ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

અષાઢ આયો - નિરંજન ભગત

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !

મેધવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો !


માઢ= એ નામનો એક રાગ. (સંગીત.)
સાલ્યોનો એક અર્થ શૂળની માફક દિલમાં ખટકવું કે દુઃખ થવું થાય છે.

4 comments to અષાઢ આયો - નિરંજન ભગત

  1. manvant
    August 2nd, 2006 at 9:24 am

    મહાકવિ કાલિદાસનું’મેઘદૂત’મહાકાવ્ય યાદ
    આવી ગયું !’આષાઢસ્ય પ્રથમ દિવસે….’
    આનંદની અવધિ નથી ! આભાર !

  2. વિવેક
    August 3rd, 2006 at 1:51 am

    સાચે જ સુંદર કવિતા….

  3. Suresh
    August 3rd, 2006 at 4:00 am

    બહુ જ સરસ. આ ગીતનું શ્રી. આશિત દેસાઇએ ‘મેઘ-મલ્હાર ‘ આલ્બમમાં બહુ જ સરસ સ્વરાંકન કર્યું છે. તને ગીતો ગમે છે, એટલે તે પણ બહુ ગમશે.

  4. નિરંજન ભગત « ગુજરાતી સારસ્વત પરિચય
    June 24th, 2007 at 9:05 pm

    [...] # રચનાઓ - 1 : # અષાઢ આયો [...]

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>