઘેરી ને ગહન છે લાગણી

 4. Vishal says:

  Hi Jayshree, just guessing that new player is may be for video songs in that case if its possible to use old player for audio songs would be more simple and swift. as in new player can’t skip through lines or repeat song.

  દીધો છે સાદ શૂન્ય ગહનતાઓએ મને

  most probably.

  Thanks.

 5. Jitendra Raval says:

  તમે બધા લોકો ભેગા મળી ગુજરાતી ભાષા ની ખુબ જ સરસ સેવા કરો છો. તમે અમારી સામે ખજાનો ખુલ્લો મુકી દિધો છે, ખુબ જ નમસ્કાર

 6. ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં
  નૌકાને તારનાર ઇજારાને રામ-રામ

  દીધો છે સાદ “શૂન્ય” ગહનતાઓએ મને…
  ગાફિલ રહુ તો મને માફ કરશો…..

 7. Amit Trivedi says:

  ગાયક કોણ હશે તેની ખબર નથી !
  પણ એ તો ચોક્કસ છે કે આ મન્ના ડે નો અવાજ તો નથી જ.
  – અમિત ન. ત્રિવેદી

 8. narendrasinh gohil says:

  દીધો છે સાદ શૂન્ય ગહનતાઓએ ____ મને
  અવાજ કોનો છે એ ખબર નથી !
  પણ એ ચોક્કસ કે આ મન્ના ડે નો અવાજ નથી જ.

 9. manilal m maroo says:

  kyya batt hai manilal.m.maroo.

 10. raj says:

  ગાયક ભરત ગાન્ધિ , સન્ગિત ભરત ગાન્ધિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *